વિપ્રો GE હેલ્થકેર દ્વારા આગામી5 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ આઉટપુટ અને સ્થાનિકસંશોધન અને વિકાસ માટે રૂપિયા 8000 કરોડથી વધુના રોકાણની જાહેરાત કરવામાં આવી

- ‘ભારતમાં, વિશ્વ માટે‘PET CT, CTઅને MRકૉઇલનાઉત્પાદનની જાહેરાત
- ‘MedTech માટે કી ઇનોવેશન અને મેન્યુફેક્ચરિંગ હબ‘ તરીકે ભારતની સ્થિતિનું નિર્માણ કરવાનો હેતુ
ભારત, 26મી માર્ચ, 2024:અગ્રણી વૈશ્વિક તબીબી તકનીક, ફાર્માસ્યુટિકલ ડાયગ્નોસ્ટિક્સ અને ડિજિટલ સોલ્યુશન્સ ઇનોવેટરએવા વિપ્રો GE હેલ્થકેરદ્વારા આગામી 5 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ આઉટપુટ અને સ્થાનિક સંશોધન અને વિકાસ માટે રૂપિયા 8000 કરોડથી વધુના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. ઝડપી વિકાસ માટે તૈયાર, MedTech, સનરાઇઝ સેક્ટર ભારતમાં હોસ્પિટલ ઉદ્યોગ સાથે ખૂબ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે, જે કુલ હેલ્થકેર માર્કેટમાં 80% હિસ્સો ધરાવે છે અને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મજબૂત રોકાણકારોની માંગનું સાક્ષી છે.1આ વ્યૂહાત્મક રોકાણ વિપ્રો GE હેલ્થકેરના સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટને વધતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારને સંબોધવા માટે પ્રોત્સાહન આપે છે અને સંસ્થા માટે આપૂર્તિ શૃંખલાની સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરશે.આ રોકાણના ભાગરૂપે, વિપ્રો GE હેલ્થકેર ‘મેડ ઇન ઈન્ડિયા’ PET CT ડિસ્કવરી IQ 15 દેશોમાં નિકાસ કરવામાં આવશે. વધુમાં, ‘મેડ ઇન ઇન્ડિયા’ રિવોલ્યુશન એસ્પાયર CT, રિવોલ્યુશન ACT અને MR બ્રેસ્ટ કૉઇલનું ઉત્પાદન ‘ભારતમાં, વિશ્વ માટે’ કરવામાં આવશે.
ભારત વિશ્વમાં તબીબી ઉપકરણો માટે ટોચના 20 વૈશ્વિક બજારોમાં સામેલ છે.[1] વિપ્રો GE હેલ્થકેર છેલ્લા ત્રણ દાયકામાં ‘મેક ઇન ઇન્ડિયા – ફોર ધ ઇન્ડિયા અને વર્લ્ડ’ ધરાવતી પ્રથમ MedTech કંપનીઓમાંની એક છે, જે આરએન્ડડીમાં $4 બિલિયનથી વધુનું રોકાણ કરે છે અને ભારતમાં શરૂઆતથી જ મેન્યુફેક્ચરિંગ આઉટપુટપૂરું પાડે છે.દાયકાઓથી, સંસ્થાએ MedTech ઘટક ઉત્પાદનના મજબૂત સ્થાનિક સપ્લાયર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપ્યું છે – જેમાં પ્લાસ્ટિક, EMS, મશીનિંગ, કાસ્ટિંગ, 3D પ્રિન્ટિંગ જેવી ક્ષમતાઓને આવરી લેવામાં આવી છે – જે $1M આપૂર્તિકાર શ્રમ કલાકોનું યોગદાન આપે છે. રોકાણમાં વધારાના 400,000 શ્રમ કલાકો બનાવવાનો સમાવેશ થશે.
