ધર્મ દર્શન

સતિષાણામાં સ્વર્ગસ્થ પુત્રની સ્મૃતિમાં શ્રીમદ ભાગવત કથા સંપન્ન

સતિષાણામાં સ્વર્ગસ્થ પુત્રની સ્મૃતિમાં શ્રીમદ ભાગવત કથા સંપન્ન

શિનોર તાલુકા ના સતિષાણા ગામે ” સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં “માતા-પિતા ધ્વારા, યોજાયેલ સાત દિવસ ની શ્રીમદ ભાગવત કથા આજે સુદામા ચરિત્ર સાથે ભક્તિ ભાવ સાથે સંપન્ન કરવામાં આવી હતી.
શિનોર તાલુકાના સતિષાણા ગામે પોતાના લાડકવાયા સ્વર્ગસ્થ પુત્ર ની પાવન સ્મૃતિને આજે પણ નહિ વિસરી શકેલા પિતા ભાસ્કરભાઇ પુરોહિત તથા માતા રમાબેન પુરોહીત ધ્વારા સ્વર્ગસ્થ પુત્ર હાર્દિક ઉર્ફે લખુ ની સ્મૃતિમાં સાત દિવસ ની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા છે. શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ અને સતિષાણા ગામના વતની ભાસ્કરભાઇ પુરોહિત અને તેમના ધર્મપત્ની રમાબેન પુરોહીત ધ્વારા તેઓના લાડકવાયા સ્વર્ગસ્થ પુત્ર હાર્દિક ની પાવન સ્મૃતિમાં સાત દિવસ ની શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા સપ્તાહ નું ભવ્ય આયોજન કર્યુ હતુ..તારીખ 7 ડિસેમ્બર થી તારીખ 13 ડિસેમ્બર સુધી ની આ કથાનું સંગીતમય રસપાન વ્યાસપીઠ પરથી આચાર્ય શ્રી રૂપેશભાઇ શાસ્ત્રી , સીતારામ કરાવી રહ્યા છે..ભાગવત કથામાં આવતા વિવિધ પ્રસંગોના સુંદર નિરૂપણ સાથે કથા નું રસપાન કરાવી રહેલા રૂપેશભાઇ શાસ્ત્રીએ અંતિમ ચરણ માં પહોંચેલી કથાના છઠ્ઠા દિવસે વ્યસન કરો પણ શેનું કરો એ વિષય પર પોતાની આગવી શૈલી માં સુંદર રસપાન કરાવતાં , કાનાની ગોપીઓ જણાવે છે કે કનૈયા તારા કરતા તારી કથા અમૃત સમાન છે આ કથા કાનાને ભુલાવે છે , કથા શ્રવણ કરી રહેલા ભક્તો ભાવવિભોર જોવા મળ્યા હતા,અંતિમ દિવસે સુદામા ચરિત્રના રસપાન સાથે સંપન્ન થયેલ આ કથાશ્રવણનો લાભ સતિષાણા ગામના ગ્રામજનો અને આજુબાજુ ગામના ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લીધો હતો .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button