ઓટોમોબાઇલ્સ

સેમસંગએ સમુદાય અને પર્યાવરણ થીમ્સ માટે અલયાદી સ્કુલ અને યૂથ ટ્રેક્સ સાથે ‘સોલ્વ ફોર ટુમોરો’ની સિઝન 3 લોન્ચ કરી; 2024ની આવૃત્તિ રૂ. 90 લાખનું અનુદાન ઓફર કરે છે

સેમસંગએ સમુદાય અને પર્યાવરણ થીમ્સ માટે અલયાદી સ્કુલ અને યૂથ ટ્રેક્સ સાથે ‘સોલ્વ ફોર ટુમોરો’ની સિઝન 3 લોન્ચ કરી; 2024ની આવૃત્તિ રૂ. 90 લાખનું અનુદાન ઓફર કરે છે

સેમસંગનો ‘સોલ્વ ફોર ટુમોરો’ વિવિધ વય જૂથ માટે અલગથી ટ્રેક રજૂ કરે છે –‘સ્કુલ ટ્રેક’થી ‘કોમ્યુનિટી એન્ડ ઇનોવેશન’ની થીમને ચેમ્પીયન બનાવવા અને ‘એન્વાયર્નમેન્ટ અને સસ્ટેનેબિલીટી’ની થીમને ચેમ્પીયન બનાવવા માટે યૂથ ટ્રેક

‘એન્વાયર્નમેન્ટ ચેમ્પીયન’, જે યૂથ ટ્રેકની ટીમ જીતશે તેને વિકસવા માચે રૂ. 50 લાખનુંઅનુદાન મળશે જ્યારે ‘કોમ્યુનિટી ચેમ્પીયન’માં જીતનાર ટીમને નમૂનારૂપ (પ્રોટોટાઇપ) પ્રગતિ માટે રૂ. 25 લાખ મળશે

FITT IIT દિલ્હી સાથેના સહયોગાત્મક પ્રયત્નોને ઇલેક્ટ્રોનીક્સ અને આઇટી મંત્રાલયનો અને ભારતમાં સ્થિત યુનાઇટેડ નેશન્સનું સમર્થન છે જે નવીનતાનું સંવર્ધન કરવા અને વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે સામાજિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોગ્રામની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે

 

 

નવી દિલ્હી, ભારત- 10 એપ્રિલ, 2024: ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (FITT), IIT દિલ્હી, ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને ભારત સ્થિત યુનાઇટેડ નેશન્સ સાથે વ્યૂહાત્મક સહયોગથી તેની અગ્રણી CSR પહેલની ત્રીજી આવૃત્તિ – ‘સોલ્વ ફોર ટુમોરો’ (આવતીકાલનો ઉકેલ)ની ઘોષણા કરી છે. સોલ્વ ફોર ટુમોરો સાથે સેમસંગ દેશના યુવાનોમાં નવીન વિચારસરણી અને સમસ્યા ઉકેલની સંસ્કૃતિની સ્થાપના કરવા ધારે છે.

સેમસંગ સાઉથ ઇસ્ટ એશિયાના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી જેબી પાર્ક, ઇલેક્ટ્રોનીક્સ અને આઇટી મંત્રાલયના સિનીયર ડિરેક્ટર અને વૈજ્ઞાનિક ‘G’ ડૉ. સંદીપ ચેટર્જી અને ભારતમાં યુનાઇટેડ નેશન્સના કોઓર્ડિનેટર શ્રી શોમ્બી શાર્પ દ્વારા અન્ય પ્રતિષ્ઠિતોની હાજરીમાં સોલ્વ ફોર ટુમોરો 2024નું ઉદઘાટનકરવામાં આવ્યુ હતુ.

આ CSR પ્રોગ્રામ નવીન ઉકેલોની શક્તિ અને તેમની જીવન પ્રસ્થાપિત કરવાની ક્ષમતાને ઓળખી કાઢીને મજબૂત સામાજિક અસર કરે છે તેમજ સેમસંગના #TogetherforTomorrow #EnablingPeopleના વિઝનને વધુ દ્રઢ બનાવે છે.

