દેશી હાથ બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમ ઝડપાયો

દેશી હાથ બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમ ઝડપાયો
: આગામી દિવસોમાં આવનાર લોકસભાની સામાન્ય ચુંટણી-૨૪ અનુલક્ષીને સુરત શહેરમાં ગેરકાયદેસરના અગ્ની શસ્ત્રો (દારૂ ગોળો) તથા નાસતા ફરતા આરોપીઓને તેમજ વણશોધાયેલ ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા માટે સુચના મળેલ જે સુચના અનુસંધાને નાયબ પોલીસ કમીશ્નર ક્રાઈમ, નાઓની સીધી સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સ્પેક્ટર ક્રાઈમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ ધાડ-લુંટ, ખુન-ખુનની કોશિષ સ્કોર્ડના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે વર્કઆઉટમાં હતા
દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અમરોલી અંજની રેલ્વે ફાટક પાસે રોડ ઉપર જાહેર માંથી એક હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર સવાર આરોપી અમિત રમેશભાઈ રાઠોડ ઉ.વ.૨૧ ધંધો બેકાર રહે. ગોથાણગામ, ડી.પી.ફળીયું, તા.ઓલપાડ, જિલ્લો-સુરત અને સમીર સતિષભાઈ રાઠોડ ઉ.વ.૧૮ વર્ષ ૩ માસ ધંધો મજુરી રહે. ગોથાણગામ, ડી.પી.ફળીયું, તા.ઓલપાડ, જિલ્લો-સુરતનાઓને એક લોડેડ દેશી હાથ બનાવટની પિસ્ટલ કિ.રૂ. ૨૦,૦૦૦ તથા જીવતા કાર્ટીઝ નં-૦૧ કુલ કિ.રૂા. ૧૦૦ તથા મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ:-૦૩ કિ.રૂ. ૬૯,૦૦૦ મળી કુલ્લે કિ.રૂા. ૧,૩૯,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.