લેન્કસેસ ઈન્ડિયાએ ડિજિટેક ફ્રન્ટ રનર ઓફ ધ યર ફિક્કી કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ એવોર્ડ 2024 જીત્યો

લેન્કસેસ ઈન્ડિયાએ ડિજિટેક ફ્રન્ટ રનર ઓફ ધ યર ફિક્કી કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ એવોર્ડ 2024 જીત્યો
મુંબઈ, – લેન્ક્સેસ ઈન્ડિયાએ રસાયણ ક્ષેત્રમાં ડિજિટેક ફ્રન્ટ રનર ઓફ ધ યર શ્રેણી માટે ફિક્કી કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ 2024 જીત્યો છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રાલયના રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સેક્રેટરી શ્રીમતી નિવેદિતા શુક્લા વર્મા અને ક્ષેત્રના અન્ય હિસ્સાધારકોની હાજરીમાં લેન્ક્સેસને આ એવોર્ડ અપાયો હતો.
લેન્ક્સેસ ઈન્ડિયાના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અને હોલટાઈમ ડાયરેક્ટર તથા પીટીએસઈના હેડ બાલારામ ખોતે 17મી ઓક્ટોબર, 2024ના રોજ મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં સંસ્થા વતી ડિજિટેક ફ્રન્ટ રનર ઓફ ધ યર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
એવોર્ડ ડિજિટલાઈઝેશન પ્રત્યે સંસ્થાની કટિબદ્ધતાનું સન્માન કરે છે. પ્રક્રિયા સુધારણા, એસેટ વિશ્વસનીયતા, સુરક્ષા, સક્ષમતા અને ખર્ચ બચત બહેતર બનાવતી અમારી ક્ષમતા અને સાધનો પર ભાર આપે છે. અમારી વેલ્યુ ચેઈનમાં ડિજિટલ સોલ્યુશન્સની વ્યૂહાત્મક અમલબજાવણી થકી અમે સંચાલન ઉત્કૃષ્ટતા અને સક્ષમ વૃદ્ધિ પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી) દ્વારા રસાયણ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગના વિકાસમાં તેમના યોગદાન માટે કંપનીઓનું સન્માન કરવા સમારંભની ઈન્ડિયા કેમ સિરીઝના ભાગરૂપે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ એવોર્ડસ સમારંભનું આયોજન કર્યું હતું.
આ સફળતા પર બોલતાં લેન્કસેસ ઈન્ડિયાના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર નમિતેશ રોય ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘‘અમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો તે સન્માનજનક લાગે છે. નવી ટેકનોલોજીઓનો લાભ લઈને અને ડિજિટલ વિચારધારા અપનાવીને અમે અમારી પ્રક્રિયાઓને પ્રવાહરેખામાં લાવી દીધી છે અને અમારા ગ્રાહકો, કર્મચારીઓ તથા અન્ય હિસ્સાધારકો માટે બહેતર મૂલ્ય પ્રદાન કરવા ઉત્પાદકતા, કનેક્ટિવિટી અને એકંદર સંસ્થાકીય કામગીરીમાં સુધારણા લાવી દીધી છે.”