‘KidsDay@Samsung – 2025’ના રોજ વર્કપ્લેસ નવીનતાના પ્લેગ્રાઉન્ડમાં પરિવર્તિત થયું

‘KidsDay@Samsung – 2025’ના રોજ વર્કપ્લેસ નવીનતાના પ્લેગ્રાઉન્ડમાં પરિવર્તિત થયું
બાળકોમાં આતુરતા અને સર્જનાત્મકતાને વેગ આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલા ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ મારફતે સ્વપ્ન, નવીનતા ને શોધખોળ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
ગુરુગ્રામ, ભારત, 25 ઓગસ્ટ, 2025 – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે ‘Kids Day @Samsung – 2025’નું આયોજન કર્યુ હતું, આ એક એવી ઉજવણી હતી જેણે તમામ કર્મચારીઓ, તેમના બાળકો અને પત્નીઓને એક જ છત્ર હેઠળ એકત્રિત કર્યા હતા જેથી સેમસંગ પરિવારનો એક ભાગ હોવા તરીકેનો અનુભવ કરી શકાય.
આખો દિવસ ચાલેલી આ ઘટના સેમસંગની ગુરુગ્રામ ખાતેની કોર્પોરેટ ઓફિસમાં યોજાઇ હતી, જેની ડિઝાઇન હવે પછીની પેઢીને સ્વપ્ન, નવીનતા અને ટેકનોલોજીની શોધકોળ કરવા માટેની પ્રેરણા આપવાની સાથે લાંબા ગાળાની અસર રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવી હતી.
સેમસંગ પરિવારની ઉજવણી
આ પહેલથી બાળકોને, માતાપિતા સાથે, સેમસંગની દુનિયામાં પગ મૂકવાની, તેમના માતાપિતા ક્યાં કામ કરે છે તે જોવાની અને કંપનીની નવીનતા અને સંભાળની સંસ્કૃતિનો અનુભવ કરવાની તક મળી હતી. જીવનસાથીઓએ પણ ભાગ લીધો હતો, જે તેને વિસ્તૃત પરિવારો અને એકતાનો સાચો ઉજવણી બનાવે છે.
“Kids Day@Samsung એ ફક્ત પરિવારો માટે આપણા દરવાજા અને હૃદય ખોલવા વિશે નથી; તે નવીનતાની દુનિયા માટે તેમના મન ખોલવા વિશે છે. પરિવારના સભ્યોને અમારા કાર્યસ્થળમાં લાવીને, અમે ઇચ્છીએ છીએ કે તેઓ સેમસંગનો ભાગ બનવાનો ગર્વ અનુભવે. આ વર્ષની ઉજવણી અમારા નજીકના સેમસંગ પરિવારના બંધનને મજબૂત બનાવતી વખતે, આગામી પેઢીને સર્જકો, વિચારકો અને નવીનતાવાદી બનવા માટે પ્રેરણા આપવાના અમારા સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે,” એમ સેમસંગ ઇન્ડિયાના પીપલ ટીમના વડા ઋષભ નાગપાલે જણાવ્યું હતું.
યુવા મનને પ્રેરણા આપવી
“સેમસંગને જાણો” અનુભવના ભાગ રૂપે, બાળકોએ બિઝનેસ એક્સપિરિયન્સ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ સેમસંગના અત્યાધુનિક ઉત્પાદનો અને સ્માર્ટથિંગ્સ ઇકોસિસ્ટમનું લાઇવ પ્રદર્શન જોયું હતુ.
બાળકોએ મીની સીઈઓ ચેલેન્જમાં પણ ભાગ લીધો, જેમાં “જો હું સેમસંગનો સીઈઓ હોત, તો હું કઇ પ્રોડક્ટ લોન્ચ કરત?” વિષય પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો, જેથી તેઓ સર્જનાત્મક રીતે વિચારી શકે અને ટેકનોલોજીના ભવિષ્યની કલ્પના કરી શકે.
પરિવારોની વધુ શોધ:
સેમસંગ સ્ટુડિયો – સેમસંગ પ્રોડક્ટ જાહેરાતો કેવી રીતે બનાવે છે તેના પર પડદા પાછળનો દેખાવ.
જીમ અને યોગા રૂમ – કર્મચારીઓની સુખાકારી પર કંપની દ્વારા મુકવામાં આવતા ભારનું પ્રદર્શન કરે છે.
માતાપિતાનું કાર્યસ્થળ – જ્યાં બાળકો ગર્વથી તેમના માતાપિતાના કાર્યસ્થળો જુએ છે અને સાથીદારોના પરિવારોને મળે છે, જે બંધનો અને મિત્રતાને મજબૂત બનાવે છે
આનંદ, રમત અને સાથે રહેવું
ઉત્સવની ભાવનામાં ઉમેરો કરવા માટે, મનોરંજક સ્ટોલ રમતો, ટેટૂ આર્ટ, કેરિકેચર સ્કેચ, વાળ-બ્રેઇડિંગ અને નેઇલ પેઇન્ટિંગ સાથે કિડ્સ પ્લે ઝોનની સ્થાપના કરવામાં આવી હતી. બાળકોએ ગુડીઝ જીતી અને હળવા-મજાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતાં દિવસ હાસ્ય, રમત અને ઉલ્લાસથી ભરાઈ ગયો હતો.
ઉજવણી ખાસ નાસ્તાના બોક્સ અને બાળકો માટે ક્યુરેટેડ ગિફ્ટ હેમ્પર્સ સાથે સમાપ્ત થઈ – સેમસંગના તેના વિસ્તૃત પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમનું એક નાનું પ્રતિક.