ચાલુ વર્ષે ‘સોલ્વ ફોર ટુમોરો’ પ્રોગ્રામ બે અલગ અલગ ટ્રેક્સ રજૂ કરે છે – જેમ કે સ્કુલ ટ્રેક અને યૂથ ટ્રેક, જે પ્રત્યેક ચોક્કસ થીમને ચેમ્પીયન બનાવવા માટે સમર્પિત છે અને વિવિધ વય જૂથોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે. બન્ને ટ્રેક એક સાથે ચાલશે જેમાં સમાન તકો અને દરેક વિદ્યાર્થીઓ માટે સમાન ધોરણની ખાતરી કરશે.

સ્કુલ ટ્રેકની રચના 14-17 વર્ષના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી છે જે “સમાજ અને સમાવેશીતા” પર ભાર મુકે છે. આ ટ્રેક વંચિત જૂથોના ઉત્થાનની અગત્યતા પર ભાર મુકે છે, તેમજ સામાજિક નવીનતા માટે આરોગ્ય અને સામાજિક સમાવેશીતાનો લાભ ઉઠાવવામાં સુધારો કરે છે અને ‘સોલ્વીંગ ફોર ઇન્ડિયા’ના માર્ગ ખોલે છે.

બીજી બાજુ, યૂથ ટ્રેક “એન્વાયર્નમેન્ટ અને સસ્ટેનેબિલીટી” (પર્યાવરણ અને ટકાઉતા) પર ભાર મુકતા 18-22 વર્ષની વ્યક્તિઓને લક્ષ્યાંક બનાવે છે.આ ટ્રેકમાં પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે અને ટકાઉતાને પ્રોત્સાહન આપવાની સાથે “સોલ્વીંગ ફોર ધ વર્લ્ડ”ની રચના કરવા કાર્બનની હાજરામં ઘટાડો કરવાના વિચારની ખેવના રાખે છે.

સેમસંગ સાઉથઇસ્ટ એશિયાના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી જે.બી.પાર્કએ જણાવ્યું હતુ કે, “સેમસંગ ખાતે અમે નવીન વિચારો અને પ્રસ્થાપિત ટેકનલોજીઓ મારફતે ભવિષ્યને પ્રેરણા અને આકાર આપવા માટે અથાગ પ્રયત્નો કરીએ છીએ. અમારુ મિશન નવીનકર્તાઓની હવે પછીની પેઢીનું સંવર્ધન કરવાની અને સામાજિક પરિવર્તનને ઉત્તેજન આપવાની આસપાસ ફરે છે. સોલ્વ ફોર ટુમોરો ભારતના યુવાનો માટે એક પ્લેટફોર્મ તરીકે ખરેખર આકાર આપે છે જેથી તેઓ અર્થપૂર્ણ નવીનતાઓ સાથે બહાર આવી શકે અને તે રીતે લોકોના જીવનમાં સુધારો કરી શકે.

 

પ્રથમ બે આવૃત્તિમાં અમે આ CSR પહેલની આપણી હવે પછીની એવી પેઢી પર સકારત્મક અસર થતી જોઇ હતી, જેઓ ભારે ઊંચાઇએ સ્પર્શ્યા હતા, તેમજ તેમની સામાજિક ઉદ્યોગસાહસિતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેની ત્રીજી આવૃત્તિમાં બે અલગ અલગ ટ્રેક્સ સાથે, અમે ભારત અને વિશ્વમાં એક સાથે ઉકેલ લાવવાનો હેતુ ધરાવીએ છીએ. સૌથી વધુ અગત્યનું એ છે કે આ સૌપ્રથમ CSR પ્રોગ્રામ સાથે અમારે દેશમાં નવીનતાની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ભૂમિકા ભજવવી છે.”

 

ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી (MeitY)ના સિનીયર ડિરેક્ટર અને વૈજ્ઞાનિક ‘G’ડૉ. સંદીપ ચેટર્જીએ જણાવ્યું હતુ કે, “પર્યાવરણ અને ટકાઉ વિકાસ એ ભારત સરકારના અગ્રિમ એજન્ડા છે. આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે માનવ ક્ષમતાઓ સાથે ટેકનોલોજીનું મિશ્રણ કરવાની આ તક આપતી ક્ષણ છે. ભારતીય યુવાનો, જેઓ નવીન દિમાગ અને કૌશલ્યો ધરાવે છે, અને પર્યાવરણની ઊંડી સંભાળ લે છે. મૂળભૂત નવીનતાઓનો ઉપયોગ કરીને વિવિધ વૈશ્વિક સમસ્યાઓ અને પડકારો પર ધ્યાન આપી શકાય છે. ‘સોલ્ ફોર ટુમોરો’ જેવા પ્રોગ્રામ્સ યુવાનોની શક્તિનો ઉપયોગ કરીને ભારત સરકારના સ્વપ્નને સાકાર કરતુ પ્રમાણ છે.”

