પોષી પૂનમ નિમિત્તે વડતાલધામમાં ભક્તિસભર માનવમેદની; ૧.૨૦ લાખથી વધુ હરિભક્તોએ દર્શનનો લાભ લીધો

પોષી પૂનમ નિમિત્તે વડતાલધામમાં ભક્તિસભર માનવમેદની; ૧.૨૦ લાખથી વધુ હરિભક્તોએ દર્શનનો લાભ લીધો
✍🏻 હસમુખ પટેલ, સાધલી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની સમા શ્રી વડતાલધામમાં શનિવારે પોષી પૂનમના પાવન પર્વે ભક્તિ અને આસ્થાનો અદભૂત સંગમ જોવા મળ્યો. આ દિવસે ૧ લાખ ૨૦ હજારથી વધુ હરિભક્તોએ શ્રીજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી, જ્યારે ૫૦ હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
તા. ૩ જાન્યુઆરી ૨૦૨૬ અને પોષ સુદ પૂનમના દિવસે વડતાલધામમાં વહેલી સવારથી જ મંગળા આરતીમાં ભક્તોની હળોહળ માનવમેદની ઉમટી પડી હતી. શણગાર આરતી તથા રાજભોગ આરતી દરમ્યાન હૈયે હૈયું ભીંસડાય તેવી ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. મંદિરનું પટાંગણ કીડિયારું ઉભરાય તેમ હરિભક્તોની ભીડથી છલકાઈ ગયું હતું.
આ પ્રસંગે ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી હરિ દ્વારા યોજાયેલ ઐતિહાસિક મહાવિષ્ણુ યાગનું પણ સ્મરણ કરવામાં આવ્યું. ડભાણ ગામના પાટીદાર વિષ્ણુદાસ પટેલ સ્વામિનારાયણ ભગવાનના પરમ એકાંતિક ભક્ત હતા. ભગવાન તથા નંદ સંતોની વિષ્ણુદાસભાવથી સેવા કરતા વિષ્ણુદાસ પટેલના આગ્રહને વશ થઈ શ્રીજી મહારાજે ડભાણમાં મહાવિષ્ણુ યાગ યોજ્યો હતો. આ યાગ સંપ્રદાયનો પ્રથમ તથા સૌથી મોટો યજ્ઞ ગણાય છે, જેને આજ વર્ષે ૨૧૬ વર્ષ પૂર્ણ થાય છે.
પોષી પૂનમના પાવન અવસરે વડતાલધામમાં ભક્તિ, શાંતિ અને અનુશાસનભર્યો માહોલ જોવા મળ્યો હતો.



