સેમસંગએ વધુ સ્માર્ટ, ઉર્જા કાર્યક્ષમ કૂલીંગ માટે મેડ-ઇન-ઇન્ડિયા WindFree™ કેસેટ AC લોન્ચ કર્યા

સેમસંગએ વધુ સ્માર્ટ, ઉર્જા કાર્યક્ષમ કૂલીંગ માટે મેડ-ઇન-ઇન્ડિયા WindFree™ કેસેટ AC લોન્ચ કર્યા
સ્માર્ટથિંગ્સ ઇન્ટિગ્રેશન અને શાંત, ડ્રાફ્ટ-મુક્ત હવા ફેલાવા માટે WindFree™ કૂલિંગ સાથે બિલ્ટ-ઇન વાઇ-ફાઇ સુવિધાઓ
પર્યાવરણને અનુકૂળ R32 રેફ્રિજરેન્ટનો ઉપયોગ કરે છે, 48% સુધી ઊર્જા બચત આપે છે[1], અને સ્થાનિક પરિસ્થિતિઓ માટે ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે
14 ઓક્ટોબર, 2025થી સમગ્ર ભારતમાં સેમસંગના અધિકૃત વાણિજ્યિક AC ભાગીદારો દ્વારા ઉપલબ્ધ
ગુરુગ્રામ, ભારત, 14 ઓક્ટોબર, 2025 – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે તેના અદ્યતન મેઇડ ઇન ઇન્ડિયા સ્માર્ટ WindFree™ કેસેટ એર કન્ડીશનર્સને લોન્ચ કર્યા હોવાની ઘોષણા કરી છે. નવી ઉત્પાદનશ્રેણીમાં ઇન્ટેલિજન્ટ કનક્ટિલીટી, ઇકો-કોન્શિયસ ડિઝાઇન અને પ્રિમીયમ કંફોર્ટનું સંયોજન છે, જે વાણિજ્ય અને ઘરેલુ કૂલીંગ ઉકેલોના ભવિષ્યમાં સુધારો કરે છે.
સ્માર્ટર કંટ્રોલ, કાર્યક્ષમ પર્ફોમન્સ અને વિસ્તરિત સુખાકારી ડિલીવર કરવામાં બનાવવામાં આવેલ નવી રેન્જ બિલ્ટ-ઇન વાઇ-ફાઇ અંતરાયમુક્ત સ્માર્ટથિંગ્સ ઇન્ટીગ્રેશન અને સેમસંગની વિશિષ્ટ WindFree™ કૂલીંગ ટેકનોલોજીથી સજ્જ છે, જે કઠોર કોલ્ડ ડ્રાફ્ટ્સ વિના સતત આરામ પ્રદાન કરે છે અને સમગ્ર ભારતમાં વપરાશકર્તાઓ માટે સુવિધા અને આરામનું એક નવું સ્તર લાવે છે. પર્યાવરણને અનુકૂળ R32 રેફ્રિજરેન્ટનો ઉપયોગ સેમસંગની ટકાઉપણાં પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ સમર્થન આપે છે.
“આજે આરામ ફક્ત રૂમને ઠંડો કરવા વિશે નથી, પરંતુ ઇન્ટેલિજન્ટ, ટકાઉ અને ખરેખર ભારતમાં આપણા ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ હોય તેવો અનુભવ બનાવવા વિશે છે. અમારા નવા WindFree™ કેસેટ AC, ગર્વથી ભારતમાં બનેલા, ડિઝાઇનની પ્રીમિયમ ભવ્યતા, પર્યાવરણને અનુકૂળ રેફ્રિજન્ટ્સની ખાતરી અને સ્માર્ટથિંગ્સ કનેક્ટિવિટીની ઇન્ટેલિજન્ટને એકસાથે લાવે છે. તે ફક્ત શક્તિશાળી પ્રદર્શન જ નહીં પરંતુ કાયમી સુખાકારી, ઊર્જા બચાવવા, પર્યાવરણીય અસર ઘટાડવા અને આરામનું નવું પરિમાણ પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યા છે. “આ લોન્ચ સાથે, અમે દેશભરના વ્યવસાયો અને ગ્રાહકોની વિકસતી જીવનશૈલી સાથે એર કન્ડીશનીંગ કેવી રીતે વધુ સ્માર્ટ, હરિયાળું અને વધુ સુસંગત બની શકે છે તે માટે એક માપદંડ સ્થાપિત કરી રહ્યા છીએ,” એમ સેમસંગ ઇન્ડિયાના સિસ્ટમ ACના વડા વિપિન અગ્રવાલે જણાવ્યું હતું.