IIT દિલ્હીના ડિરેક્ટર અધ્યાપક રંગન બેનર્જીએ જણાવ્યું હતુ કે, “સેમસંગના ‘સોલ્ ફોર ટુમોરો’ પ્રોગ્રામમાં અગત્યના ભાગીદાર તરીકે અમારી ભાગીદારીને સતત રાખવાનુ સન્માન અનુભવીએ છીએ. આ સહયોગ સમાજમાં સકારાત્મક પરિવર્તનને વેગ આપવા માટે નવીનતાના સંવર્ધન અને યુવા દિમાગને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે.”

ભારત સ્થિત યુએન રેસિડન્ટ કોઓર્ડિનેટર શોમ્બી શાર્પએ જણાવ્યું હતુ કે, “એક આકર્ષક પહેલ એવી સેમસંગ સોલ્વ ફોર ટુમોરો પ્રોગ્રામની ત્રીજી આવૃત્તિમાં ભાગ લેવાથી મને આનંદ થયો છે જે ટકાઉ વિકાસ લક્ષ્યાંકોને સંબંધિત પડકારોને ઉકેલવા માટે યુવાનો-પ્રેરીત નવીનતાઓને હિંમત અને પ્રોત્સાહન આપે છે. ભારતમાં યુએન સિસ્ટમ એવા ખાનગી ક્ષેત્રની સોલ્વ ફોર ટુમોરો પ્રોગ્રામ જેવી પહેલ સાથે કામ કરે છે અને ટેકો આપે છે જે યુવાનોની મહત્ત્વાકાંક્ષાઓ અને નેતૃત્ત્વને પ્રોત્સાહન આપે છે. અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી યુવાન પેઢી સાથે ભારત એવા વધુ યુવા દિમાગો ધરાવે છે જેઓ અગાઉ જોવા ન મળી હતી તેવી પોતાની શક્તિ અને ઉકેલોને લાવી રહ્યા છે.! તેનો અર્થ એ કે ભારતીય ઉકેલો વૈશ્વિક ઉકેલો પણ બનશે.”

પ્રથમ નજરે સેમસંગ સોલ્વ ફોર ટુમોરો

કોણ ભાગ લઇ શકે:સ્કૂલ ટ્રૅકમાં 14-17 વર્ષના બાળકો-વ્યક્તિગત રીતે અથવા 5 સભ્યો સુધીની ટીમમાં “કોમ્યુનિટી એન્ડ ઇન્ક્લુઝન” થીમમાં તેમના વિચારો સુપરત કરી શકે છે અને 18-22 વર્ષના બાળકો – વ્યક્તિગત રીતે અથવા 5 સભ્યો સુધીની ટીમમાં તેમના વિચારો “એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલીટી” થીમમાં તેમના વિચારો સુપરત કરી શકે છે.

એપ્લીકેશન થીમ્સ:

સ્કુલ ટ્રેક હેઠળ “કોમ્યુનિટી એન્ડ ઇન્ક્લુઝન”, આરોગ્યમાં ઉપભોગ્તયામાં સુધારો કરીને, શીખવાની પદ્ધતિઓમાં સુધારો કરીને અને શિક્ષણનો લાભ ઉઠાવીને વંચુત જૂથોને સક્ષમ કરે છે અને દરેક માટે સામાજિક સમાવેશીતાની ખાતરી કરે છે

“એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલીટી”, યૂથ ટ્રેક હેઠળ પર્યાવરણના રક્ષણ હેઠળ ભાર મુકાશે તેમજ કાર્બનની હાજરીમાં ઘટાડો કરાશે અને ટકાઉતાને પ્રોત્સાહન આપશે.

તેમને શું મળશે:સેમસંગ, MeitY, IIT-દિલ્હી સહિત વિવિધ ઉદ્યોગ નિષ્ણાતો તરફથી રૂબરુ તાલીમ અને ભારતમાં યુનાઇટેડ નેશન્સ તરફથી ટેકનિકલ સપોર્ટ. આ ઉપરાંત, સહભાગીઓને તેમના વિચારોને પ્રોટોટાઇપમાં બનાવવા માટે વિશિષ્ટ માર્ગદર્શન અને શિક્ષણ મળશે, સેમસંગ નેતાઓ સાથે કેન્દ્રિત ક્રિયાપ્રતિક્રિયા સાથે ક્યુરેટેડ ઇનોવેશન વોકમાં હાજરી આપવાની તક અને પ્રોટોટાઇપ વિકાસ અને ઉન્નતીકરણ માટે માઇલસ્ટોન આધારિત અનુદાન મળશે.

