ભારતનું ગૌરવ દર્શાવતી ઐતિહાસિક પર આધારિત ભવ્ય ગુજરાતી ફિલ્મ “કસૂંબો”ના કલાકારોએ હઠીસિંગ જૈન દેરાસરમાં દર્શન કર્યા
વિજયગીરી બાવા નિર્દેશિત, રામ મોરી લિખિત મલ્ટી સ્ટારર ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.
ગુજરાત : સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે. વિજયગિરિ ફિલ્મોઝ દ્વારા નિર્મિત ગુજરાતી સિનેમા જગતની ઐતિહાસિક ફિલ્મ ‘કસૂંબો’ એ રીલીઝ પહેલા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. ફિલ્મનું ટીઝર, ટ્રેલર અમને ટાઇટલ સોન્ગ કરોડો લોકોના દિલ સુધી પહોચ્યું અને સાથે જ ફિલ્મને રિલીઝ પહેલા ઘણી પ્રશંસા મળી રહી છે. ફિલ્મના કલાકારોએ આ ફિલ્મ માટે અથાગ મહેનત કરી છે. ટાઇટલ સોન્ગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરવામાં આવ્યું. શત્રુંજ્ય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલા 51 અમર બલિદાનની ભવ્ય ગાથા કહેતી ગુજરાતી ભાષાની ફિલ્મ છે. આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓની વીરતા વાત કહેવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઇ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્યા ઘટના પ્રેરિત છે.
“કસૂંબો”ના કલાકારો રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, અને ચેતન ધાનાણી એ હઠીસિંગ જૈન દેરાસરમાં દર્શનનો લાભ લીધો. હઠીસિંહનાં દેરા એ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના એક સમયના રાજધાની શહેર અમદાવાદનું ઐતિહાસિક, પૌરાણિક તેમજ જોવાલાયક સ્થળ છે. હઠીસિંહનાં દેરા જૈન નગરશેઠ હઠીસિંહે બંધાવેલા જૈન દેરાસર છે, જે તેના સ્થાપત્ય અને કોતરણી માટે પ્રસિદ્ધ છે જે અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે અને જૈન ધર્મના શ્રદ્ધા સ્થળ તરીકે પ્રખ્યાત છે. તેનું નિર્માણ ઈ.સ. ૧૮પ૦માં થયું હતું.
કસૂંબો ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024 ના રોજ રીલિઝ થવાની છે. વિજયગીરી બાવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રૌનક કામદાર અને શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, ચેતન ધાનાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.