વિશ્વ જળ દિવસ-૨૦૨૬ નિમિત્તે જળ સુરક્ષા અને સમાવેષી સંચાલન વિષયે અદાણી ફાઉન્ડેશનઅને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા સંવાદ યોજાયો

વિશ્વ જળ દિવસ-૨૦૨૬ નિમિત્તે જળ સુરક્ષા અને સમાવેષી સંચાલન વિષયે અદાણી ફાઉન્ડેશનઅને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા સંવાદ યોજાયો
જળસંગ્રહના વિવિધ અભિયાનો હેઠળ દેશભરમાં ૧૬.૨૮ અબજ લિટર વધારાની જળ સંગ્રહ ક્ષમતાનું નિર્માણ
અમદાવાદ : વિશ્વ જળ દિવસ ૨૦૨૬ નિમિત્તે અમદાવાદના સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનના (CEE) કેમ્પસમાં પાણી સુરક્ષા પર બહુ-હિતધારક ગણમાન્ય લોકો સાથે અદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ, અદાણી ફાઉન્ડેશને રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પર્યાવરણીય શિક્ષણ સંસ્થા સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનના સહયોગમાં ચર્ચાસભાનું આયોજન કર્યું હતું.
આ ચર્ચાસભામાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગોના પ્રતિનિધિઓ, કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ના અગ્રણીઓ અને વિકાસ પ્રેક્ટિશનરો ભારત સમક્ષના પાણીના પડકારોના ઉકેલો સંબંધી વિષદ છણાવટમાં ભાગ લીધો હતો.
CEE ના ડિરેક્ટર કાર્તિકેય સારાભાઈએ કહ્યું હતું કે પાણી આપણા સમયના નિર્ણાયક પડકારોમાંનો એક રહેવાનો છે ત્યારે આપણે વિપુલતાના ભ્રમથી આગળ વધીને ગ્રામીણ ભારતમાં મહિલાઓ પર પાણીની અછતના અપ્રમાણસર બોજને ઓળખવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ભાવિ પથ પરંપરાગત જ્ઞાનને યુવાનોની આગેવાની હેઠળની કાર્યવાહી સાથે જોડવામાં સમાયેલો છે. વિકસિત ભારતે દરેક ટીપાનું મૂલ્યાંકન કરીને તેની શરૂઆત કરવી જોઈએ.
અતિથિ વિશેષ પદેથી પોતાના વિચારો વ્યકત કરતા અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર વસંત ગઢવીએ જણાવ્યું હતું કે જળ સુરક્ષા ફક્ત નીતિ દ્વારા ઉકેલી શકાતી નથી. ત્યારે તે સમુદાયો દ્વારા સંચાલિત થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે વિશ્વ જળ દિવસ ભૂગર્ભજળના ઘટાડા અને આબોહવા પરિવર્તનશીલતાની તાકીદ પર પ્રતિબિંબિત કરવા સાથે તેના ઉપર ઠોસ કાર્ય કરવાનો સમય છે. જળ સંરક્ષણ એક સતત, સામૂહિક ચળવળ બની શકે તે હેતુથી અદાણી ફાઉન્ડેશન જળ સંસાધનોની સ્થાનિક માલિકીને સક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વિશ્વ જળ દિવસ ૨૦૨૬ માટે સંયુક્ત રાષ્ટ્રની થીમ, “પાણી અને જાતિ” સાથે સંકલિત આ ચર્ચામાં પાણીની પહોંચ અને જાતિ સમાનતા તથા સંકલિત અને સ્કેલેબલ દરમિયાનગિરીની જરૂરિયાત વચ્ચેના જોડાણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મર્યાદિત તાજા પાણીની ઉપલબ્ધતા સાથે વૈશ્વિક વસ્તીના લગભગ પાંચમા ભાગને ભારત ટેકો આપે છે, જે પાણીની સુરક્ષાને વિકાસની મુખ્ય પ્રાથમિકતા બનાવે છે. આ ચર્ચામાં સામેલ રહેલા સહભાગીઓએ જણાવ્યું હતું કે પાણીની પહોંચ આજીવિકા, કૃષિ અને લાંબા ગાળાની આર્થિક સ્થિતિસ્થાપકતા માટે મહત્વપૂર્ણ રહેવાની છે.
અદાણી ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તે જળસંકટગ્રસ્ત વિસ્તારોમાં સમુદાય-આધારિત જળ વ્યવસ્થાપન કાર્યક્રમોનો વિસ્તાર કરવા તરફની તેની સતત કામગીરી સંરક્ષણ, સુલભતા અને શાસનને જોડે છે.
આ પ્રયાસોના ભાગ રૂપે હાથ ધરાયેલી પહેલો મારફત સમગ્ર ભારતમાં ૧૬.૨૮ અબજ લિટર વધારાની જળ સંગ્રહ ક્ષમતાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પહેલો અંતર્ગત નિર્માણ થયેલું જળ સંગ્રહનું માળખું ગુજરાતના કચ્છ, રાજસ્થાનના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના વિદર્ભમાં ફેલાયેલું છે, જેમાં વોટરશેડ વિકાસ, વરસાદી પાણીનો સંગ્રહ અને સમુદાય-આધારિત જળ શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં શહેરી જળ પધ્ધતિઓ, પાણી, સેનિટેશન અને હાઇજીનની (WASH) મધ્યસ્થી અને સમુદાય-આધારિત શાસન મોડેલ પર ટેકનિકલ સત્રોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક પેનલ ચર્ચામાં પાણીના ઉકેલોને ચકાસવા માટે સરકાર, ઉદ્યોગ અને નાગરિક સમાજ વચ્ચે ભાગીદારીની તપાસણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના સી.ઈ.ઓ. ડૉ. અભિષેક લખટકિયા અને મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ લિ.ના પર્યાવરણના વડા શ્રી વિનય કુમાર જૈન હાજર રહ્યા હતા.
સંકલિત કાર્યવાહીની હાકલ સાથે સંપ્પન થયેલી ચર્ચા સભામાં સહભાગીઓએ લાંબા સમય સુધી પાણીની પહોંચ સુનિશ્ચિત કરવામાં સહયોગ વધારવા અને નવીનીકરણની ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો.



