સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા આયોજીત એડવોકેટ પ્રીમિયર લીગ 2025માં વી. આર. ફાઈટર ટીમનો થયો વિજય

સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા આયોજીત એડવોકેટ પ્રીમિયર લીગ 2025માં વી. આર. ફાઈટર ટીમનો થયો વિજય
એડવોકેટ્સ પ્રીમિયર લીગ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બાવાજી ગ્રાઉન્ડ ભાઠા ગામ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં પુરુષ એડવોકેટ્સની કુલ 32 અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો અને મહિલા એડવોકેટ્સની 3 ટીમે ક્રિકેટમાં ભાગ લીધો હતો. બધા ખૂબ સારું રમ્યા, ખેલ દિલી પૂર્વક રમ્યા, પણ હંમેશા વિજેતા એક જ હોય છે, મહિલા ક્રિકેટમાં મહેતા ઇલેવનની ટીમ ચેમ્પિયન થયેલ જેના કેપ્ટન સ્વાતિ અર્પિત મહેતા હતા. મહિલા ટીમ ઓફ મેચ ગતિશીલ ટીનુ પટેલ જ્યારે શર્મા ઇલેવનની ટીમ રનર્સ અપ બની જેના કેપ્ટન સોનલ શર્મા હતા. જ્યારે પુરુષ એડવોકેટ ક્રિકેટ મેચની ફાઇનલ વી આર ફાઈટર તથા સૌરાષ્ટ્ર ઇલેવન વચ્ચે થયેલ. ફાઈનલ મેચ ખૂબ જ લો સ્કોરિંગ રહેલ, પરંતુ તેમ છતાં ખૂબ જ રોમાંચક ફાઈનલ જોવા મળેલ. વી આર ફાઈટર ચેમ્પિયન થયા હતા. જેના કપ્તાન ચિંતન પરમાર હતા. જ્યારે સૌરાષ્ટ્ર ઇલેવન રનર્સ અપ થયેલ જેના કેપ્ટન નીતિન ચોડવડીયા હતા.
આ ટુર્નામેન્ટનું પ્રથમ વાર youtube ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવેલ. ડિજિટલ એપ્લિકેશન ક્રીક હીરોઝ માં સ્કોરિંગ કરવામાં આવેલ. તમામ ભાગ લેનાર ટીમોને અભિનંદન. ખેલાડીઓએ સારી રમત રમ્યા. વિજેતા ટીમને ચેમ્પિયન ટ્રોફી તથા હારનાર તેમને રનર્સ ટ્રોફી એનાયત કરવામાં આવેલ. બેસ્ટ ફિલ્ડર હાર્દિક પરમાર, બેસ્ટ બેટ્સમેન પાર્થ ટેલર, બેસ્ટ બોલર તુષાર વાલાણી, મેન ઓફ ધ મેચ કૃણાલ લાકડાવાળા, મેન ઓફ ધ સીરીઝ કરણ જરીવાલા ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ તથા સ્પેશિયલ થેન્ક્સના એડવોકેટ મિત્રોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવેલ. બે દિવસ સુંદર મજાનું સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ. ટાઈટલ સ્પોન્સર ડોક્ટર શ્રી નસીમ જી કાદરી રહેલ. ચીફ ગેસ્ટ તરીકે સુરત જિલ્લા ન્યાયાલયના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી વી વી પરમાર તથા મોઢ સાહેબ તેમનો કીમતી સમય કાઢીને હાજર રહેલ. અન્ય ચીફ ગેસ્ટ તરીકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય શ્રી આર એન પટેલ, હિતેશ પટેલ ઉર્ફ ઓબામા હાજર રહેલ. સુરતના સિનિયર ધારાશાસ્ત્રી શ્રીમતી પ્રીતિ જોશી હાજર રહેલ. વેલ વીસર્સ તરીકે શ્રી રમેશ શિંદે, શ્રી અમર પટેલ, શ્રી ધર્મેન્દ્ર પ્રજાપતિ, શ્રી નેવીલ બક્કરીયા, શ્રી અભિષેક શાહ, શ્રી જકી શેખ, શ્રી અશ્વિન પટેલ વિગેરે હાજર રહેલ. ઓર્ગેનાઇઝર તરીકે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ શ્રી બ્રિજેશ પટેલ, ઉપપ્રમુખ શ્રી રાકેશ ચૌહાણ, સેક્રેટરી શ્રી ચંદ્રેશ પીપળીયા, જોઈન્ટ સેક્રેટરી શ્રી સાત્વિક પટેલ, ખજાનચી શ્રી ચંદ્રેશ જોબનપુત્રા, મહિલા પ્રતિનિધિ સોનલ ગ્લાસવાળા દ્વારા કરવામાં આવેલ. ક્રિકેટ મેનેજમેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એડવોકેટ શ્રી સંજય નાયક, શ્રી મુંજાલ બ્રહ્મભટ્ટ, શ્રી ચૈતન્ય પરમહંસ, શ્રી સાગર વેલ્ધી અને અન્ય એડવોકેટ્સ મિત્રો દ્વારા કરવામાં આવેલ. એડવોકેટ નિલેશ જે. પટેલ દ્વારા કોમેન્ટ્રીનું સંચાલન કરવાનું તથા ઇનામ વિતરણ વખતે એન્કરિંગનું અદ્ભુત કાર્ય કરવામાં આવેલ.



