દેશ
‘વીર બાળ દિવસ’ નિમિત્તે આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ બારડોલીના તેન ગામ સ્થિત ગુરૂદ્વારાની મુલાકાત લીધી હતીઃ
'વીર બાળ દિવસ'

સુરત:મંગળવાર:- સાહસ, શૌર્ય અને સમર્પણના પ્રતીક એવા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા જોરાવરસિંહજી અને ફતેહસિંહજીની શહાદતની સ્મૃતિમાં ઉજવાતા વીર બાળ દિવસ નિમિત્તે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તથા બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાએ બારડોલી તાલુકાના તેન ગામે સ્થિત ગુરુ નાનક ગુરુદ્વારાની મુલાકાત વીરોને વંદન કર્યા હતા. ગુરુદ્વારામાં ચાલી રહેલા નામ સ્મરણમાં સહભાગી થઈ વીરોના બલિદાનને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી પ્રગાઢ શાંતિનો અનુભવ કર્યો.
આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી જીગરભાઈ નાયક,પૂવ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ વિદ્યાર્થીઓ સહિત શીખ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી વીરોને વંદન કર્યા હતા.