દીપદર્શન ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા દ્વારા NSS કેમ્પનું આયોજન કરાયું

દીપદર્શન ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા દ્વારા NSS કેમ્પનું આયોજન કરાયું
દીપદર્શન ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા દ્વારા મૂળચોંડ ગામની વિશ્વ શાંતિ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ખાતે એન.એસ.એસ ની ‘ખાસ શિબિરનું’ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિતેશભાઇ ચૌધરી, ડોક્ટર સોનિયાબેન,શાળાના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ગાઇન, દીપદર્શન શાળાના આચાર્યા સુ.શ્રી સિસ્ટર સુહાસની પરમાર, સરસ્વતી વિદ્યા મંદિરના આચાર્યા શ્રીમતી પાર્વતીબેન ગાઈન, પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રકાશભાઈ ગામીત, શાળાના શિક્ષક શ્રી હરેશભાઈ દેશમુખ, શિક્ષિકા શ્રીમતી વિજયાબેન ગામીત અને સુ.શ્રી નિલમબેન મેકવાન, એન.એસ.એસના કુલ ૫૬ સ્વયંસેવકો અને સરસ્વતી વિદ્યા મંદિરના ૯૦ વિદ્યાર્થીઓ સાથે સાત શિક્ષકો તથા આસપાસના ગામના લોકો હાજર રહ્યા હતા. આ ખાસ શિબિરના મુખ્ય મહેમાનશ્રીએ સ્વયંસેવકોને એનએસએસ તથા તેના જીવનમાં ઉપયોગી પાસોની વાત કરી હતી તેમજ તેમના સંસ્મરણોને જણાવ્યાં હતા. ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ગાઈને ગાંધીજીના જીવન મૂલ્યોને ઉજાગર કરી સહકાર,સેવા અને સમર્પણની ભાવના રાખવા વિદ્યાર્થીઓને સુચવ્યું હતું. હાજર રહેલા સ્વયંસેવકો અને શાળાના વિદ્યાર્થીઓ વધુ પ્રોત્સાહિત થાય તે માટે દીપ દર્શન ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યાશ્રીએ સમાજના વિકાસ માટે એન.એસ.એસ. ની શા માટે જરૂરિયાત છે તેના વિશેની સમજણ પૂરી પાડી હતી. પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રકાશભાઈ ગામીતે એન.એસ.એસ. ના કાર્યો જેવા કે લોક સંપર્ક સામાજિક અને આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ, ગામની સફાઈ, શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી બાબતો, તેમજ સમાજના કુરિવાજોને દૂર કરવા જણાવ્યું હતું.