પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ મામલો: લોકોએ કમિશનર કચેરીએ વિરોધ દર્શાવ્યો
નરાધમ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે આવેદન પાઠવાયું

Surat News: સુરતના નવાગામ, ડીંડોલી પાસેના ઠાકુરનગરમાં ગત ૨ જુલાઈના રોજ પાંચ વર્ષની બાળકી પર પાશ્વી બળાત્કાર ગુજારનાર નરાધમ આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી સાથે હલબા સમાજ યુવા સંગઠન દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. ડીંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકી પર 37 વર્ષના સુરેશ ઉર્ફે સલમાન રામભાઈ ગૌસ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની જાણ થતા ડીંડોલી પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ આજે મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરી ખાતે પહોચ્યા હતા અને આવેદન પત્ર આપી કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને ફાંસીની સજા થાય એવી માંગ કરી હતી. કલેકટર કચેરી ખાતે લોકો 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસી આપો એવા બેનરો સાથે ઉપસ્થિત રહીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.