ત્રિલોક નગર વેડ રોડ ખાતે ‘આમ આદમી પાર્ટી’ના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન

ત્રિલોક નગર વેડ રોડ ખાતે ‘આમ આદમી પાર્ટી’ના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન
સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણી અને શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી ખાસ હાજર રહ્યા
સુરત: શહેરમાં આમ આદમી પાર્ટીનો વિસ્તારો પ્રત્યે પાયો મજબૂત થતો જઈ રહ્યો છે. ડભોલી-શિંગણપુર વિસ્તારમાં આવેલ વોર્ડ નં. 8 ના વેડ રોડ ત્રિલોક નગર સોસાયટીમાં રવિવારની રાત્રે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ કાર્યાલયનો શુભાઆરંભ યુવા નેતા કિર્તેશ પાટીલ અને સાગર સાવાણીના સહયોગથી થયો હતો. ઉદ્ઘાટન સમારંભ દરમિયાન ‘આપ’ના લોકસભા પ્રમુખ શ્રી રજનીકાંતભાઈ વાઘાણી તથા શહેર પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાઘાણી અને ભંડેરીએ ઉપસ્થિત કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી નિસ્વાર્થ ભાવથી જનહિતના કામો માટે કાર્યરત છે અને તે જ માર્ગે સુરત શહેરમાં કાર્ય પ્રગતિશીલ બને છે. ઉલ્લેખનીય છે કે કિર્તેશ પાટીલ મારાઠી બાહુલ વિસ્તારમાં જાણીતું નામ છે અને સ્થાનિક લોકોના પ્રશ્નો માટે તેઓ સતત કાર્યશીલ રહે છે. આવનારી મહાનગરપાલિકા ચુંટણીમાં લોકજાગૃત જનતાએ તેમને સંભવિત ઉમેદવાર તરીકે જોવાનું શરૂ કર્યું છે.