સ્કૂલ ટ્રૅક: સેમિ-ફાઇનલિસ્ટ 10 ટીમોને પ્રોટોટાઇપ વિકાસ અને સેમસંગ ગેલેક્સી ટૅબ્સ માટે રૂ. 20,000નું અનુદાન મળશે. ફાઇનલિસ્ટ 5 ટીમોને પ્રોટોટાઇપ વિસ્તરણ અને સેમસંગ ગેલેક્સી ઘડિયાળો માટે પ્રત્યેકને રૂ. 1 લાખ અનુદાન મળશે

યુથ ટ્રેક: સેમિ-ફાઇનલ 10 ટીમોને પ્રોટોટાઇપ વિકાસ અને સેમસંગ ગેલેક્સી લેપટોપ માટે રૂ. 20,000ની ગ્રાન્ટ મળશે. ફાઇનલિસ્ટ 5 ટીમોને પ્રોટોટાઇપ વિસ્તરણ અને સેમસંગ ઝેડ ફ્લિપ સ્માર્ટફોન માટે પ્રત્યેકને રૂ. 1 લાખનું અનુદાન મળશે

વિજેતાને શુ મળશે:

સ્કુલ ટ્રેક: વિજેતા ટીમને ટુમોરો 2024 માટે સોલ્વની “કોમ્યુનિટી ચેમ્પિયન” તરીકે જાહેર કરવામાં આવશે અને પ્રોટોટાઇપ પ્રગતિ માટે રૂ. 25 લાખની સિડ અનુદાન પ્રાપ્ત થશે. વિજેતા ટીમોની શાળાઓને શૈક્ષણિક તકોમાં વધારો કરવા માટે, સમસ્યાનું નિરાકરણ કરવાની માનસિકતાને પ્રોત્સાહિત કરવા માટે સેમસંગ પ્રોડક્ટ્સ પણ પ્રાપ્ત થશે.

યુથ ટ્રેક: વિજેતા ટીમને સોલ્વ ફોર ટુમોરો 2024ની “એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન” તરીકે જાહેર કરવામાં આવશે અને IIT-દિલ્હીમાં ઇન્ક્યુબેશન માટે રૂ. 50 લાખનું અનુદાન પ્રાપ્ત થશે. વિજેતા ટીમોની કોલેજો સામાજિક સાહસિકતાને પ્રોત્સાહિત કરવા, તેમની શૈક્ષણિક તકોને વધારવા માટે સેમસંગ પ્રોડક્ટ્સ પણ પ્રાપ્ત કરે છે.

 

તેઓ ક્યાં અરજી કરી શકે છે:www.samsung.com/in/solvefortomorrow

ક્યારથી: 09 એપ્રિલ, 2024 થી શરૂ થાય છે

ક્યાં સુધી:31 મે, 2024 ના રોજ સાંજે 5 વાગ્યા સુધી

પ્રોગ્રામની વિગતો

સ્કુલ ટ્રેકઃ સોલ્વિંગ ફોર ઇન્ડિયા

સ્કુલ ટ્રેકમાં, વિદ્યાર્થીઓને પાંચ સભ્યો સુધીની ટીમ બનાવવા અને ‘કોમ્યુનિટી એન્ડ ઇનોવેશન’ થીમ હેઠળ તેમના નવીન વિચારો સુબમિટ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. કાર્યક્રમ ચાર તબક્કામાં આગળ વધશે: એપ્લિકેશન વિન્ડો, પ્રાદેશિક રાઉન્ડ, ઇનોવેશન વોક અને ગ્રાન્ડ ફિનાલે.

