ઓટોમોબાઇલ્સ

સેમસંગ ઈન્ડિયા દ્વારા તેના અત્યાધુનિક ગેલેક્સી બડ્સ 4 પ્રો લોન્ચઃ પ્રી-ઓર્ડર આજથી શરૂ

સેમસંગ ઈન્ડિયા દ્વારા તેના અત્યાધુનિક ગેલેક્સી બડ્સ 4 પ્રો લોન્ચઃ પ્રી-ઓર્ડર આજથી શરૂ
ગુરુગ્રામ, ભારત, ફેબ્રુઆરી 2026 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ઉત્કૃષ્ટ હાય- ફાય ઓડિયો અને રોજબરોજની વેરેબિલિટીનો નવો દાખલો બેસાડતા તેના ગેલેક્સી બડ્સ 4 પ્રો અને ગેલેક્સી બડ્સ 4 આજથી આરંભ કરતાં પ્રી- ઓર્ડર માટે ઉપલબ્ધ છે એવી ઘોષણા કરવામાં આવી છે. પહેલી વાર બડ્સ 4 પ્રોમાં વાઈડર વૂફર છે, જેમાં બહેતર એક્ટિવ નોઈઝ કેન્સલેશન (એએનસી) અને મૂળ રેકોર્ડિંગને સાર્થક કરતા સાઉન્ડ માટે બહેતર એડપ્ટિવ ઈક્વિલાઈઝર (ઈક્યુ)ની વિશિષ્ટતા છે. ઊંડું એઆઈ ઈન્ટીગ્રેશન લોકો દિવસભર ઈયરબડ્સ જે રીતે સાંભળે, તેની સાથે હરેફરે અને જીવે તે રીતે ડિઝાઈન કરવાની સેમસંગની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.
બહેતર સ્થિરતા અને આખા દિવસના આરામ માટે મહત્તમ બનાવાયેલી કમ્પ્યુટેશનલ ડિઝાઈન
બડ્સ 4 સિરીઝ સાથે સેમસંગે નવી બડ્સ બ્લેડ ડિઝાઈન રજૂ કરી છે, જે કમ્પ્યુટેશનલ સિદ્ધિ લાખ્ખો વૈશ્વિક એર ડેટા પોઈન્ટ્સ અને 10,000થી વધુ સિમ્યુલેશન્સ પર આધારિત છે. બડ્સ 4 સિરીઝમાં વધુ આરામદાયક અનુભવ પ્રદાન કરવા માટે અત્યંત સ્લીક, એગોર્નોમિક ફિટની વિશિષ્ટતા છે. નવી સ્ટેબિલાઈઝ્ડ કરાયેલી બ્લેડ પ્રીમિયમ મેટલ ફિનિશનો ઉઠાવ વધારે છે અને ઉપભોક્તાઓને સેટિંગ્સ લોકેટ અને એડજસ્ટ કરવા માટે મદદરૂપ થવા એન્ગ્રેવ્ડ પિંચ કંટ્રોલ એરિયા છે. નવું પારદર્શક ક્લેમશેલ- પ્રકારનું ક્રેડલ સંગ્રહ અને ચાર્જિંગ સુવિધાજનક બનાવવા સાથે બ્લેડની ડિઝાઈન સ્ટાઈલિશ, ઉચ્ચ ગુણવત્તાનો સાંભળવાનો અનુભવ પ્રદાન કરે છે.
ગેલેક્સી બડ્સ 4 પ્રો અને બડ્સ 4 અજોડ ડિઝાઈન આર્કિટેક્ચર્સ પ્રદાન કરે છે. ગેલેક્સી બડ્સ 4 પ્રોમાં મહત્તમ ફંકશનાલિટી સાથે ઉત્તમ સાઉન્ડ માટે કેનાલ- ફિટ ડિઝાઈન છે. ગેલેક્સી બડ્સ 4ની ઓપન- ફિટ ડિઝાઈન આરામદાયક, ઉપભોક્તા અનુકૂળ ઓડિયો અનુભવ પ્રદાન કરે છે. ગેલેક્સી બડ્સ 4 પ્રો અને બડ્સ 4 મેટી ફિનિશ સાથે વ્હાઈટ અને બ્લેકમાં અને બડ્સ 4 પ્રો માટે ઓનલાઈન- એક્સક્લુઝિવ પિંક ગોલ્ડમાં ઉપલબ્ધ છે.
ઈનોવેટિવ હાર્ડવેર અપડેટ્સ સાથે ઉત્કૃષ્ટ હાય- ફાય સાઉન્ડ
ગેલેક્સી બડ્સ4 પ્રોમાં 20Hz to 40,000Hz (40kHz)નો ફ્રિક્વન્સી પ્રતિસાદ છે, જે વધુ ડિટેઈલ્ડ, ફુલ બોડીડ સાઉન્ડ માટે ડીપ બાસ અને હાઈ ટ્રેબલ ઉત્પન્ન કરવાની તેની ક્ષમતા દર્શાવે છે.