કનેક્ટેડ કૂલિંગ સાથે સ્માર્ટ કંટ્રોલ ગમે ત્યારે, ગમે ત્યાં
વપરાશકર્તાઓ સેમસંગ સ્માર્ટથિંગ્સ એપ્લિકેશન સાથે બિલ્ટ-ઇન વાઇ-ફાઇ દ્વારા તેમના કેસેટ ACને સરળતાથી કનેક્ટ કરી શકે છે, જેનાથી વધારાના મોડ્યુલની જરૂરિયાત દૂર થાય છે. તેઓ ઘરે, ઓફિસમાં અથવા ફરતા હોય ત્યારે સીધા તેમના સ્માર્ટફોનથી તેમના ઇન્ડોર વાતાવરણનું નિરીક્ષણ, સંચાલન અને પર્સનાલાઇઝ કરી શકે છે.
સ્માર્ટથિંગ્સની મુખ્ય સુવિધાઓમાં શામેલ છે:
વૉઇસ કંટ્રોલ: સેમસંગ બિક્સબી, એમેઝોન એલેક્સા અથવા ગૂગલ આસિસ્ટન્ટ જેવા વૉઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ કરીને તાપમાન અને સેટિંગ્સને નિયંત્રિત કરો
વેલકમ કૂલિંગ મોડ: આગમન પહેલાં તમારી જગ્યાને પસંદગીની સેટિંગ્સમાં આપમેળે ઠંડુ કરવા માટે GPS ટ્રેકિંગનો ઉપયોગ કરે છે
ગુડ સ્લીપ મોડ: 48% સુધી ઉર્જા બચાવતી વખતે તમારા સ્લીપ સાયકલરને અનુકૂલિત કરે છે[1]
આરામદાયક ભેજ નિયંત્રણ: તાપમાન અને ભેજ સેન્સરનો ઉપયોગ કરીને સ્થિર ઇન્ડોર પરિસ્થિતિઓ જાળવી રાખે છે, જ્યારે 19% સુધી બચત કરે છે. જ્યારે ડ્રાય મોડમાં 19% ઉર્જા[2] બચાવે છે
પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ઠંડક
આ શ્રેણી R32 રેફ્રિજરેન્ટનો ઉપયોગ કરે છે, જે પરંપરાગત રેફ્રિજરેન્ટ્સ કરતાં નોંધપાત્ર રીતે ઓછી ગ્લોબલ વોર્મિંગ ક્ષમતા (GWP) ધરાવે છે. સ્વચ્છ ઇન્ડોર વાતાવરણ માટે, અતિ-સુક્ષ્મ ધૂળના કણોને પકડવા અને હવા શુદ્ધતા સુધારવા માટે વૈકલ્પિક PM 1.0 ફિલ્ટરેશન સિસ્ટમ ઉપલબ્ધ છે..
ઠંડક વિના ઠંડુ – WindFree™ કમ્ફર્ટ
ઠંડી હવાના મજબૂત જેટ ફૂંકતા પરંપરાગત એર કંડિશનર્સથી વિપરીત, સેમસંગનું વિન્ડફ્રી™ કૂલિંગ ઠંડી હવાને ધીમેથી ફેલાવવા માટે હજારો માઇક્રો-હોલ્સનો ઉપયોગ કરે છે. આ “સ્થિર હવા” વાતાવરણ બનાવે છે, જેમાં ન્યૂનતમ પંખાની ગતિ હોય છે અને આમ સતત, શાંત અને ઉર્જા-કાર્યક્ષમ ઠંડક જાળવી રાખીને ઠંડા ડ્રાફ્ટ્સને દૂર કરે છે. ACની આ શ્રેણી ઓફિસ, આતિથ્ય અને સુખાકારી જગ્યાઓ માટે આદર્શ છે.
કિંમત અને ઉપલબ્ધતા
સેમસંગનું નવું સ્માર્ટ કેસેટ AC રૂ. 65,000 (GST સિવાય)ની પ્રારંભિક કિંમત સાથે આવે છે અને ઓક્ટોબર 2025થી સમગ્ર ભારતમાં સેમસંગના અધિકૃત વ્યાપારી AC ચેનલ ભાગીદારો દ્વારા ઉપલબ્ધ થશે.