ઉધનામાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી ૨.૧૫ લાખના દારૂ સાથે ત્રણ ઝડપી પાડ્યા : ૧૦ વોન્ટેડ

ઉધનામાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી ૨.૧૫ લાખના દારૂ સાથે ત્રણ ઝડપી પાડ્યા : ૧૦ વોન્ટેડ
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ સુરત શહેરમાં ઠેર ઠેર દારૂનું વેચાણ બેફામ થઈ રહ્યું છે. સુરત પોલીસ દારૂનું વેચાણ કરનારા બુટલેગરોને છાવરી રહી છે. ત્યારે બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વારંવાર સુરતના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. હાલમાં પણ સ્ટેટરિંગ સેલ દ્વારા ઉધના વિસ્તારમાં દરોડા પાડી દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડી પોલીસે રૂપિયા ૨.૧૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે સુરતના ઉધના વિસ્તારમાં રોડ નંબર ૪ પર અને રોડ નંબર ૬ પર ગલી નંબર ૩૧ માં દારૂનો જથ્થો આવ્યો છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી કુલ રૂપિયા ૧.૪૯ લાખની ૧૪૮૯ નંગ દારૂની બોટલ જપ્ત કરી હતી. આ ઉપરાંત પોલીસે પ્રવીણ દિનેશભાઈ પરમાર, નીતિન રામચંદ્ર જયસ્વાલ અને રતનબેન ડાહ્યાભાઈ પંડ્યા નામના ત્રણ આરોપીને ઝડપી પાડી પોલીસે રોકડા રૂપિયા ૪૯,૦૦૦ તથા ૨૦,૦૦૦ ની કિંમતના ચાર મોબાઈલ મળી કુલ રૂપિયા ૨.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવવામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સૈફુદ્દીન ઉર્ફે લાલો સીમાડા તરુખુદીન ફારુખી શેખ, સોહેલુદ્દીન તરુખુદીન ફારુખી શેખ, શકીલુદ્દીન તરુખુદીન ફારુખી શેખ તથા અલ્તાફ રહીશ શેખ, મોહસીન ખાન પઠાણ, દીપક પંડ્યા, કાઝી મુકુદ્દીન સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ (રહે ઉધના સંજયનગર)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.