નિર્મળ ગુજરાત અંતર્ગત સફાઈ અભિયાન

નિર્મળ ગુજરાત અંતર્ગત સફાઈ અભિયાન
સ્વચ્છતાની પ્રવૃતિને વધુ આગળ વધારવા અને ગુજરાત રાજયને સ્વચ્છતા બાબતે દેશમાં એક મોડલ રાજ્ય બનાવવા તા.૨૫/૧૨/૨૦૨૩ સુશાસન દિવસે માન.મુખ્ય મંત્રીશ્રી દ્વારા “નિર્મળ ગુજરાત ૨.૦” લોન્ચ કરવામાં આવેલ છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા “નિર્મળ ગુજરાત ૨.૦” નાં ભાગરૂપે સ્વચ્છતા હી સેવાની પ્રવૃત્તિનીને વધુ વેગ આપવા તા.૧ જુન ૨૦૨૪ થી તા.૧૫ જુન ૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના દરેક ઝોન વિસ્તારમાં આવેલ તમામ ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ, પ્રવાસન સ્થળો, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઈટની સફાઈ ઝુંબેશ અને ટેકનીકલ વિભાગ દ્વારા ફૂટપાથ રીપેરીંગ, સ્ટ્રોમ વોટર ડ્રેઈનની સફાઈ અને પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.
આ સફાઈ ઝુંબેશ સેન્ટ્રલ ઝોનમાં સુરત કિલ્લો, વરાછા-એ ઝોનમાં ઉમીયાધામ મંદિર, વરાછા-બી ઝોનમાં સરથાણા નેચર પાર્ક ની આજુ બાજુ નો વિસ્તાર, રાંદેર ઝોનમાં ઇસ્કોન મંદિર અને રામમધી, કતારગામ ઝોનમાં કંતારેશ્વર મહાદેવ મંદિર તેમજ આજુબાજુ નો વિસ્તાર, ઉધના -એ ઝોનમાં દક્ષેશ્વર મંદિર સંલગ્ન વિસ્તાર, ઉધના-બી ઝોનમાં કનકપુરના સુભાષ ચોક તથા આજુબાજુનો વિસ્તાર, અઠવા ઝોનમાં રામચોક અને લીંબાયત ઝોનમાં આસ્પાસ દાદા મંદિર ખાતે હાથ ધરવામાં આવેલ હતી. જેમાં તમામ ઝોનમાં કુલ ૧૬૦૧ સફાઈ કામદાર/બેલદાર, ૬૫ સુપરવાઈઝર, ૭૮ વાહનો દ્વારા ઝોનલ ચીફશ્રીની દેખરેખ હેઠળ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં
આવેલ હતી. સદર સફાઈ ઝુંબેશમાં સફાઈ કામદાર, NGO/SHG ગ્રુપ તેમજ શહેરીજનો સહીત કુલ ૫૭૩૭ લોકો હાજર રહેલ, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરેક ઝોન વિસ્તાર માંથી કુલ ૪૭.૨૬ મે.ટન કચરો અને ૧૦૧ મે.ટન C&D વેસ્ટ એકત્રીત કરી C&D વેસ્ટ C&D વેસ્ટ કલેક્શન એન્ડ પ્રોસેસિંગ સેન્ટર, કોસાડ ખાતે મોકલવામાં આવેલ, વધુમાં ભીના કચરાનું કમ્પોસ્ટીંગ બેડ ખાતે, મંદિરો માંથી એકત્રિત કરવામાં આવેલ ફ્લાવર વેસ્ટ વર્મી કામ્પોસ્ટ પ્લાન્ટ ખાતે મોકલી નિકાલ કરવામાં આવેલ છે તેમજ ટેકનીકલ વિભાગ દ્વારા કુલ ૯૩૬ ચો.મી. ફૂટપાથ રીપેરીંગ, ૨૭૪ ડ્રેનેજ મશીન હોલ/ચેમ્બરની સફાઈ અને ૩૨૨ ચો.મી. પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.