ગુજરાત

મહિલાઓ માટે કાયમી પ્રિ – લીટીગેશન લોક અદાલતને આવકાર : એડવોકેટ પ્રિતી જોષી

મહિલાઓ માટે કાયમી પ્રિ – લીટીગેશન લોક અદાલતને આવકાર : એડવોકેટ પ્રિતી જોષી

ગુજરાત હાઇકોર્ટે મહિલાઓની લગ્ન જીવન અને કૌટુંબિક વિષયક તકરારના પ્રશ્ને સર્વપ્રથમ પ્રાધાન્યતા બક્ષવા સારું સીધા ફેમિલી, સિવિલ અને ફોજદારી કોર્ટમાં જતા પૂર્વે કાયમી પ્રિ – લીટીગેશન ઘ્વારા સ્થાપિત લોક અદાલતનું આરંભિક શરણું શોધવા અંગેનો ઐતિહાસિક નિર્ણય કથિત પીડિત મહિલા સહિત પરિવારજનોના હિત અને મહતમ ન્યાય માટે લીધેલ છે તે સરાહનીય હોય તેને શહેરના મહિલા સિનિયર એડવોકેટ શ્રીમતી પ્રિતી જીજ્ઞેશ જોષી સહર્ષ રીતે આવકારી બિરદાવે છે અને આ અંગે હાઇકોર્ટની ધન્યતા અનુભવી જણાવે છે કે, ઘણા કિસ્સામાં સામાન્યપણે મીડીએટર વકીલ સજ્જન પુરુષ હોવાથી પણ અસરગ્રસ્ત પીડિતા કહેવાતા દહેજ પ્રતિબંધક કેસમાં અને / અથવા કથિત ઘરેલું હિંસા અને સ્ત્રી અત્યાચારને સ્પર્શતા ગુન્હામાં યા અન્ય કેસમાં ખુલ્લા મને, નિખાલસતાથી પોતાની મનની અને દિલની રજૂઆત ખુલીને કરી શકતી નથી અને ફેમિલી યા પર્સનલ (અંગત ), પ્રાઇવસી (ગુપ્તતા)ના મામલે ક્ષોભ અને શરમ સંકોચ અનુભવતા હોય છે! ખેર, મહિલાઓ પોતાની બીના, ઘટના, હકીકત મોકળા મનથી ખુલ્લા દિલથી સ્પષ્ટ અને સહજ રીતે જણાવી શકે એ માટે આ ખાસ લોકઅદાલતની સ્વતંત્ર પાંખ મહિલા મીડીયેટર એડવોકેટના સંચાલન હેઠળ હોવી હિતાવહ છે જેમ કે, સંબંધિત મહિલા પોલીસ સ્ટેશન યા ફેમિલી કોર્ટમાં ફરજ બજાવતી મહિલા પોલીસ અને /અથવા મહિલા મેજિસ્ટ્રેટ અસરગ્રસ્ત પીડિતાને સ્વતંત્ર રીતે ઇન્સાફી કાર્યવાહી માટે સંભાળે છે તેવા નીતિનિયમો અને ધારાધોરણો અત્રે લાગુ પાડવા રહ્યા તેવો અનુરોધ જોષીનો છે!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button