વિશાળ સ્પીકર્સ બહેતર સાઉન્ડ ક્વોલિટી ઓફર કરે છે અને બડ્સ 4 પ્રો નવા વાઈડર વૂફર રજૂ કરે છે. તેનો મહત્તમ વાઈબ્રેશન એરિયા અને મિનિમાઈઝ્ડ ધાર અસરકારક સ્પીકરની જગ્યા ગત પેઢી કરતાં લગભગ 20 ટકાથી વધારે છે. ટ્વીટર સાથે એકત્રિત કરતાં તે ક્લીન બાસ અને રિચ ટ્રેબલ સાથે નેચરલ, ઈમર્સિવ ઓડિયો પ્રદાન કરે છે તે તેના મૂળ રેકોર્ડિંગને સાર્થક કરતાં 24-bit/96kHz ઓડિયોને સપોર્ટ કરે છે.
આ હાર્ડવેર બહેતરીઓ વાયોલિનના હાઈ, રિસોનન્ટ સાઉન્ડથી ડબલ બાસના ડીપ પલ્સીસ સુધી બધું જ ઉત્તમ રીતે મઢી લે છે. ઉપરાંત બહારી માઈક્રોફોન પવન અને અન્ય બહારી પરિબળોનો ફીડબેક લઘુતમ કરવા સાથે એક્ટિવ નોઈઝ કેન્સલેશન મહત્તમ બનાવવા માટે મેટલ ફિનિશની ઉપરની બાજુ પર ગોઠવવામાં આવ્યો છે.
બહેતર એડપ્ટિવ ઈક્યુ અને એએનસી સાથે મહત્તમ ઓડિયો અનુભવ
ગેલેક્સી બડ્સ 4 સિરીઝ પર બહેતર એએનસી ખરા અર્થમાં બદલાતા વાતાવરણને અનુરૂપ રોમાંચક ઓડિયો અનુભવની ખાતરી રાખવા માટે રોજબરોજના બેકગ્રાઉન્ડના અવાજને ટ્યુન આઉટ કરે છે. દાખલા તરીકે, બસ, ટ્રેન અથવા વિમાનમાં પ્રવાસ કરતી વખતે બડ્સ 4નું બહેતર બનાવાયેલું એક્ટિવ નોઈઝ કેન્સલેશન સમૃદ્ધ, સંતુલિત અવાજ જાળવી રાખીને લો- ફ્રિક્વન્સી એન્જિનનો અવાજ ઓછો કરે છે, જેથી ઉપભોક્તાઓ સંગીત, પોડકાસ્ટ્સ અથવા કોલ્સ પર વિચલિત થયા વિના ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
બહેતર એડપ્ટિવ એએનસી/ ઈક્યુ પહેરવાની સ્થિતિઓનું વિશ્લેષણ કરીને અને દરેક ઉપભોક્તાના અજોડ કામના આકારનું વિશ્લેષણ કરીને અવાજનું લીકેજ લઘુતમ કરે છે. ડાયનેમિક ફ્રિક્વન્સી એડજસ્ટ્સમેન્ટ્સ સાથે આ વિશિષ્ટતા વ્યક્તિગતની જરૂરત અનુસાર ટ્યુન કરેલા પીક નોઈઝ- કેન્સલિંગ પરફોર્મન્સ માટે અસલ સમયમાં મહત્તમ એએનસી અલ્ગોરિધમ લાગુ કરે છે.
ફોન કોલ દરમિયાન અત્યંત સ્પષ્ટ કોલ પારંપરિક બ્લુટૂથ કોલ્સની બેન્ડવિથ બેગણી કરવા માટે સુપર વાઈડબેન્ડ કોલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ઉપભોક્તાઓ ધમધમતી રેસ્ટોરાંમાં ભોજન કરતા હોય કે મેદાનમાં બાળકો સાથે સમય વિતાવતા હોય, તેમનો અવાજ રૂબરી બોલતા હોય તેમ જ ક્રિસ્પ અને ક્લિયર રહે છે.
સમૃદ્ધ ગેલેક્સી ઈકોસિસ્ટમ અનુભવ
બડ્સ 4 સિરીઝ સાથે ઉપભોક્તાઓ એઆઈ એજન્ટ્સ તેમના ફોન સુધી પહોંચ્યા વિના વોઈસ કંટ્રોલ્સ સાથે – બિક્સબી, ગૂગલ જેમિની અને પર્પ્લેક્સિટીની પહેલ કરી શકે છે, જે તેને તેમના રોજબરોજના રુટિન્સમાં એઆઈ જોડવાનું આસાન બનાવે છે.
બડ્સ 4 પ્રોમાં હેડ જેસ્ચર કંટ્રોલ્સ પણ છે, જે કોલ્સ મેનેજ કરે છે અને બિક્સબી સાથે એન્ગેજ થાય છે. તે ઉપભોક્તાઓને વિચલિત થયા વિના અથવા તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં અવરોધ વિના તેમનો દિવસ પસાર કરાવે છે.
કિંમત અને ઉપલબ્ધતા
ગેલેક્સી S26 સિરીઝ સાથે ગેલેક્સી બડ્સ 4 સિરીઝ આજથી આરંભ કરતાં ચુનંદી બજારોમાં પ્રી-ઓર્ડ માટે ઉપલબ્ધ છે. સામાન્ય ઉપલબ્ધતા 11 માર્ચથી શરૂ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button