સ્પોર્ટ્સ

શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓની રોલર સ્કેટ બાસ્કેટબોલ ફેડરેશન કપ: 2024 મા રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ


 

સુરત શહેરના હાર્દસમા વિસ્તારમાં સ્થિત શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ, ઉધના સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓ ગત તારીખ: 28- 29 અને 30 જુલાઈ 2024 ના રોજ 5th રોલર સ્કેટ બાસ્કેટબોલ ફેડરેશન કપ: 2024 માટે ડોન બોસ્કો સ્કુલ- પણજી, ગોવા ખાતે સમગ્ર ગુજરાતમાંથી અન્ડર 14 ગર્લ્સ એન્ડ બોયઝ કેટેગરીમાં, બાસ્કેટબોલ સ્કેટિંગ માટે ભાગ લીધો હતો.

જેમાં વિદ્યાર્થીનીઓ ની કેટેગરીમાં મીનાક્ષી રાજપુરોહિત, અમદાવાદવાલા બતુલ અને રાજપુરોહિત સાક્ષી ગોલ્ડ મેડલ વિજેતા બન્યા હતા તેમજ ચેમ્પિયનશિપ ટ્રોફી સાથે વિજેતા થયા હતા. જ્યારે વિદ્યાર્થીઓની કેટેગરી અન્ડર 14 બોયઝ માટે બાસ્કેટબોલ ફેડરેશન કપ 2024 માટે સોહમ સાલુંકે, આદિત્ય ગુપ્તા અને અયાન ખાન સિલ્વર મેડલ સાથે દ્વિતીય સ્થાને વિજેતા થયેલ હતા. તમામ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. *શાળા ના સ્કેટિંગ કોચ જાસ્મીન રાણા એ આ તમામ વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ પૂરું પાડ્યું હતું.*

 

વધુમાં, આ વિદ્યાર્થીઓ સપ્ટેમ્બર- 2024 દરમિયાન વિશ્વકક્ષાએ રોલર સ્કેટ બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી શ્રીલંકામાં ભારત દેશનું નેતૃત્વ સંભળાશે. શાળા પરિવાર આ તમામ વિદ્યાર્થીઓને તેઓના ઉત્કૃષ્ટ દેખાવ બદલ અભિનંદન પાઠવે છે. શાળાના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ તેમજ આચાર્યશ્રી અને શિક્ષકોએ સર્વને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button