વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ

વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ
વિશ્વભરમાં દર વર્ષે 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. 2026ની થીમ “ઓટિઝમ એન્ડ હુમૈનીટી – એવેરી લાઈફ હેસ વેલ્યુ” આપણને એ મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે દરેક માનવજીવન અમૂલ્ય છે અને દરેક વ્યક્તિને સમાન સન્માન અને તક મળવી જોઈએ. ઓટિઝમ એક ન્યુરોડેવલપમેન્ટલ સ્થિતિ છે, જે વ્યક્તિના સંવાદ, વર્તન અને સામાજિક પરસ્પરક્રિયામાં અસર કરે છે. છતાં, ઓટિઝમ ધરાવતા લોકોમાં અનોખી પ્રતિભા, સર્જનાત્મકતા અને ક્ષમતાઓ પણ રહેલી હોય છે. આ દિવસનો મુખ્ય હેતુ સમાજમાં જાગૃતિ લાવવાનો, ગેરસમજો દૂર કરવાનો અને ઓટિઝમ ધરાવતા લોકો માટે વધુ સમાન અને સમાવેશી વાતાવરણ ઊભું કરવાનો છે. “એવેરી લાઈફ હેસ વેલ્યુ” નો અર્થ એ છે કે આપણે દરેક વ્યક્તિને તેની ક્ષમતાઓ અને વ્યક્તિગત ઓળખ સાથે સ્વીકારીએ અને પ્રોત્સાહન આપીએ. આ ક્ષેત્રમાં હેલ્થકેર પ્રોફેશનલ્સની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. ડૉક્ટર્સ, ફિઝિયોથેરાપિસ્ટ્સ, ઑક્યુપેશનલ થેરાપિસ્ટ્સ, સ્પીચ થેરાપિસ્ટ્સ અને સાઇકોલોજિસ્ટ્સ મળીને ઓટિઝમ ધરાવતા બાળકો અને વયસ્કોને યોગ્ય માર્ગદર્શન, થેરાપી અને સહાય પૂરી પાડે છે. વહેલી ઓળખ (અર્લી ડાયગ્નોસીસ) અને યોગ્ય ઈન્ટરવેન્શન દ્વારા વ્યક્તિના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો શક્ય બને છે. આ પ્રસંગે ડો. અમિત એમ. પટેલ ( પી.એચ.ડી) જેવા નિષ્ણાતોનું યોગદાન વિશેષ નોંધપાત્ર છે. તેઓ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ, યુ.એસ.એ ખાતે આવેલ ના ગ્લોબલ ફેકલ્ટી એડવાયસરી પેનલ ની સેન્ટ્ર્લ કમિટી માં સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેમનું કાર્ય માત્ર ક્લિનિકલ સેવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેઓ વૈશ્વિક સ્તરે જાગૃતિ, શિક્ષણ અને સમાવેશી નીતિઓ માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ડૉ. પટેલ જેવા હેલ્થકેર પ્રોફેશનલ્સ સમાજને સમજાવે છે કે ઓટિઝમ કોઈ “રોગ” નથી જેને દૂર કરવો પડે, પરંતુ એક અલગ રીતે વિકાસ પામેલી સ્થિતિ છે જેને સમજવાની અને સ્વીકારવાની જરૂર છે. તેઓ પરિવારજનોને માર્ગદર્શન આપે છે કે કેવી રીતે પ્રેમ, સહનશીલતા અને યોગ્ય તાલીમ દ્વારા ઓટિઝમ ધરાવતા બાળકોને સ્વતંત્ર અને આત્મવિશ્વાસપૂર્ણ જીવન જીવવા પ્રોત્સાહિત કરી શકાય. આજના સમયમાં શિક્ષણ સંસ્થાઓ અને કાર્યસ્થળોએ પણ સમાવેશી નીતિઓ અપનાવવાની જરૂર છે, જેથી ઓટિઝમ ધરાવતા લોકો પોતાની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે. સમાજના દરેક સભ્યે સહાનુભૂતિ, સમજણ અને સ્વીકારનો અભિગમ અપનાવવો આવશ્યક છે. અંતમાં, વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ આપણને યાદ અપાવે છે કે માનવતા એ માત્ર શબ્દ નથી, પરંતુ દરેક વ્યક્તિને સન્માન આપવાની અને તેને આગળ વધારવાની જવાબદારી છે. “ઓટિઝમ એન્ડ હુમૈનીટી – એવેરી લાઈફ હેસ વેલ્યુ” આ વિચારધારાને આત્મસાત કરીને આપણે એક વધુ સમાવેશી અને સંવેદનશીલ સમાજ રચી શકીએ.