એપ્લિકેશન વિન્ડો દરમિયાન, સહભાગી ટીમોને સ્વીકૃતિના ડિજિટલ પ્રમાણપત્રો પ્રાપ્ત થશે. પ્રથમ શોર્ટલિસ્ટમાં પ્રાદેશિક શોર્ટલિસ્ટનો સમાવેશ થશે જ્યાં 50 ટીમો પસંદ કરવામાં આવશે. ત્યાર પછીના પ્રાદેશિક રાઉન્ડમાં, આ 50 ટીમો તેમના વિચારો જ્યુરી સમક્ષ રજૂ કરશે. અહીંથી, 10 સેમી-ફાઇનલિસ્ટ ટીમો ઇનોવેશન વોકમાં આગળ વધશે, જ્યાં તેઓ સેમસંગના સંશોધન અને વિકાસ કેન્દ્રો અને પ્રાદેશિક મુખ્યાલયમાં વર્કશોપમાં હાજરી આપશે, ત્યારબાદ નેશનલ પીચ ઇવેન્ટ થશે, જ્યાં આ 10 સેમી-ફાઇનલિસ્ટ તેમના વિચારો જ્યુરી સમક્ષ રજૂ કરશે. IIT દિલ્હીમાં. પુરસ્કાર તરીકે, દરેક ટીમને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ અને નવીનતમ Samsung GalaxyTablets માટે રૂ. 20,000નું અનુદાન પ્રાપ્ત થશે. નેશનલ પીચ ઈવેન્ટમાંથી પસંદ કરાયેલી, 5 ફાઇનલિસ્ટ ટીમો રૂબરુ તાલીમમાંથી પસાર થશે અને તેમના ઉકેલોને ભવ્ય જ્યુરી સમક્ષ રજૂ કરશે, જેમાં દરેક ટીમને તમામ સહભાગીઓ માટે નવીનતમ ગેલેક્સી વૉચ ઉપરાંત પ્રોટોટાઇપ વિસ્તરણ માટે રૂ. 1 લાખનું અનુદાન મળશે. ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા ટીમને સોલ્વ ફોર ટુમોરો 2024ની “કમ્યુનિટી ચેમ્પિયન” તરીકે જાહેર કરવામાં આવશે અને તેમની શાળા માટે પ્રોટોટાઇપ એડવાન્સમેન્ટ અને આકર્ષક સેમસંગ ગેલેક્સી ઉત્પાદનો માટે રૂ. 25 લાખની સિડ ગ્રાન્ટ પ્રાપ્ત થશે.

યૂથ ટ્રેક: સોલ્વિંગ ફોર ધ વર્લ્ડ

યુથ ટ્રેકમાં, ઉમેદવારો પાંચ સભ્યો સુધીની ટીમો બનાવશે અને “એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલીટી”ની થીમ હેઠળ તેમના નવીન વિચારો સુપરત કરશે. પ્રથમ શોર્ટલિસ્ટમાં પ્રાદેશિક શોર્ટલિસ્ટનો સમાવેશ થશે જ્યાં 50 ટીમો પસંદ કરવામાં આવશે. ત્યારબાદના પ્રાદેશિક રાઉન્ડમાં, આ 50 ટીમો તેમના વિચારોને જ્યુરી સમક્ષ રજૂ કરશે. અહીંથી, 10 સેમી-ફાઇનલિસ્ટ ટીમો ઇનોવેશન વોકમાં આગળ વધશે, જ્યાં તેઓ સેમસંગના સંશોધન અને વિકાસ કેન્દ્રો અને પ્રાદેશિક મુખ્ય મથકો પર વર્કશોપમાં હાજરી આપશે, ત્યારબાદ નેશનલ પિચ ઇવેન્ટ થશે, જ્યાં આ 10 સેમી ફાઇનલિસ્ટ IIT દિલ્હીની જ્યુરી સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. પુરસ્કાર તરીકે, દરેક ટીમને પ્રોટોટાઇપ વિકાસ અને નવીનતમ સેમસંગ ગેલેક્સી લેપટોપ્સ માટે રૂ. 20,000નું અનુદાન મળશે. નેશનલ પિચ ઇવેન્ટમાંથી પસંદ કરાયેલ, 5 ફાઇનલિસ્ટ ટીમો રૂબરુ તાલીમ મેળવશે અને દરેક ટીમને તમામ સહભાગીઓ માટે નવીનતમ ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોન ઉપરાંત પ્રોટોટાઇપ વિસ્તરણ માટે રૂ. 1 લાખની ગ્રાન્ટ પ્રાપ્ત કરીને ભવ્ય જ્યુરી સમક્ષ તેમના ઉકેલો રજૂ કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા ટીમને સોલ્વ ફોર ટુમોરો 2024 ના “એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન” તરીકે જાહેર કરવામાં આવશે અને તેને તેમની કોલેજ માટે ઇન્ક્યુબેશન અને આકર્ષક સેમસંગ ગેલેક્સી ઉત્પાદનો માટે રૂ. 50 લાખનું અનદાન પ્રાપ્ત થશે.

