ઓટોમોબાઇલ્સ

સેમસંગ દ્વારા ભારતમાં આઝાદી દિવસની ઉજવણી કરવા માટે વિઝન AI ટીવી પર બ્લોકબસ્ટર ડીલ્સ સાથે ‘બિગ સેલિબ્રેશન, બિગર સ્ક્રીન’ની ઘોષણા

સેમસંગ દ્વારા ભારતમાં આઝાદી દિવસની ઉજવણી કરવા માટે વિઝન AI ટીવી પર બ્લોકબસ્ટર ડીલ્સ સાથે ‘બિગ સેલિબ્રેશન, બિગર સ્ક્રીન’ની ઘોષણા

તેની ઝુંબેશના ભાગરૂપે સેમસંગ ગ્રાહકોને આકર્ષક લાભો સાથે તેમના હોમ એન્ટરટેઈનમેન્ટને અપગ્રેડ કરવા માટે સશક્ત બનાવશે, જેમાં રૂ. 92,990 સુધી મૂલ્યના ફ્રી સાઉન્ડબાર્સ, રૂ. 2,05,000 સુધી મૂલ્યનું ટીવી, ઈઝી- ઈએમઆઈ અને ચુનંદાં બિગ ટીવી પર કેશબેકનો સમાવેશ થાય છે.
1લી ઓગસ્ટથી 31મી ઓગસ્ટ, 2025 સુધી લાઈવ આ ઓફરોમાં ઝીરો ડાઉન પેમેન્ટ અને લાંબી મુદતના ઈએમઆઈ વિકલ્પોનો પણ સમાવેશ થાય છે, જે સેમસંગનો વિઝન AI બિગ ટીવી એક્સપીરિયન્સ ઘરે લાવવાનું તેને વધુ આસાન બનાવે છે.

ગુરુગ્રામ, ભારત, 1લી ઓગસ્ટ, 2025 –ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આઝાદી દિવસના જોશની ઉજવણી કરવા માટે તેની રાષ્ટ્રવ્યાપી ‘બિગ સેલિબ્રેશન, બિગર સ્ક્રીન’ કેમ્પેઈનની ઘોષણા કરાઈ છે. આ ઝુંબેશ 1લી ઓગસ્ટથી 31મી ઓગસ્ટ, 2025 સુધી ચાલશે, જે રિટેઈલ સ્ટોર્સ અને ઓનલાઈન મંચો પર ગ્રાહકોને સેમસંગના વિઝન AI બિગ ટીવી પર આકર્ષક ડીલ્સ સાથે તેમના મનોરંજનના અનુભવને અપગ્રેડ કરવાની તક આપે છે. સેમસંગના વિઝન AI દ્વારા પાવર્ડ આ ટીવી ઉપભોક્તાઓની અગ્રતા માટે તૈયાર કરાયેલા ઈન્ટેલિજન્ટ પિક્ચર, સાઉન્ડ અને કન્ટેન્ટ મહત્તમીકરણ સાથે રિફાઈન્ડ અને રોમાંચક હોમ એન્ટરટેઈનમેન્ટ અનુભવ પ્રદાન કરે છે.
વર્ષોનાં વહાણાં વીતવા સાથે સેમસંગે ફેસ્ટિવ શોપિંહને તેના ગ્રાહકો માટે વધુ પુરસ્કૃત બનાવીને આ દિશામાં પહેલ કરી છે. પ્રમોશનના ભાગરૂપે ગ્રાહકો સેમસંગ નિયો QLED, OLED, QLED અને ક્રિસ્ટલ 4K UHD ટીવીના ચુનંદા 55 ઈંચ અને વધુના મોડેલોની ખરીદી કરવા પર રૂ. 93,000 સુધી મલ્યના કોમ્પ્લિમેન્ટરી સાઉન્ડબાર અને રૂ. 2,05,000 સુધી મૂલ્યનું ટીવી પણ પ્રાપ્ત કરશે. આ ઓફરો અત્યાધુનિક ટેકનોલોજી, રોમાંચક વ્યુઈંગ અને બેજોડ મૂલ્ય પ્રદાન કરવા માટે સેમસંગની એકધારી કટિબદ્ધતાના ભાગરૂપ છે, જે તેને લાર્જર- ધેન- લાઈફ અનુભવ ઘરે લાવવાનું પરિવારો માટે ઉત્તમ સમય બનાવે છે.
આ કેમ્પેઈન પર બોલતાં સેમસંગ ઈન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સિનિયર ડાયરેક્ટર અને હેડ વિપલેશ ડાંગે જણાવ્યું હતું કે, “આઝાદી દિવસ પરિવારો માટે એકત્ર આવવાનો અને ભારતને ખરા અર્થમાં અદભુત બનાવે તેની ઉજવણી કરવાનો સમય હોય છે. ‘બિગ સેલિબ્રેશન, બિગર સ્ક્રીન’ ઓફર સાથે અમે પરિવારોને રોમાંચક પિક્ચર ગુણવત્તા, સિનેમાટિક સાઉન્ડ અને સેમસંગ વિઝન AI દ્વારા પાવર્ડ જ્ઞાનાકાર ફીચર્સ પ્રદાન કરતાં સેમસંગનાં AI-પાવર્ડ બિગ ટીવી અપગ્રેડ કરવા માટે પરિવારોને અભિમુખ બનવાની આ સમયને વધુ વિશેષ બનાવવા માગીએ છીએ. અમે બજારમાં ઈનોવેશનમાં આગેવાની કરવાનું ચાલુ લાખ્યું છે તેની સાથે અમારી પ્રીમિયમ ટેકનોલોજી વધુ પહોંચક્ષમ બનાવવા અને દેશભરના ગ્રાહકો માટે AI વ્યુઈંગ અનુભવની વ્યાપ્તિ વધારવા માટે કટિબદ્ધ છીએ.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button