“શી ટેન્ક” શોકેસ કાર્યક્રમમાં મહિલાઓએ પ્રતિભા બતાવી

“શી ટેન્ક” શોકેસ કાર્યક્રમમાં મહિલાઓએ પ્રતિભા બતાવી
સુરત : અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા “શી ટેન્ક” શોકેસ કાર્યક્રમનું આયોજન મંગળવારે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરકામ કરતી મહિલાઓને આગળ વધારવાની સાથે સાથે તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો હતો. આ આયોજનમાં કાર્યરત મહિલાઓએ પોતાના બિઝનેસનું પ્રેઝન્ટેશન આપ્યું અને બિઝનેસ વિશે જણાવ્યું. આ માટે મહિલા શાખા દ્વારા પહેલા બે દિવસની ટ્રેનિંગ વર્કશોપ પણ રાખવામાં આવી હતી. આયોજનમાં મહિલાઓને બિઝનેસમાં આવતી મુશ્કેલીઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા બેસ્ટ પ્રેઝન્ટેશનને પુરસ્કાર અને ભેટ આપવામાં આવી હતી. આ આયોજનમાં 500 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે મહિલા શાખાના અધ્યક્ષા રુચિકા રુંગટા, પ્રીતિ ગોયલ, અનુરાધા જાલાન, શાલિની ચૌધરી, આરતી મિત્તલ, સરોજ અગ્રવાલ, અલકા અગ્રવાલ, સીમા બઘેરિયા સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


