ગુજરાત

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ: AM/NS Indiaના સ્નાતકોને કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સન્માનિત કરાયા

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ: AM/NS Indiaના સ્નાતકોને કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સન્માનિત કરાયા
ગાંધીનગર, ગુજરાત – ઑક્ટોબર 08, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) આજે પોતાના કર્મચારીઓ અને તાલીમાર્થીઓએ મેળવેલી પદવીની ઉજવણી કરી રહ્યુ છે. આ વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારની કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ડિગ્રી અને ડિપ્લોમા પ્રાપ્ત કર્યા છે. યુનિવર્સિટીની સ્થાપના બાદ આયોજિત આ પ્રથમ દીક્ષાંત સમારોહ બુધવાર, ઑક્ટોબર 08, 2025ના રોજ ઓરા ઑડિટોરિયમ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કેમ્પસ, ગાંધીનગર ખાતે યોજાયો હતો.
પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીએ ઉદ્યોગ ક્ષેત્રના કૌશલ્ય વિકાસને નવી દિશા આપી
AM/NS Indiaના કર્મચારીઓ અને તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ અનેક પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં ઉજવાયો હતો, જે ઉદ્યોગ-શિક્ષણ સહકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. સમારોહના મુખ્ય અતિથિ તરીકે શ્રી બલવંતસિંહ રાજપૂત, માનનીય મંત્રી – ઉદ્યોગ, એમએસએમઈ, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, તથા રોજગાર વિભાગ, ગુજરાત સરકાર હાજર રહ્યા. સમારોહની અધ્યક્ષતા શ્રી પંકજ જોષી, IAS, મુખ્ય સચિવ – ગુજરાત સરકાર અને કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના અધ્યક્ષે કરી હતી.
શ્રી આશુતોષ તેલંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડન્ટ – એચઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS India, સમારોહમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોમાં ડૉ. વિનોદ રાવ, IAS, મુખ્ય સચિવ – લેબર, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ તથા ચેરમેન, બોર્ડ ઑફ મેનેજમેન્ટ, અને ડૉ. એસ.પી. સિંહ, ડિરેક્ટર જનરલ – કૌશલ્ય યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
AM/NS Indiaના એકેડેમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ થકી પ્રશિક્ષિત આ વિદ્યાર્થીઓની હાજરી કંપનીના વર્ક ઈન્ટિગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ્સ (WILPs)ની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે ઉદ્યોગ માટે કાર્યબળ તૈયાર કરવામાં સહાયરૂપ છે.
પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા અભ્યાસક્રમો
કુલ 184 AM/NS Indiaના કર્મચારીઓ અને કંપનીની એકેડમી ફોર સ્કીલ ડેવલપમેન્ટમાંથી તાલીમ પ્રાપ્ત કરનારા તાલીમાર્થીઓએ કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી (KSU) પાસેથી પોતાની પદવી પ્રાપ્ત કરી છે:

 

• બેચલર ડિગ્રી સ્ટીલ ટેકનોલોજીમાં: 107 સ્નાતક
• બેચલર ડિગ્રી ગ્રીન અને રિન્યુએબલ એનર્જીમાં: 36 સ્નાતક
• પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સ્ટીલ ટેકનોલોજીમાં: 41 સ્નાતકોત્તર વિદ્યાર્થીઓ
આ ત્રણેય કોર્સનો અભ્યાસક્રમ હજીરા, ગુજરાત સ્થિત AM/NS Indiaની એકેડેમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવ્યા છે અને સંચાલન પણ થાય છે, જે શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચેના સફળ સહકારનું ઉત્તમ ઉદાહરણ છે.
શ્રી પંકજ જોષી, IAS, મુખ્ય સચિવ, ગુજરાત સરકાર અને અધ્યક્ષ – કૌશલ્ય યુનિવર્સિટીએ કહ્યું કે:
“ગુજરાત સરકાર કૌશલ્ય વિકાસને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. કૌશલ્ય યુનિવર્સિટી જેવા પ્રયત્નો દ્વારા યુવાનોને વધુ રોજગાર યોગ્ય બનાવવાનો અમારો હેતુ છે. અમે AM/NS Indiaને અભિનંદન આપીએ છીએ કે તેમણે ઉદ્યોગોને ધ્યાનમાં રાખી અનોખી તાલીમ પહેલ શરૂ કરી છે, જેના પરિણામે આજે 184 કુશળ કર્મચારીઓ સફળતાપૂર્વક પદવી પ્રાપ્ત કરી શક્યા છે.”
શ્રી અશુતોષ તેલંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડન્ટ – એચઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaએ જણાવ્યું હતું કે: “AM/NS India માટે કૌશલ્ય યુનિવર્સિટી સાથેની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જાહેર-ખાનગી સહયોગ દેશની કૌશલ્યની જરૂરિયાતોને સીધી રીતે પૂરી કરે છે. ઉદ્યોગ-સંલગ્ન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી બનાવેલા અભ્યાસક્રમમાં 50 ટકા ઓન-ધ-જૉબ ટ્રેનિંગનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને ઇંડસ્ટ્રી 4.0 અને ગ્રીન જોબ્સ માટે તૈયાર કરે છે. હજીરામાં 9 MTPAથી 15 MTPAની ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણની સાથે, અમે રોજગારી, નવીનતા અને ઉજ્જવળ ભવિષ્યના નવતર પ્રયાસો માટે સતત સહકાર આપતા રહીશું.”
વર્ક ઇન્ટિગ્રેટેડ લર્નિંગ – નવી દિશા તરફ ડગ
AM/NS Indiaની અકેડેમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ અને કૌશલ્ય યુનિવર્સિટીની ભાગીદારી વર્ષ 2022માં શરૂ થઈ હતી, જે હેઠળ વર્ક ઇન્ટિગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ્સ (WILPs) શરૂ કરવામાં આવ્યા હતા. આ પહેલની કેટલીક મહત્વપૂર્ણ વિશેષતાઓ છે:
• દેશમાં પહેલ: સ્ટીલ ટેકનોલોજી અને ગ્રીન અને રિન્યુએબલ એનર્જી વિષયોમાં દેશની પ્રથમ ગ્રેજ્યુએટ ડિગ્રી.
• સંકલિત અભ્યાસક્રમ: કુલ અભ્યાસક્રમમાં 50% શૈક્ષણિક અભ્યાસ અને 50% ઓન-ધ-જૉબ ટ્રેનિંગનો સમાવેશ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button