ઓટોમોબાઇલ્સ

સેમસંગ દ્વારા ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’નું મુંબઈમાં વિસ્તરણઃ શિક્ષકો માટે AI અને ટેકનોલોજી તાલીમ લાવી

સેમસંગ દ્વારા ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’નું મુંબઈમાં વિસ્તરણઃ શિક્ષકો માટે AI અને ટેકનોલોજી તાલીમ લાવી

પ્રોગ્રામ શિક્ષકોને ઓન- ગ્રાઉન્ડ સત્રો, નિષ્ણાત પ્રેરિત વર્કશોપ અને મેન્ટરશિપના સંમિશ્રણ થકી ભાવિ- ટેક કૌશલ્ય સાથે સુસજ્જ કરશે.

ગેલેક્સી એમ્પાવર્ડ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ક્રિટિકલ થિન્કિંગ, ક્રિયેટિવિટી અને ક્લાસરૂમ ઈનોવેશનને પ્રમોટ કરે છે.

સહભાગીઓને સેમસંગ ડિવાઈસીસ પર ખાસ તૈયાર કરાયેલા વર્કશોપ, સર્ટિફિકેશન અને વિશેષ ઓફરોને વિના ખર્ચે પહોંચ મળશે.

ગુરુગ્રામ, ભારત, 22 ઓગસ્ટ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે અત્યાધુનિક ડિજિટલ ટૂલ્સ અને આધુનિક પેડાગોગીઝ સાથે શિક્ષકો, પ્રિન્સિપાલો અને શાળાના પ્રશાસકોનું કૌશલ્ય વધારીને ક્લાસરૂમમાં પરિવર્તન લાવવાના લક્ષ્ય સાથે અનોખો સમુદાય પ્રેરિત પ્રોગ્રામ ગેલેક્સી એમ્પાવર્ડનો મુંબઈ અધ્યાય લોન્ચ કરાયો હતો.

નવી દિલ્હીમાં 250 શાળાઓ સુધી પહોંચેલા અને 2700થી વધુ શિક્ષકોને સર્ટિફાઈડ કરનારા પ્રોગ્રામની સફળતાથી રજૂઆત પછી ગેલેક્સી એમ્પાવર્ડે હવે રાષ્ટ્રની શૈક્ષણિક ઈકોસિસ્ટમ પર કાયમી છાપ છોડવાની મહત્ત્વાકાંક્ષા સાથે ભારતના નાણાકીય અને શૈક્ષણિક કેન્દ્ર મુંબઈમાં તેની પહોંચ વિસ્તારી છે.

મુંબઈના લોન્ચ ઈવેન્ટમાં રાજ્ય અને પાડોશી રાજ્યની 250થી વધુ શાળાના 350 શિક્ષકો અને શાળાના આગેવાનો એકત્ર આવ્યા હતા, જે પ્રોગ્રામની ગતિ અને શિક્ષકોમાં વ્યાવસાયિક વિકાસ માટે મજબૂત માગણી અધોરેખિત કરે છે.

ઈવેન્ટમાં રાજ્યના કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાહસિકતા અને ઈનોવેશનના મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા, યુનેસ્કો, પેરિસ માટે ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ શ્રી વિશાલ વી શર્મા અને સીબીએસઈના સેક્રેટરી શ્રી હિમાંશુ ગુપ્તા તથા સેમસંગ ઈન્ડિયાના વરિષ્ઠ આગેવાનો, શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી, આઈજીસીએસઈ અને રાજ્યનાં મંડળોનું પ્રતિનિધિત્વ કરવા માટે અનેક શિક્ષકો હાજર રહ્યા હતા.

“મુંબઈ ભારતીય શિક્ષણમાં ઈનોવેશનના જોશને આલેખિત કરે છે. ગેલેક્સી એમ્પાવર્ડ સાથે અમે દેશભરમાં શિક્ષકોને વિદ્યાર્થીઓને સહભાગી કરવા, ઉત્સુકતા પ્રેરિત કરવા અને ક્લાસરૂમોમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે તેમને જરૂરી સાધનોથી સુસજ્જ કરી રહ્યા છીએ. અમારો ધ્યેય 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોને સશક્ત બનાવવાનો છે અને મુંબઈ તે પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના MX બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.

