આરોગ્ય

આધુનિક લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા 72 વર્ષીય દર્દીની કેન્સરની ગાંઠનું સફળ ઓપરેશન

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટમાં ક્રિટિકલ કેસની સારવાર ખૂબ જ ચપળતા અને સરળતાથી થતી હોય છે. તાજેતરનો જ દાખલો જોઈએ તો એક 72 વર્ષીય પ્રૌઢ દર્દીને પેશાબમાં લોહી આવવાનું જણાયું હતું તેથી તેઓ સારવાર અર્થે વોકહાર્ટ હોસ્પિટલ્સ આવ્યા હતા. રિપોર્ટ્સ કરાવતા માલૂમ પડ્યું હતું કે, તેમને પેશાબની કોથળીમાં કેન્સરની ગાંઠ છે. તેઓને સારવાર માટે ડૉ. પ્રશાંત વણઝર (કન્સલ્ટન્ટ – મિનિમલ ઇન્વેઝિવ એન્ડ લેપ્રોસ્કોપિક ઓન્કોસર્જન) તથા ડૉ. હિમાંશુ કોયાણી (કન્સલ્ટન્ટ- ઓન્કોસર્જન) ની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

દર્દીની સમસ્યા અંગે  વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. પ્રશાંત વણઝર (કન્સલ્ટન્ટ – મિનિમલ ઇન્વેઝિવ એન્ડ લેપ્રોસ્કોપિક ઓન્કોસર્જન) તથા ડૉ. હિમાંશુ કોયાણી (કન્સલ્ટન્ટ- ઓન્કોસર્જન) એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “દર્દી જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે તેમની સમસ્યા ગંભીર જણાતી હતી. દર્દીની ઉંમર વધુ હતી અને આવા સંજોગોમાં પેટ ખોલીને ઓપરેશન કરવું એ દર્દી માટે જોખમકારક નીવડે તેમ હતું. સી ટી સ્કેન અને અન્ય જરૂરી રિપોર્ટ્સ કર્યા બાદ ઓપરેશન જ ઍક માત્ર ઈલાજ હોય અને રેડિકલ સીસટેકટોમી વિથ ઈલિયલ કંડ્યુક્ટ કરવા માટે તેમના પરિવારજનોને જણાવ્યું હતું. આ સર્જરીમાં પેશાબની સંપૂર્ણ કોથળી કાઢી, આંતરડા માંથી પેશાબ માટે ની કોથળી બનાવી પેટ પર રાખવામાં આવે છે. અમારી ટીમે અત્યાધુનિક લેપ્રોસ્કોપિક ઓપરેશન કરી દર્દીને પાંચ દિવસમાં દર્દીને રોજિંદા કાર્યો કરતાં કરવામાં આવ્યા હતાં. ઉપરાંત દર્દીને આઈ.સી.યુ.માં પણ રોકાણ કરવાની જરૂર પડી નહોતી.”

લેપ્રોસ્કોપિક સર્જરીની વાત કરીએ તો લેપ્રોસ્કોપી એટલે કી હોલ ઓપરેશન, દૂરબીન દ્વારા થતું ઓપરેશન. આ ઓપરેશન કરવાની એક અતિ આધુનિક પદ્ધતિ છે. જેમાં શરીર પર ખૂબ જ નાના કાપા (Incisions) મૂકીને સમગ્ર ઓપરેશન કરવામાં આવે છે, જેથી ઓપરેશન પછી દર્દીને તકલીફ ઘણી ઓછી પડે છે અને રિકવરી ખૂબ જ ઝડપી થાય છે. ડૉ. પ્રશાંત અને ડૉ. હિમાંશુ બંને પોતાના કામમાં ખૂબ જ નિપુણ છે. તેઓ પોતાના ક્ષેત્રમાં ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button