બે ટ્રેક એકબીજા સાથે સ્પર્ધા કરતા નથી અને દરેક ટ્રેકમાં થીમ્સ અને વય જૂથો અનુસાર અલગ પૂર્વ રચિત તાલીમ, માર્ગદર્શન અને ઊંડાણપૂર્વકની શીખવાની તકો હશે.

 

મુખ્ય સ્પર્ધા ઉપરાંત, પ્રતિભાગીઓને ‘સોશિયલ મીડિયા ચેમ્પિયન એવોર્ડ’ અને ‘ગુડવિલ એવોર્ડ’ જેવા પ્રતિષ્ઠિત સન્માન માટે સ્પર્ધા કરવાની તક મળશે. ‘સોશિયલ મીડિયા ચેમ્પિયન એવોર્ડ’માં દરેક ટ્રેકમાં સોશિયલ મીડિયા ચેમ્પિયન માટે રૂ. 50000નું ઇનામ સામેલ છે જેની જાહેરાત ઇનોવેશન વોકમાં કરવામાં આવશે. ‘ગુડવિલ એવોર્ડ’ ટાઇટલ વિજેતાને દરેક ટ્રેકમાં પ્રેક્ષકોની પસંદગીના વિચાર માટે રૂ. 1 લાખના ઇનામ સાથે સન્માનિત કરશે, જેની જાહેરાત ગ્રાન્ડ ફિનાલેમાં કરવામાં આવશે.

 

વધુ જાણવા અને ભારતમાં સ્પર્ધા માટે નોંધણી કરવા માટે, www.samsung.com/in/solvefortomorrowની મુલાકાત લો. એપ્લિકેશન એન્ટ્રી 31 મે, 2024 ના રોજ સાંજે 5 વાગ્યે બંધ થશે.

 

યુ.એસ.માં સૌપ્રથમવાર 2010માં લોન્ચ કરવામાં આવ્યું હતું, સોલ્વ ફોર ટુમોરો હાલમાં વૈશ્વિક સ્તરે 63 દેશોમાં કાર્યરત છે અને વિશ્વભરમાં 2.3 મિલિયનથી વધુ યુવાનોએ ભાગ લીધો છે.

 

સેમસંગ ઇલેક્ટ્રોનિક્સનું વૈશ્વિક સીએસઆર વિઝન ‘ટુગેધર ફોર ટુમોરો! એનબલીંગ પીપલ’ એ આવતીકાલના આગેવાનોને સશક્ત બનાવવા માટે વિશ્વભરના યુવાનોને શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે. અમારા સીએસઆર વેબપેજ http://csr.samsung.comપર સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના સીએસઆર પ્રયાસો વિશેની વધુ સ્ટોરી વાંચો

 

 

સેમસંગ ઇલેક્ટ્રોનીક્સ કું. લિમીટેડ વિશે

 

 

સેમસંગ વિશ્વને પ્રેરણા આપે છે અને પરિવર્તનશીલ વિચારો અને ટેકનોલોજી વડે ભવિષ્યને આકાર આપે છે. કંપની ટીવી, સ્માર્ટફોન, વેરેબલ ડિવાઇસીસ, ટેબ્લેટ, હોમ એપ્લાયન્સિસ, નેટવર્ક સિસ્ટમ્સ અને મેમરી, સિસ્ટમ LSI, ફાઉન્ડ્રી અને LED સોલ્યુશન્સની દુનિયાને ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે અને તેના SmartThings ઇકોસિસ્ટમ દ્વારા અને ભાગીદારો સાથે ખુલ્લા સહયોગ દ્વારા સરળ કનેક્ટેડ અનુભવ પ્રદાન કરી રહી છે. સેમસંગ ઇન્ડિયા પર નવીનતમ સમાચાર માટે, કૃપા કરીને http://news.samsung.com/inપર સેમસંગ ઇન્ડિયા ન્યૂઝરૂમની મુલાકાત લો. હિન્દી માટે, https://news.samsung.com/bharatપર સેમસંગ ન્યૂઝરૂમ ભારત પર લોગ ઓન કરો. તમે અમને Twitter @SamsungNewsIN પર પણ ફોલો કરી શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button