ઓટોમોબાઇલ્સ

સેગમેન્ટમાં પ્રથમ OIS કેમેરા અને બહેતર ટકાઉપણા સાથે સેમસંગ ગેલેક્સી M17 5Gનું ભારતમાં વેચાણ શરૂ

સેગમેન્ટમાં પ્રથમ OIS કેમેરા અને બહેતર ટકાઉપણા સાથે સેમસંગ ગેલેક્સી M17 5Gનું ભારતમાં વેચાણ શરૂ

ગુરુગ્રામ, ભારત, 15 ઓક્ટોબર, 2025: સેમસંગે આજે ઘોષણા કરી હતી કે ભારતમાં ગ્રાહકો આજથી શરૂઆત કરતાં તાજેતરમાં લોન્ચ કરાયેલા ગેલેક્સી M17 5G ખરીદી શકે છે. ગેલેક્સી M17 5G એમેઝોન, Samsung.com અને ચુનંદા રિટેઈલ સ્ટોર્સમાં 4/128 GB વેરિયન્ટ માટે INR 12499થી મળશે, જ્યારે 6/128 GB અને 8/128 GB વેરિયન્ટ અનુક્રમે INR 13999 અને INR 15499માં મળશે. ગ્રાહકો ઈઝી EMI ઓફર્સ પણ લઈ શકે છે, જેમાં સર્વ અગ્રણી બેન્કો/ એનબીએફસી ભાગીદારો થકી 3 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈનો સમાવેશ થાય છે.

ગેલેક્સી M17 5G ભારતમાં સેમસંગના ઉત્તમ વેચાતા સ્માર્ટફોન્સમાંથી એક ગેલેક્સી M16 5Gની સફળતા પર નિર્મિત છે અને અત્યાધુનિક AI ઈનોવેશન્સ વ્યાપક દર્શકો સુધી લાવવાનો સેમસંગનો વારસો ચાલુ રાખ્યો છે.

તે 50MP OIS ટ્રિપલ- કેમેરા સિસ્ટમ સાથે INR 10000 – INR 15000 સેગમેન્ટમાં ‘‘નો શેક કેમેરા’’ સાથે આવે છે, જે બ્લર- ફ્રી ફોટોઝ અને શેક-ફ્રી વિડિયોઝ મઢી લેવા તૈયાર કરાઈ છે. અલ્ટ્રા- વાઈડ કેમેરા અને મેક્રો કેમેરાનો સમાવેશ ધારવતા વર્સેટાઈલ ટ્રિપલ લેન્સ સેટઅપ દરેક સીન માટે ફ્લેક્સિબલ ફ્રેમિંગ ઓફર કરે છે. ગેલેક્સી M17 5G અદભુત સેલ્ફીઝ માટે સેગમેન્ટમાં અવ્વલ 13 MP હાઈ રિઝોલ્યુશન ફ્રન્ટ કેમેરા સાથે આવે છે.

ગેલેક્સી M17 5G ફક્ત 7.5 mm સ્લિમ સાથે આવે છે અને તેમાં પ્રીમિયમ કેમેરા ડેકોની વિશિષ્ટતા ધરાવે છે, જે ઉત્કૃષ્ટતા ટકાઉપણા માટે સેગમેન્ટમાં અવ્વલ કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ® સાથે આવે છે, જે યુઝર્સને મનની સંપૂર્ણ મનની શાંતિ આપે છે. ડિવાઈસમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ માટે IP54 રિંગ પણ આવે છે. ગેલેક્સી M17 5G સુંદર રંગો મૂનલાઈટ સિલ્વર અને સફાયર બ્લેકમાં ઉપલબ્ધ છે.

ગેલેક્સી M17 5G13માં ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ રજૂ કરાયું છે, જે ગેલેક્સી ઈકોસિસ્ટમમાં મોબાઈલ AIની વ્યાપ્તિ વધુ વધારશે. ઉપરાંત તેમાં જેમિની લાઈવ છે, જે AI દ્વારા પાવર્ડ અસલ સમયમાં વિઝ્યુઅલ વાર્તાલાપ થકી નવો AI અનુભવ પ્રદાન કરે છે. ગેલેક્સી M17 5G સીધા આઉટ ઓફ ધ બોક્સ વન UI 7 સાથે એન્ડ્રોઈડ 15 પર ચાલે છે, જે સ્વચ્છ, જ્ઞાનાકાર અને કસ્ટમાઈઝેબલ યુઝર અનુભવ પ્રદાન કરે છે.

ગેલેક્સી M17 5Gમાં બહેતર કલર કોન્ટ્રાસ્ટ માટે 1100 nits HBM પીક બ્રાઈટનેસ સાથે સેગમેન્ટમાં અવ્વલ 6.7” FHD+ સુપર AMOLED ધરાવે છે, જે રોમાંચક વ્યુઈંગ અનુભવ પૂરો પાડે છે. 6nm- આધારિત એક્સિનોસ 1330 પ્રોસેસર દ્વારા પાવર્ડ ગેલેક્સી M17 5G સહજ મલ્ટીટાલ્કિંગ માટે આદર્શ ઝડપી અને વીજ કાર્યક્ષમ કામગીરી પ્રદાન કરે છે.

ગેલેક્સી M17 5G સેમસંગ નોક્સ વોલ્ટ સાથે આવે છે, જે સેમસંગનું અત્યાધુનિક, હાર્ડવેર આધારિત સિક્યુરિટી ઈનોવેશન હાર્ડવેર અને સોફ્ટવેરના ખતરા સામે યુઝર ડેટાનું રક્ષણ કરે છે. ઉપરાંત વોઈસ ફોકસ જેવા ફીચર્સ બેકગ્રાઉન્ડ નોઈઝ ઓછો કરે છે, જેથી સ્પષ્ટ અને વધુ ઉત્તમ કોલ ગુણવત્તાની ખાતરી રાખે છે. તેમાં ‘‘ટેપ એન્ડ પે’’ ફંકશનાલિટી સાથે સેમસંગ વોલેટ પણ છે, જે ગ્રાહકોને ફક્ત એક ટેપમાં આસાનીથી પેમેન્ટ સંરક્ષિત બનાવવા માટે અભિમુખ બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button