“ભારત અગાઉ કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે અને સેમસંગ ગેલેક્સી એમ્પાવર્ડ જેવી પહેલો કુશળ, ભાવિ તૈયાર રાષ્ટ્રને આકાર આપવાની અમારી સમાન કટિબદ્ધતા દર્શાવે છે. જો દરેક નાગરિક તેમનું શ્રેષ્ઠતમ આપે તો ભારતને વિશ્વ ગુરુ બનવાથી કોઈ રોકી નહીં શકશે. સેમસંગે આજે આપણે નિર્માણ કરવા માગીએ તે જીવનની રીત માટે દિશા સ્થાપિત કરી છે. શિક્ષકોને સશકત બનાવીને અમે એકત્ર સમાજના ભવિષ્યને આકાર આપીશું અને ભારત નવી ઊંચાઈ સર કરશે,’’ એમ મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ, એન્ટરપ્રેન્યોરશિપ અને ઈનોવેશન મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું.

શિક્ષકોને સશક્ત બનાવે છે, ક્લાસરૂમોને પ્રેરિત કરે છે.

ગેલેક્સી એમ્પાવર્ડ ત્રણ મુખ્ય પાયા પર તૈયાર કરવામાં આવ્યો છેઃ

1. AI અને ટેકનોલોજી અપસ્કિલિંગ – સાનુકૂળ ઓનલાઈન મોડ્યુલ્સ, રોમાંચક બૂટકેમ્પ્સ અને ડિજિટલ ટીચિંગ ટૂલ્સ, ક્લાસરૂમ એપ્સ અને વર્ચ્યુઅલ વાતાવરણ થકી હાથોહાથની તાલીમ.

2. પ્રયોગાત્મક શિક્ષણ અને સર્ટિફિકેશન – વ્યક્તિગત વર્કશોપ, મેન્ટરશિપ અને સર્ટિફિકેશન લેસન ડિઝાઈન, ટીચિંગ ઈનોવેશન અને શિક્ષકની સુખાકારી પર કેન્દ્રિય ટેકો આપે છે.

3. સમાવડિયાઓ સાથે નેટવર્કિંગ અને સમુદાય નિર્માણ– શિક્ષકો સમોવડિયાઓ, વિચારકો અને સેમસંગના મેન્ટરોના રાષ્ટ્રીય નેટવર્કને પહોંચ પ્રાપ્ત કરીને વિચારોનું આદાનપ્રદાન કરી શકે અને લાંબા ગાળાની વ્યાવસાયિક વૃદ્ધિ નિર્માણ કરી શકે છે.

“ગેલેક્સી એમ્પાવર્ડ થકી અમે શિક્ષકોને તેમના અધ્યાયમાં આસાનીથી AI અને ટેકનોલોજી જોડવા, સહભાગ વધારવા અને આવતીકાલ માટે સુસજ્જ કલાસરૂમો નિર્માણ કરવા માટે મદદ કરી રહ્યા છીએ. આ ફક્ત તાલીમ નથી, પરંતુ તે ચળવળ છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના MX બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.

