વિશેષ મતદાર યાદી પુન:નિરીક્ષણ કેમ્પનું આયોજન

વિશેષ મતદાર યાદી પુન:નિરીક્ષણ કેમ્પનું આયોજન
બૂથ-199 પર કિર્તેશ પાટીલ નું સેવાભાવી કાર્ય પ્રશંસનીય
સુરત : ચૂંટણી આયોગ દ્વારા અમલમાં મુકાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત આજે મારુતિ વિદ્યાલય ખાતે વિશેષ મતદાર સૂચિ સુધારણા કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં વિસ્તારના અનેક મતદાતાઓએ નવા નામ જોડાણ, વિગતોમાં સુધારા તથા અન્ય ચૂંટણી સંબંધિત કાર્યવાહીઓ માટે હાજરી આપી અને માર્ગદર્શન મેળવ્યું. બૂથ નંબર 199 પર આમ આદમી પાર્ટીના બૂથ લેવલ એજન્ટ-2 (BLA-2) હાજર રહી મતદાતાઓની સમસ્યાઓ સાંભળી અને તેનો ઉકેલ લાવવા સહકાર આપ્યો. કેમ્પ દરમિયાન અધિકારીઓ દ્વારા મતદાર જાગરૂકતા અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી. વેડ રોડ વિસ્તારના સેવાભાવી યુવા કિર્તેશ પાટીલ, સાગર સવાણી, ભાવેશ ધામેલિયા, દિકેશ પાટીલ, રાહુલ માળી અને ચેતન પાટીલ—એ સ્થાનિક મરાઠી બહુલ વિસ્તારના લોકો તેમજ યુપી–બિહાર અને અલ્પસંખ્યક સમાજના શ્રમિકોને મતદાનનું મહત્વ સમજાવ્યું. BLA-2 તરીકે તેમની સેવાભાવી કામગીરીએ લોકોના દિલ જીતી લીધા.



