AMNS ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ‘લર્નિંગ કન્ફ્લુઅન્સ’ પ્રદર્શનમાં આધુનિક પ્રોજેક્ટ્સ રજૂ કર્યા
સુરત-હજીરા, ઓગસ્ટ 16, 2024: AMNS ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ‘લર્નિંગ કન્ફ્લુઅન્સ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહુવિધ શિક્ષણની પરિવર્તનશીલ શક્તિની ઉજવણી કરવામાં આવી હતી. ઓગસ્ટ 15, 2024, સ્વતંત્રતા દિવસના રોજ આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના વિકાસ માટે શાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, કે જેઓ 21મી સદીના પડકારો માટે તૈયાર છે અને વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે.
લર્નિંગ કન્ફ્લુઅન્સ કાર્યક્રમે, વિદ્યાર્થીઓને વૈશ્વિક અને સ્થાનિક પરિપ્રેક્ષ્યોના સમૃદ્ધ મિશ્રણને પ્રતિબિંબિત કરતા મલ્ટીપલ પ્રોજેક્ટ્સ દ્વારા તેમની બૌદ્ધિક જિજ્ઞાસા અને સર્જનાત્મકતા દર્શાવવા માટે એક યુનિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોથી જ્ઞાનને મિશ્રણ કરીને અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. તેમણે “સાંસ્કૃતિક અર્થશાસ્ત્ર” જે સંસ્કૃતિના આર્થિક સિસ્ટમો પર પડતા પ્રભાવનું અન્વેષણ કરે છે, “મહિલા ઉદ્યોગપતિઓ” જે સ્ત્રી નેતાઓની નવીનતા દર્શાવે છે, અને “મેગા કિચન” જે મોટા પાયે ખોરાકના ઉત્પાદનથી લઈને લોજિસ્ટિક્સ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે જેવા વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હતો. અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની યાદીમાં “રૂપિયો એ ગ્લોબલ કરન્સી”, “BRICS અર્થશાસ્ત્ર”, “ભારતની સફળતાની કહાની”, “મૂનલાઇટિંગ”, “તણાવ અને પેરન્ટ-ચાઈલ્ડ સંબંધ”, “રોબોટ મોડલ” વગેરે સમાવિષ્ટ છે.
કક્ષા 10 ના વિદ્યાર્થીઓએ “સ્પોર્ટ્સ થ્રૂ અ મૅગ્નિફાઇંગ ગ્લાસ” વિષયનું અન્વેષણ કર્યું, જેમાં સ્પોર્ટ્સ અને સ્પર્ધાની જટિલતાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમના આ પ્રોજેક્ટમાં સ્થાનિક રમતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જે-તે સ્પોર્ટનો ઇતિહાસ, ભૂગોળ, ટેકનિકો, વૈજ્ઞાનિક તત્વો અને સામાજિક પ્રભાવનો સમાવેશ જોવા મળ્યો હતો.
સુનિતા મટુ, આચાર્ય, AMNS ઇન્ટરનેશનલ સ્કૂલએ જ્ણાવ્યું હતું કે, “લર્નિંગ કન્ફ્લુઅન્સ પ્રદર્શન, અમારા વિદ્યાર્થીઓની ક્ષમતાને દર્શાવે છે. તેમના પ્રોજેક્ટ્સ માત્ર શૈક્ષણિક અભ્યાસ માટે નથી, પરંતુ વિવેચનાત્મક અને સર્જનાત્મક રીતે વિચારવાની અને તેમની આસપાસની દુનિયા સાથે જોડાવા માટેની તેમની ક્ષમતાનું પ્રતિબિંબ છે. એક શિક્ષક તરીકે, અમને તેમની પ્રતિભાઓને યોગ્ય તક પૂરી પાડવા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફના માર્ગ પર લઇ જવા માટે મદદ કરવામાં ગર્વ છે.”
ધોરણ 9ના વિદ્યાર્થીઓએ સંઘર્ષ અને નિરાકરણની વાર્તાઓમાં ઊંડા ઉતરતા, “યુદ્ધ અને શાંતિ” થીમ પર અભ્યાસ દર્શાવતો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેમણે ઇતિહાસમાં થયેલા યુદ્ધોના કારણો, સંઘર્ષ સમયે ઉપયોગમાં લેવામાં આવેલા સાધનો-સંસાધનો, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને હાલના સમયમાં શાંતિ માટેની સુસંગતતાઓની તપાસ કરી હતી.
ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની દુનિયામાં પ્રવેશ કર્યો, ડેશબોર્ડ ઇન્વેન્ટરીઝ તૈયાર કરવી, જાહેરાતો અને જિંગલ્સ પણ બનાવ્યા હતા. તેમણે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અને ભારત અને અન્ય દેશો વચ્ચે પ્રવાસ, સ્થળાંતરની પેટર્નને દર્શાવવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીને સ્થળાંતરની જટિલ ગતિશીલતાનો પણ અભ્યાસ કર્યો હતો.
આ પ્રદર્શનમાં નાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધોરણ 7ના વિદ્યાર્થીઓએ બાજરીના સ્વાસ્થ્ય લાભો, આયુર્વેદમાં તેની ભૂમિકા અને ભારતમાં તેમની ખેતી વિશે અભ્યાસ રજૂ કર્યો હતો. તેઓએ “ધ નાઈલ રિવર: લાઈફલાઈન” થીમ પર એક પ્રોજેક્ટ પણ હાથ ધર્યો હતો, જેમાં વિવિધ દેશોમાંથી નદીની મુસાફરી વિશેની માહિતી રજૂ કરી હતી.
ધોરણ 6ના વિદ્યાર્થીઓએ રંગો અને સ્મારકોના સંશોધનો દ્વારા પ્રેક્ષકોને ખૂબ જ મોહિત કર્યા હતા. તેમના પ્રોજેક્ટ્સમાં રંગોના મહત્વ પર ટેડ-એડ ટોક્સ, કવિતા વર્કશોપ અને હિન્દીમાં રૂઢિપ્રયોગની રમતો રમવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ ભારત અને રોમના આર્કિટેક્ચરલ અજાયબીઓ તરીકે રંગ પ્રણાલીઓની પણ શોધ કરીને આ રચનાઓ પાછળના વિજ્ઞાન અને ગણિતનું વિશ્લેષણ કર્યું હતું.
5માં ધોરણના વિદ્યાર્થીઓએ “સુનલો મેરી કહાની” રજૂ કરી, કાલ્પનિક કથાઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વાર્તાકારોએ સૂર્ય, સ્થળાંતર, માઉન્ટ એવરેસ્ટ અને આઇસક્રીમ જેવા વિવિધ વિષયોની આસપાસ આકર્ષક વાર્તાઓ રચી હતી. તેમની સર્જનાત્મકતા અને જિજ્ઞાસાએ, વિષયને જીવંત બનાવ્યા હતા.
દિવસ દરમિયાન આયોજિત આ ઇવેન્ટને જબરદસ્ત સફળતા મળી હતી, જેમાં વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોને દર્શાવેલી નવીનતા અને બૌદ્ધિક જિજ્ઞાસાથી પ્રેરણા મળી હતી.