ગુજરાત

ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહીઃ ૯ જિલ્લામાં રેડ ઍલર્ટ

ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહીઃ ૯ જિલ્લામાં રેડ ઍલર્ટ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્‌યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.
જેને લઈને મોડી રાતથી અમદાવાદ, ગાંધીનગર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે ત્રણ કલાકનું ર્દ્ગુષ્ઠટ્ઠજં જાહેર કર્યુ છે. જેમાં અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ છે.
હવામાન વિભાગના ર્દ્ગુષ્ઠટ્ઠજં મુજબ, આજે(૧૯ માર્ચ) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ જિલ્લામાં ૬૨થી ૮૭ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.
જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ૪૧થી ૬૧ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે કમોસમી વરસાદ, મેઘગર્જના અને કરા પડવાની શક્યતા છે. તેમજ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button