સિધ્ધપુર તાલુકાના ગામોમાં ગામ તળ નીમ થતાં મકાન વિહોણા લોકોનો પ્રશ્ન હલ થશે
સિધ્ધપુર તાલુકાના ગામોમાં ગામ તળ નીમ થતાં મકાન વિહોણા લોકોનો પ્રશ્ન હલ થશે
સિધ્ધપુર તાલુકાના ખોલવાડા, કાલેડા, કુંવારા, સહેસા, મેત્રાણા, ગણવાડા, કારણ,સંડેસરી વિગેરે ગામોમાં ગામતળ નીમ કરવાનો પ્રશ્ન વર્ષોથી અટવાયેલો હતો પરિણામે પ્લોટ વિહોણા અને મકાન વિહોણા લોકોને મફત ગાળાનો લાભ મળતો ન હતો આ બાબતે ગ્રામજનો એ કેબિનેટ મંત્રીશ્રી માનનીય બલવંતસિંહ રાજપુતને રજૂઆત કરતાં માનનીય મંત્રીએ સરકારશ્રીમાં વિવિધ તબક્કે ધારદાર રજૂઆતો કરી ખોલવાડા ગામ સહિત અન્ય ગામના વર્ષો જૂના પ્રશ્નનો ઉકેલ આવેલ છે પરિણામે જરૂરિયાત મંદ લોકોને રાહતના પ્લોટ ઉપલબ્ધ થશે માનનીય મંત્રીશ્રી દ્વારા અથાગ પ્રયત્નો કરી આ કામગીરી કરવા બદલ ખોલવાડા ગામના આગેવાનો સર્વશ્રી ગોપાલસિંહ રાજપુત શ્રી મનજીભાઈ રાજપૂત સહિત અન્ય ગ્રામના લોકોએ પણ બલવંતસિંહ રાજપૂતનો આભાર વ્યક્ત કર્યો હતો