વિપ્રો GE હેલ્થકેર,વિપ્રો એન્ટરપ્રાઇઝ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના ચેરમેન,શ્રી અઝીમ પ્રેમજીએજણાવ્યું કે, ““ભારત હેલ્થકેર ઉદ્યોગમાં પુનરુત્થાન પામી રહેલી વૃદ્ધિ અને MedTech ક્ષેત્રનો ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. ‘મેક ઇન ઈન્ડિયા’ સાથે, અમે દેશમાં મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટના ઝડપી વિસ્તરણના સાક્ષી છીએ, વિશ્વના MedTech હબ તરીકે ભારતની ક્ષમતાને મજબૂત બનાવી રહ્યા છીએ.વિપ્રો GE હેલ્થકેર ત્રણ દાયકાથી વધુ સમયથી સ્થાનિકીકરણની આ યાત્રા માટે પ્રતિબદ્ધ છે અને આ વ્યૂહાત્મક રોકાણ આ ક્ષેત્ર માટેના અમારા દૃષ્ટિકોણનો પુરાવો છે.”
GE હેલ્થકેરના પ્રેસિડેન્ટ અને સીઈઓપીટર જે. એડ્રુઈનીએ જણાવ્યું કે, “ભારત વૈશ્વિક સ્તરેGEહેલ્થકેર માટે ઉચ્ચ સંભવિત, ઉચ્ચ પ્રાથમિકતાનું બજાર છે. વાસ્તવમાં, અમે ‘મેક ઇન ઇન્ડિયા – ફોર ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ’ કરનારી પ્રથમ મેડટેક કંપનીઓમાંના છીએ.અમે મેડટેક મેન્યુફેક્ચરિંગ અને આરએન્ડડીમાં ભારતની સ્થાનિક ક્ષમતાઓ અને તેના વૈશ્વિક પદચિહ્નોના વિસ્તરણમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું. આજની જાહેરાત વૈશ્વિક સ્તરે ચોક્કસ નવીનતા પહોંચાડવા અને ભારત અને વિશ્વ બજારો માટે ‘મેડટેક ઇનોવેશન અને મેન્યુફેક્ચરિંગ હબ‘ તરીકે ભારતની સ્થિતિને વેગ આપવા માટે અમારા વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ સાથે સંકલિત છે.
વિપ્રોGEહેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર અને GEહેલ્થકેર સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચૈતન્ય સારાવતેએ જણાવ્યું હતું, “ભારતમાં ઇનોવેશન અને મેકિંગ ઇન ઇન્ડિયા – ભારત અને વિશ્વ માટે, અમારા માટે હંમેશા પ્રાથમિકતા રહી છે, જે છેલ્લા ત્રણ દાયકામાં અમારા માર્ગ અને રોકાણોમાં સ્પષ્ટ છે. અમે મજબૂત ઇનોવેશન ટ્રેક રેકોર્ડ, સ્થાનિક સપ્લાયર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપ્યું છે અને ભારતમાં, ભારત અને વિશ્વ માટે વિશ્વસ્તરીય ઉત્પાદનોનો પોર્ટફોલિયો બનાવ્યો છે.સ્થાનિક ભાગીદાર તરીકે અમે ભારતની સંભવિતતા અને તેની ‘આત્મનિર્ભર’ બનવાની સફર અને સ્થિતિસ્થાપક વૈશ્વિક પુરવઠા શૃંખલામાં એક મુખ્ય કોગ વિશે ઉત્સાહિત છીએ. ભારત આગામી વર્ષોમાં તબીબી ઉપકરણો માટે મૂલ્ય અને ટેક્નોલોજીના સંદર્ભમાં ટોચના પાંચ વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રોમાં સ્થાન મેળવવાની કલ્પના કરે છે, અમે રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ એજન્ડા માટે પ્રતિબદ્ધ છીએ.”[2]
હાલમાં, સંસ્થા બેંગલુરુમાં ચાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે. ભારત સરકારની PLI સ્કીમ હેઠળ INR100 કરોડથી થોડાં રોકાણ સાથે માર્ચ 2022માં સ્થપાયેલ નવીનતમ પ્લાન્ટ સહિત ચારેય મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ નિકાસ પ્લાન્ટ છે.
