ગુજરાત

સુરત મેટ્રોમાં ડ્રીમ સિટીથી અલથાણ સુધીનું કામ પૂર્ણ, ટ્રાયલ રનનો પ્રારંભ

સુરત મેટ્રોમાં ડ્રીમ સિટીથી અલથાણ સુધીનું કામ પૂર્ણ, ટ્રાયલ રનનો પ્રારંભ

પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના આયોજન અન્વયે મેટ્રોની સવલતો દેશના શહેરો ઝડપથી મળી રહે તે માટે આગ્રહી છે ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રી તથા રાજય સરકાર આ પ્રોજેક્ટનું ઝડપથી આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે.
જેના ભાગરૂપે સુરત મેટ્રોમાં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિ.મી.ના વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સાથે સાથે આ લંબાઈમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે અને ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. કુલ સાત સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ થયું છે અને એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રક્ચર તથા ફિનિશિંગના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થયેલ છે. આ ટ્રાયલમાં ટ્રેન રનીંગ આશરે ૫૦૦ કલાકનો કરવામાં આવતો હોય છે અને તેની સર્વે ચકાસણી તથા RDSO, CMRS દ્વારા પણ ચકાસણી કરવાની હોય છે. જે આજના ટ્રાયલ રન થી શરૂ થયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button