ડાંગના ભાપખલ અને જાખાના ગામે “વોટરશેડ યાત્રા” ઝુંબેશ કાર્યક્રમ યોજાયા

ડાંગના ભાપખલ અને જાખાના ગામે “વોટરશેડ યાત્રા” ઝુંબેશ કાર્યક્રમ યોજાયા
ભારત સરકારશ્રીના જમીન સંશાધન વિભાગ દ્વારા લોકોની ભાગીદારી વધારવા અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કંમ્પોનન્ટના પ્રોજેકટ વિસ્તારો હેઠળ વોટરશેડ વિકાસ પ્રવૃતિઓ વિશે જાગૃતિ લાવવા માટે રૂટ સ્તરે “વોટરશેડ યાત્રા” ઝુંબેશનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં તા.૨૦/૦૨/૨૦૨૫ ના રોજ સવારે (૧) ભાપખલ મુકામે પ્રાથમિક શાળા પટાંગણ અને (૨) બપોર બાદ જાખાના મુકામે ગ્રામ પંચાયત-પ્રાથમિક શાળાના સંયુક્ત પટાંગણમાં “વોટરશેડ યાત્રા” હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ કાર્યક્રમ એડીશનલ કલેકટર વ- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.ડી. તબિયારના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, માજી તાલુકા સદસ્ય શ્રી હિરાભાઈ રાઉત, સરપંચ શ્રી સંજયભાઈ ગવળી, ચૂંટાયેલા સભ્યો, ગ્રામજનો, વોટરશેડ સમિતિના પ્રમુખ, મંત્રી અને સભ્યો, સ્વસહાય જુથોના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.