સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસનો છાપો

Surat News: યોગીચોક ખાતે આવેલા શુભમ પ્લાઝામાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના ઉપર સરથાણા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં 1 સંચાલક અને 5 ગ્રાહકોની ધરપકડ કરી હતી. જ્યારે યૌન શોષણનો ભોગ બનેલી પાંચ મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી.
સુરત શહેરમાં રહેઠાણ અને કોમર્શિયલ એરિયા કે જેવા કે દિવસભર લોકોથી ધમધમતા વિસ્તારોમાં પણ હવે લાજ શરમ મૂક્યા વગર સંચાલકો પોતાનો આર્થિક લાભ જોવા માટે સ્પાની આડમા કુટણખાનું ચલાવી રહ્યા છે. આજે પણ જે વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું ત્યાંના લોકો પણ પરેશાન થઈ ગયા હતા. સરથાણા પોલીસને બાતમી મળી હતી એન બાતમીના આધારે સરથાણા પોલીસે યોગીચોક ખાતે આવેલા શુભમ પ્લાઝામાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના ઉપર રેડ કરી હતી. શુભમ પલાઝામાં દવાખાના થી માંડીને અનેક ઓફિસો આવી હતી. આ બધું જોઈને ત્યાંના સ્થાનિકો શરમમાં મૂકાઈ ગયા હતા. પોલીસે સારા સંચાલક અને પાંચ જેટલા ગ્રાહકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.