ઓટોમોબાઇલ્સ

સેમસંગ દ્વારા ભારતમાં મનોહર ફ્લોરલ ડિઝાઈન અને દીર્ઘ ટકાઉ કામગીરી સાથેનાં સિંગર ડોર રેફ્રિજરેટરની નવી રેન્જ રજૂ કરાઈ

સેમસંગ દ્વારા ભારતમાં મનોહર ફ્લોરલ ડિઝાઈન અને દીર્ઘ ટકાઉ કામગીરી સાથેનાં સિંગર ડોર રેફ્રિજરેટરની નવી રેન્જ રજૂ કરાઈ
આઠ નવા મોડેલ સાથે તેના રેફ્રિજરેટરનો પોર્ટફોલિયો વિસ્તારતાં 183 લિ સિંગલ ડોર રેન્જમાં રેડ અને બ્લુ રંગોમાં બે ડિઝાઈન રખાઈ છે, જે રૂ. 19999થી શરૂ થાય છે.
આધુનિક ટેકનોલોજી સાથે એસ્થેટિક્સને સંમિશ્રિત કરતાં નવી રેન્જ 20 વર્ષની વોરન્ટી, સ્ટેબિલાઈઝર- ફ્રી કામગીરી, બ્રાઈટ એલઈડી લાઈટિંગ, ટફન્ડ ગ્લાસ શેલ્સ અને પ્રેક્ટિકલ બેઝ સ્ટેન્ડ ડ્રોઅર સાથે ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર ઓફર કરે છે.

 

ગુરુગ્રામ, ભારત, 10 સપ્ટેમ્બર, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની 183 લિ. ક્ષમતામાં સિંગલ ડોર રેફ્રિજરેટર રેન્જ રજૂ કર્યાની ઘોષણા કરવામાં આવી હતી, જે કિફાયતી અને સ્ટાઈલિશ રેફ્રિજરેટર જોતા ભારતીય પરિવારોની જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરાયાં છે. બે ફ્લોરલ પેટર્ન્સ બેગોનિયા અને વાઈલ્ડ લિલીમાં આઠ નવા મોડેલ સાથે નવાં સિંગલ ડોર રેફ્રિજરેટરો રેડ અને બ્લુ રંગમાં અને 3 સ્ટાર અને 5 સ્ટાર એનર્જી રેટિંગ્સમાં ઉપલબ્ધ છે. નવી લાઈન-અપ અદભુત ડિઝાઈન, આધુનિક વિશિષ્ટતાઓ અને ઉત્કૃષ્ટ ટકાઉપણાને જોડે છે, જે તેને રોજબરોજના જીવનમાં સ્ટાઈલ અને વિશ્વસનીયતા જોતા પરિવારો માટે આદર્શ પસંદગી બનાવે છે.

એસ્થેટિક્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી નવી સિંગલ ડોર રેન્જ આધુનિક ભારતીય ઘરો માટે તૈયાર કરાઈ છે. બેગોનિયા અને વાઈલ્ડ લિલી ફ્લોરલ પેટર્ન્સ કિચનનો લૂક વધારવા માટે ઘડવામાં આવી છે, જ્યારે બાર હેન્ડલ સાથે સ્લીક ગ્રાન્ડ ડોર ડિઝાઈન સુવિધાજનક ઉપયોગિતા સાથે પ્રીમિયમ અહેસાસની ખાતરી રાખે છે. વાઈબ્રન્ટ રંગો અને મનોહર પેટર્ન્સ સાથે આ રેફ્રિજરેટરો ફક્ત એપ્લાયન્સીસ નથી, પરંતુ સ્ટેટમેન્ટના નંગો છે, જે કામગીરી સાથે સૌંદર્યને સહજ રીતે સંમિશ્રિત કરે છે.

“આ નવી સિંગલ ડોર રેફ્રિજરેટર રેન્જ સાથે અમે સેમસંગની ડિઝાઈન નિપુણતા અને ટેકનોલોજિકલ ઈનોવેશનને એકત્ર લાવીને સુંદર અને કાર્યક્ષમ હોય તેવી પ્રોડક્ટ નિર્માણ કરી છે. ફ્લોરલ પેટર્ન સિંગલ ડોર રેફ્રિજરેટરો ભારતીય ગ્રાહકોમાં અત્યંત લોકપ્રિય છે, જેનું એકંદર સિંગલ ડોરના વેચાણમાં 70 ટકા યોગદાન છે. ભારતીય ગ્રાહકો વધુ ને વધુ એવાં એપ્લાયન્સીસ ચાહે છે, જે તેમના ઘરના ઈન્ટીરિયરને પૂરક હોય અને મજબૂત કામગીરી આપે અને આ નવી લાઈન- અપ તે જ પ્રદાન કરે છેઃ સ્ટાઈલ, સુવિધા અને દીર્ઘ ટકાઉ વિશ્વસનીયતાનું સંતુલન,’’ એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ ઘુફરાન આલમે જણાવ્યું હતું.

નવી રેન્જ રોજબરોજની ઉપયોગિતા બહેતર બનાવવા માટે વિશિષ્ટતાઓથી સમૃદ્ધ છે. ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર 20 વર્ષની વોરન્ટી સાથે શાંત કામગીરી, ઊર્જા કાર્યક્ષમતા અને વિશ્વસનીયતી કામગીરી પ્રદાન કરે છે. સ્ટેબિલાઈઝર મુક્ત કામગીરીને લીધે રેફ્રિજરેટર વોલ્ટેજમાં વધઘટ દરમિયાન પણ સ્થિરતાથી ચાલતું રહે છે, જેને લીધે વિદ્યુત હાનિથી તેનું રક્ષણ થાય છે. ભીતર બ્રાઈટ એલઈડી લેમ્પ દરેક ખૂણામાં પ્રકાશ પાથરે છે, જ્યારે ઊર્જાનો અત્યંત ઓછો ઉપભોગ કરે છે અને પારંપરિક બલ્બ કરતાં વધુ ટકાઉ છે. ટફન્ડ ગ્લાસ શેલ્સ 175 કિગ્રા સુધી વહન કરી શકે છે, જે વજન ભારે પોટ્સ અને પેન્સ માટે તેને આદર્શ બનાવે છે. ચુનંદા મોડેલ બેઝ સ્ટેન્ડ ડ્રોઅર સાથે પણ આવે છે, જે 11.8 લિ. વધુ સ્ટોરેજ આપે છે, જેથી કાંદા અને બટેટા જેવી ચીજો આયોજનબદ્ધ રીતે સૂકી રાખે છે અને કૂલિંગની જગ્યાથી અલગ રહે છે.

નવી સિંગલ ડોર રેફ્રિજરેટર રેન્જ 3 સ્ટાર મોડેલ માટે રૂ. 19999થી અને 5 સ્ટાર મોડેલ માટે રૂ. 21999થી શરૂ થાય છે. આ લોન્ચ સાથે સેમસંગે આધુનિક એસ્થેટિક્સ, ઉત્કૃષ્ટ કામગીરી અને બેજોડ ટકાઉપણાને જોડતાં એપ્લાયન્સીસ સાથે ભારતીય પરિવારોને સશક્ત બનાવવા માટે કટિબદ્ધતા ચાલી રાખીને રોજબરોજનું જીવન સહજ રીતે સ્ટાઈલિશ અનુભવમાં ફેરવી દીધું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button