GEહેલ્થકેર એ ત્રણ દાયકા પહેલા ભારતમાં R&D કેન્દ્ર શરૂ કરનાર પ્રથમ હેલ્થકેર કંપનીઓમાંની એક છે. હેલ્થકેર ટેક્નોલોજી સેન્ટર ઈન્ડિયા (HTCI) એ યુએસએની બહાર GE હેલ્થકેરનું સૌથી મોટું R&D કેન્દ્ર છે, જે બેંગલુરુના જ્હોન એફ. વેલ્ચ ટેક્નોલોજી સેન્ટર (JFWTC)માં આવેલું છે.આ સંસ્થા વધુ સંશોધન માટે દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સહયોગ ધરાવે છે. જાન્યુઆરી 2024માં, GE HealthCare એ ભારત અને વિશ્વ માટે ભારતમાંથી MedTech ઇનોવેશનને આગળ વધારવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.
GE હેલ્થકેર ટેકનોલોજીસ ઇન્ક.વિશે
GE હેલ્થકેરએ અગ્રણી વૈશ્વિક તબીબી તકનીક, ફાર્માસ્યુટિકલ ડાયગ્નોસ્ટિક્સ અને ડિજિટલ સોલ્યુશન્સ ઇનોવેટર છે, જે હોસ્પિટલોને વધુ કાર્યક્ષમ, ચિકિત્સકોને વધુ અસરકારક, ઉપચાર વધુ ચોક્કસ અને દર્દીઓને વધુ સ્વસ્થ અને સુખી બનાવવા માટે સંકલિત ઉકેલો, સેવાઓ અને ડેટા એનાલિટિક્સ પ્રદાન કરવા માટે સમર્પિત છે.દર્દીઓ અને પ્રદાતાઓને 100 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી રહી છે, GE HealthCare વ્યક્તિગત, કનેક્ટેડ અને કરુણાપૂર્ણ સંભાળને આગળ વધારી રહી છે, જ્યારે દર્દીની સંભાળના માર્ગ પરની મુસાફરીને સરળ બનાવી રહી છે.અમારા ઇમેજિંગ, અલ્ટ્રાસાઉન્ડ, પેશન્ટ કેર સોલ્યુશન્સ અને ફાર્માસ્યુટિકલ ડાયગ્નોસ્ટિક્સ વ્યવસાયો સાથે મળીને નિદાન, ઉપચાર, દેખરેખ સુધી દર્દીની સંભાળને સુધારવામાં મદદ કરે છે. અમે 51,000 સાથીદારો સાથે $19.6 બિલિયનનો વ્યવસાય છીએ જ્યાં આરોગ્ય સંભાળની કોઈ મર્યાદા નથી.
નવીનતમ સમાચાર માટેFacebook, LinkedIn, XઅનેInsightsપર અમને અનુસરો અથવા વધુ માહિતી માટે અમારી વેબસાઇટ https://www.gehealthcare.inની મુલાકાત લો.
વિપ્રો GEહેલ્થકેર પ્રા. લિ. વિશે
વિપ્રો GE હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ એ GE પ્રિસિઝન હેલ્થકેર એલએલસી, યુએસએ અને વિપ્રો એન્ટરપ્રાઇઝ લિમિટેડ, ભારત વચ્ચેનું સંયુક્ત સાહસ (JV) છે. 1990 માં સ્થપાયેલ, તે ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, માલદીવ્સ અને ભૂતાનમાં ફેલાયેલી કામગીરી સાથે આ પ્રદેશમાં સૌથી સફળ અને સૌથી લાંબી ચાલતી સંયુક્ત સાહસોમાંની એક છે.કંપની દક્ષિણ એશિયા ક્ષેત્રની સૌથી પ્રીમિયમ મેડિકલ ટેક્નોલોજી પ્લેયર્સમાંની એક છે. વિપ્રો GE હેલ્થકેર આરોગ્ય સંભાળના કેટલાક મુશ્કેલ પડકારો – માતૃત્વ અને શિશુ મૃત્યુને ઓછું કરવામાં મદદ કરવી, કેન્સરની વહેલી તપાસને સક્ષમ કરવી, હૃદયની બિમારીઓ માટે ચોકસાઇ-સંભાળના માર્ગો પ્રદાન કરવા અને આઘાતના દર્દીઓ માટે વધુ સારા પરિણામો લાવવા વગેરેને સંબોધિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
[1]https://www.investindia.gov.in/sector/medical-devices
[2]https://pharmaceuticals.gov.in/sites/default/files/Public%20Notice%20and%20Approch%20paper%20on%20draft%20NMDP%202022.pdf