ક્રાઇમ

સુરત આરટીઓથી ‘નેશનલ રોડ સેફટી મંથ-૨૦૨૪’નો શુંભારભ: વાહનચાલકોને રોડ સેફ્ટીના મહત્વ અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃત્ત કરાશે

સુરતઃમંગળવાર: સુરત આરટીઓ દ્વારા તા.૧૫ જાન્યુ.થી તા.૧૪ ફેબ્રુ. દરમિયાન આયોજિત ‘રોડ સેફ્ટી મંથ-૨૦૨૪’ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. પ્રથમ દિવસે વાહનચાલકોને હેલ્મેટ વિતરણ સાથે ચા પીવડાવી રોડ સેફ્ટીના મહત્વ અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃત્ત કરાયા હતા.

આ માસ દરમિયાન સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોની શાળા-કોલેજોમાં અને સ્થાનિક GIDC, સામાજિક સંસ્થાઓના સહયોગમાં વાહનચાલકોને રોડ સેફ્ટી અંગે નુક્કડ નાટકો, સ્ટ્રીટ પ્લે તથા ટીમ દ્વારા જાગૃત્ત કરવામાં આવશે. સાથોસાથ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય એ માટે વાહનચાલકોને આંખોનું ચેકીંગ, હેલ્થ ચેકઅપ કેમ્પ, સ્પેશ્યલ ડ્રાઇવ, માર્ગ સલામતી ઝુંબેશ, GSRTC, BRTS બસ ડ્રાઇવરો, ટેન્કર ચાલકોને તેમજ ટ્રક તેમજ ગુડ્સ કેરેજના ડ્રાઇવરોને સ્પેશિયલ ડિફેન્સશીવ ડ્રાઈવિંગ ટ્રેનિંગ અપાશે.

સુરત પોલીસ, ટ્રાફિક શાખા, સુરત મનપા તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી, મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ ઓનર્સ એસો., ઓટોરિક્ષા એસો. તથા સ્થાનિક એનજીઓનો સહયોગ રહેશે. કોલેજોના એન.એસ.એસના વોલિન્ટિયર તેમજ સાયકલિંગ અને બાઇકર્સ એસો.નો પણ સાથ સહકાર લેવામાં આવશે, વધુ માહિતી માટે સુરત આરટીઓ કચેરીના નોડલ ઓફિસર શ્રી કે.બી.પટેલ (મો. 9712746132) તથા રોડ સેફ્ટી એક્સપર્ટ શ્રી બ્રિજેશ વર્મા (મો.9724277771)નો સંપર્ક કરી શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button