ગુજરાત

ઉતરાયણ નિમિત્તે શિનોર ગૌશાળામાં ગૌસેવાનો અનુપમ ભાવ — કિરણ પટેલ દ્વારા 300 ગાયોને ગુજરાતી થાળી ભોજન

ઉતરાયણ નિમિત્તે શિનોર ગૌશાળામાં ગૌસેવાનો અનુપમ ભાવ — કિરણ પટેલ દ્વારા 300 ગાયોને ગુજરાતી થાળી ભોજન

શિનોર તાલુકાના ઉતરાજ ગામના પરમ હનુમાન ભક્ત કિરણ પટેલ દ્વારા ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે શિનોર પાંજરાપોળ (ગૌશાળા) ખાતે 300 ગાયોને સ્વહસ્તે તૈયાર કરેલી ગુજરાતી થાળી ભોજન પીરસી ગૌસેવાનો લાભ લેવામાં આવ્યો હતો.

 

તારીખ 14 જાન્યુઆરી 2026ના રોજ મકરસંક્રાંતિ–ઉતરાયણ પર્વ નિમિત્તે આયોજિત આ સેવાકાર્યમાં કિરણ પટેલ તથા તેમના ગૌપ્રેમી કાર્યકરો દ્વારા લાપસી, કાળા તલ, સુખડી, મોહનથાળ, તલની સાંકળી, સીંગદાણાની સાંકળી અને ગોળ જેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થોથી સજ્જ ગુજરાતી થાળી તૈયાર કરવામાં આવી હતી. મહેમાનોને જેમ આદરપૂર્વક ભોજન પીરસવામાં આવે છે, તે જ ભાવના સાથે દરેક ગાયને આ ભોજન અર્પણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કિરણ પટેલ, ઉતરાજ દ્વારા દાતાઓના સહયોગથી છેલ્લા ચાર વર્ષથી સતત શિનોર પાંજરાપોળ ખાતે રૂબરૂ હાજરી આપી કાર્યકરો સાથે મળીને ગૌમાતાઓને ભોજન કરાવવામાં આવે છે. આ પ્રસંગે કિરણ પટેલ સહિત તમામ કાર્યકરોમાં ભક્તિ, ધાર્મિકતા અને સેવાનો ભાવ સ્પષ્ટ રીતે ઝળહળતો જોવા મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button