“આપણા શિક્ષકોને સશક્ત બનાવવા તે ભવિષ્ય માટે ક્લાસરૂમમાં પરિવર્તન લાવવા અને શિક્ષકો તૈયાર કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. સેમસંગની ‘ગેલેક્સી એમ્પાવર્ડ’ પહેલ સમયસરનો પ્રયાસ છે, જે ભારતની સમાવેશકતા, સમાનતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યે કટિબદ્ધતાને ટેકો આપે છે, જ્યારે શિક્ષણ 2030 હેઠળ યુનેસ્કોના એસડીજી4 ગ્લોબલ ગોલ્સ સાથે સુમેળ પણ સાધે છે. 1.5 મિલિયન સ્કૂલો, 42,000 કોલેજો અને આશરે 1100 યુનિવર્સિટી અને 10 મિલિયન શિક્ષકો સાથે ભારત લોકશાહીની દુનિયામાં સૌથી વિશાળ શૈક્ષણિક ઈકોસિસ્ટમ છે. એનઈપી શિક્ષણ ક્ષેત્રમાં સૌથી મોટું વ્યૂહાત્મક પરિવર્તન છે. ડિજિટલ ટૂલ્સ સાથે શિક્ષકોને સુસજ્જ બનાવીને સમોવડિયા શીખ સમુદાયો અને ભાવિ તૈયાર તાલીમ સાથે પ્રોગ્રામ એનઈપી સાથે સુમેળ સાધે છે અને સ્થિતિસ્થાપક તથા ભાવિમાં ડોકિયું કરતી શૈક્ષણિક પ્રણાલી નિર્માણ કરવા ભારતની આગેવાની પર ભાર આપે છે. અમે શિક્ષક સમુદાયમાં રોકાણ કરવા માટે અને શૈક્ષણિક પરિવર્તનના મહત્ત્વપૂર્ણ પ્રવાસમાં યોગદાન આપવા માટે સેમસંગની સરાહના કરીએ છીએ,’’ એમ યુનેસ્કો પેરિસ માટે ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ વિશાલ વી શર્માએ જણાવ્યું હતું.

કોઈ અવરોધો નહીં, ફક્ત તકો

ગેલેક્સી એમ્પાવર્ડ શિક્ષકો અને સંસ્થાઓ માટે મફત પ્રોગ્રામ છે. દરેક સહભાગીઓને ખાસ સેમસંગની ઓફરને પહોંચ પ્રાપ્ત થાય છે, જેમાં સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પર વિશેષ કિંમતોનો સમાવેશ થાય છે. આ સાથે વિસ્તારી વોરન્ટી અને મફત વીમા વિકલ્પો પણ આવે છે.

“કામનું ભવિષ્ય આગામી વર્ષોમાં નોંધપાત્ર રીતે પરિવર્તન પામવા માટે સુસજ્જ છે, જેખી શિક્ષકોને ભાવિ તૈયાર રહેવાનું મહત્ત્વપૂર્ણ છે. AI કન્ટેન્ટ વિકાસ બહેતર બનાવવા, આકલન પ્રક્રિયા સુધારવા અને ક્લાસરૂમ સહભાગ સમૃદ્ધ બનાવવા માટે વ્યૂહરચનાત્મક એનેબ્લર તરીકે કામ કરી શકે છે. ખાસ કરીને જનરેટિવ AI તૈયાર પ્રોમ્પ્ટ્સ, કન્ટેન્ટ ક્રિયેશન અને ચોક્કસ શિક્ષણની જરૂરતો માટે મેપિંગ સોલ્યુશન્સ થકી નવી તકો ઓફર કરે છે. સેમસંગ ગેલેક્સી એમ્પાવર્ડ જેવી પહેલ શિક્ષકોને AI ટૂલ્સ સમજવામાં અને તેમને અસરકારક રીતે લાગુ કરવામાં મદદ કરે છે. સીબીએસઈ ખાતે અમે વહેલી ઉંમરથી જ તાર્કિક અને ક્રિયાત્મક ક્ષમતાઓ નિર્માણ કરવા માટે ધોરણ 3થી કમ્પ્યુટેશનલ થિન્કિંગ રજૂ કર્યું છે. હું શિક્ષકોના સશક્તિકરણ પ્રત્યે સેમસંગની કટિબદ્ધતાની સરાહના કરું છું અને તાલીમમાં AI પ્રેરિત આકલન સમાવવા પ્રોત્સાહન આપું છું,’’ એમ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન (સીબીએસઈ)ના સેક્રેટરી શ્રી હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું હતું.

ચળવળમાં જોડાઓ

મુંબઈના શિક્ષકોને પ્રોગ્રામના આગામી રૂબરૂ સત્રો અને ડિજિટલ તાલીમ સિરીઝમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button