ગુજરાત

સુરત શહેર – સ્વચ્છ શહેર જોડી પહેલ અંતર્ગત 4 નગરપાલિકાઓ સાથે એમ.ઓ.યુ.

સુરત શહેર – સ્વચ્છ શહેર જોડી પહેલ અંતર્ગત 4 નગરપાલિકાઓ સાથે એમ.ઓ.યુ.

 

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન ૨.૦ ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે તથા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬ અંતર્ગત ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલય (MoHUA) દ્વારા આજે સ્વચ્છ શહેર જોડી (Swachh Sheher Jodi) પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો.

 

આ યોજનામાં સમગ્ર દેશમાંથી કુલ ૭૨ ટોપ પર્ફોર્મિંગ સિટીઝ (સુપર સ્વચ્છ લીગ, ટોપ ૩ સિટીઝ ઈન પોપ્યુલેશન કેટેગરી તથા પ્રોમિસિંગ સિટીઝ) એ ૭૨ બોટમ પર્ફોર્મિંગ સિટીઝને સ્વચ્છતા સર્વેક્ષણના તમામ પરિમાણોમાં માર્ગદર્શન પૂરૂં પાડવાનું છે.

 

સુરત શહેર ગત ચાર વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત ટોપ રમાં સ્થાન જાળવી રાખ્યું છે તથા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં સમગ્ર દેશમાં સુપર સ્વચ્છ લીગ સિટી તરીકે પ્રથમ સ્થાન મેળવી અન્ય શહેરો માટે આદર્શ બન્યું છે. આ સિદ્ધિને પગલે સુરતને “મેન્ટોર સિટી” તરીકે પસંદ કરાયું છે.

 

આજે તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબની ૫ નગરપાલિકાઓ સાથે MOU સાઈન કરવામાં આવ્યા:

 

પાલીતાણા નગરપાલિકા (ભાવનગર ઝોન)

સાવરકુંડલા નગરપાલિકા (ભાવનગર ઝોન)

તાલાલા નગરપાલિકા (ભાવનગર ઝોન)

વલ્લભીપુર નગરપાલિકા (ભાવનગરઝોન)

 

આ પ્રસંગે માનનીય મ્યુનિસિપલ કમિશ્નર શ્રી શાલિની અગરવાલ, માનનીય મેયર શ્રી દક્ષેશ માવાણી, તથા પાલીતાણાના પ્રમુખ શ્રી ભુપેન્દ્રસિંહ ગોહિલ તેમજ ચીફ ઓફિસરશ્રી આર.પી ગોહિલ; વલ્લભીપુર ના પ્રમુખ શ્રી વિજયસિંહ ગોહિલ તેમજ ચીફ ઓફિસરશ્રી વી.એન પંડિત; ચલાલા ના સિટી મેનેજર દિલીપ રબારી, તેમજ સાવરકુંડલા ના પ્રતિનિધિ ના ઉપસ્તીથી માં સમારંભ યોજાયો.

આ એમ.ઓ.યુ.ના માધ્યમથી સુરત મહાનગરપાલિકા ઉપરોક્ત નગરપાલિકાઓને સ્વચ્છતા ક્ષેત્રે જેમાં દૃશ્યમાન સ્વચ્છતા, કચરા વર્ગીકરણ, વેસ્ટ પ્રોસેસીંગ, લીક્વિડ વેસ્ટ વ્યવસ્થાપન, નાગરિક પ્રતિસાદ અને ફરિયાદ નિવારણ, સ્વચ્છતા કર્મચારીઓની સેવાઓ અને કલ્યાણ અને આઈ.ઈ.સી જેવા 8 થિમેટિક વિષયો પર કેન્દ્રિત ક્ષેત્રોમાં 100 દિવસ માટે સહયોગ કરવામાં આવશે જેથી તેમનું સ્વચ્છતા ધોરણ રાષ્ટ્રીય સ્તરે રેન્ક સુધરે.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આવાસન અને ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું જેમાં સમગ્ર દેશના મેન્ટોર અને મેન્ટી શહેરોએ જોડાઈ આ પહેલને સમર્થન આપ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button