ગુજરાત

શિનોર: બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના કર્મનિષ્ઠ પ્યુન દેવીન પટેલની ૨૮ વર્ષની સેવા બાદ ભવ્ય વિદાય

શિનોર: બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના કર્મનિષ્ઠ પ્યુન દેવીન પટેલની ૨૮ વર્ષની સેવા બાદ ભવ્ય વિદાય

ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિ.શિનોર શાખામાં પ્યુન તરીકે સેવા આપતા દેવીન પટેલ વયમર્યાદાથી નિવૃત્ત થતાં બ્રાન્ચ મેનેજરો તથા મંડળીના પ્રમુખ ,મંત્રીઓ દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી.
શિનોર મુકામે આવેલ થી બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેંક લી. ના પ્યુન તરીકે સેવા આપતા દેવીન હસમુખભાઈ પટેલ સતત 28 વર્ષની સેવા આપી વય નિવૃત્તિ લેતાં આજરોજ તારીખ 31 માર્ચ 2026 મહાવીર જયંતિ,અને માર્ચ એન્ડિંગ ના દિવસે શિનોર મુકામે સાધલી ,શિનોર અને સેગવાના બ્રાન્ચ મેનેજર સંદીપ પટેલ તરુણ પટેલ તથા મનીષ પટેલ અને સ્ટાફ દ્વારા ફુલોના બુકે, શ્રીફળ અને સ્મૃતિ ભેટ આપીને બહુમાન કરી વિદાય આપી હતી, આ પ્રસંગે ત્રણેય બેન્કનો સ્ટાફ હાજર રહ્યો હતો અને હેડ ઓફિસ વડોદરાથી આવેલા ડેવલોપિંગ ઓફિસર હેમંત પટેલ દ્વારા પણ બહુમાન કરાયું હતું.શિનોર બ્રાન્ચના મંડળીના પ્રમુખ તથા મંત્રી પણ હાજર રહ્યા હતા. દેવીન પટેલની 28 વર્ષની સેવા દરમિયાન કોઈપણ જાતની કોઈના પણ તરફથી ફરિયાદ આવેલ નથી અને તેઓ પોતે પ્યૂન ની સેવા સાથે સ્વ અનુભવના કારણે ગ્રાહકોને તમામ બેન્કિંગની સેવા પણ આપતા હતા. વિદાય પ્રસંગે તેઓ ભાવવિભોર બન્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button