પ્રાંત અધિકારી(સુરત ઉત્તર)એ વિવિધ બ્રિજોની ચકાસણી હાથ ધરી

પ્રાંત અધિકારી(સુરત ઉત્તર)એ વિવિધ બ્રિજોની ચકાસણી હાથ ધરી
ઈન્સપેક્શન ટીમે વિવિધ ૧૧ બ્રિજો સહિત ફુટ ઓવરબ્રિજો, નાળા અને ઓવરપાસ જેવા પુલોની તાત્કાલિક ચકાસણી કરી
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ સુરત શહેર-જિલ્લામાં આવેલા બ્રિજોની સ્થાપના સમય તેમજ પુલોની વર્તમાન સ્થિતિ, ઈન્સપેકશન અને ક્ષમતા અંગેનો લેટેસ્ટ રિપોર્ટ આપવા સબંધિત અધિકારીઓને કરેલ સૂચના અંતર્ગત પ્રાંત અધિકારી(સુરત ઉત્તર)એ વિવિધ બ્રિજોની ચકાસણી હાથ ધરી હતી. જેમાં ઉમરા-ગોથાણ સાયણ રોડને જોડતા પુલ, રેલવે સ્ટેશન- ગોથાણને જોડતા ફુટ ઓવરબ્રિજ, ગોથાણ- ઉમરા રોડને જોડતા પુલ, ઈચ્છાપોર, કવાસ-સુરતથી કલકત્તા નેશનલ હાઈવેને જોડતા ODRS, ભાઠાથી નવાપરા ફળીયાને જોડતા પુલ, ઈચ્છાપોર ખાડી બ્રિજ, અઠવાથી અડાજણને જોડતો સરદાર બ્રિજ, અડાજણથી દોટીવાલા સર્કલને જોડતો મકાઈપુલ, અડાજણથી ચોક બજારને જોડતો નહેરુ બ્રિજ, મોરાભાગળથી ડભોલી/ઈસ્કોન સર્કલને જોડતો જહાંગીરપુરા બ્રિજ અને વેડ વરિયાવ બ્રિજ મળી કુલ ૧૧ બ્રિજો સહિત ફુટ ઓવરબ્રિજો, નાળા અને ઓવરપાસ જેવા પુલોની તાત્કાલિક ચકાસણી કરી હતી. ઈન્સ્પેક્શન ટીમ દ્વારા બ્રિજ ચકાસણી અંતર્ગત પુલોની વર્તમાન સ્થિતિનો ચિતાર અને રેલીંગ સહિતની વિગતોનો તાત્કાલીક ચકાસણી કરી વિગતવાર અહેવાલ જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવ્યો હતો.
પ્રાંત અધિકારીશ્રીના વડપણ હેઠળ આયોજિત આ ઇન્સ્પેકશન ડ્રાઈવમાં તાલુકા મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ જોડાઈ હતી.