ક્રાઇમ

ટ્રેનમાંથી ચોરી થયેલ મોબાઈલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત રેલ્વે પોલીસ, વડોદરા જીઆરપી

ટ્રેનમાંથી ચોરી થયેલ મોબાઈલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત રેલ્વે પોલીસ, વડોદરા જીઆરપી

સુરત : પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ અધિક્ષક સરોજકુમારી નાઓ દ્વારા જુદા જુદા રેલવે સ્ટેશન મુસાફરખાના પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિમતી સરસામાનની સલામતી રહે તે હેતુસર વધુમાં વધુ પેટ્રોલીંગ કરી બનતા ગુન્હાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓમાં મો.ફોન ચોરીના ગુનાઓની કોલ ડિટેઇલ્સના આધારે ટેકનીકલ એનાલીસીસનો જીણવટ ભરી અભ્યાસ કરી તેમજ ખાનગી બાતમીદારોને રાખી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા ખાસ સુચનાઓ આપવામાં આવેલ. જેના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.એન.પટેલ એલ.સી.બી.પ.રે. વડોદરા નાઓની સુચના હેઠળ પોલીસ સબ ઇન્સપેકટર એ.કે.કુવાડીયા એલ.સી.બી.પ.રે.સુરત નાઓના માર્ગદર્શન મુજબ તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ એલ.સી.બી.પ.રે.સુરતના પો.હેડ.કોન્સ. મહેશકુમાર માલજીભાઇ તથા પો.કોન્સ. સંજયકુમાર શાહરભાઇ તથા ટેકનીકલ એનાલીસીસના જાણકાર પો.હેડ.કોન્સ.શૈલેષભાઇ વીરાભાઇ એલ.સી.બી.૫.વડોદરાના, સુરત રે.પો.સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ફોન ચોરીના ગુનાના કામે ચોરીમાં ગયેલ મો.ફોન કોલ ડિટેઇલ્સની જીણવટ ભરી રીતે ટેકનીકલ એનાલીસીસનો અભ્યાસ કરી જે આધારે મળેલ ખાનગી બાતમીથી એક ઇસમ નામે- લક્ષ્મણ s/o મુક્તિપ્રસાદ ગમા ઉ.વ.૩૪ ધંધો. મો.ફોન રીપેરીંગનું કામ રહે. હાલ.મ.નં.૪૦ ધ્રુવપાર્ક સોસાયટી ગોડાદરા સુરત, મુળ ગામ. ગોસાઇપુર થાના. રાજપુર જી.બકસર બિહારવાળાને પકડી એમના પાસેથી એક આસમાની-કાળા કલરનો VIVO X70 PRO મોડલ નં. V2105 કંપનીનો મો.ફોન કિ.રૂ.૫૨,૦૦૦/- ની મત્તાનો મળી આવતા જે મો.ફોન સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં પાર્ટ A ગુ.ર.નં. ૧૧૨૧૨૦૬૨૨૩૧૦૪૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરી ગયેલ મોબાઇલ ફોન હોય જે મો.ફોન પંચનામા વિગતે તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને ઉપરોક્ત ગુનાના કામે આગળની કાર્યવાહી કરવા સારૂ સુરત રે.પો.સ્ટેશન ખાતે સુપ્રત કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો મો.ફોન ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button