Uncategorized

ઉનાળુ વેકેશનને પગલે કાંકરિયા સોમવારના દિવસે પણ ખુલ્લુ રહેશે

ઉનાળુ વેકેશનને પગલે કાંકરિયા સોમવારના દિવસે પણ ખુલ્લુ રહેશે

વેકેશનને લઈને કાંકરિયા સોમવારે ખુલ્લું રહેશે પ્રાણી સંગ્રહાલય, અટલ એક્સપ્રેસનો મુલાકાતીઓ લઈ શકશે લાભ બટરફ્લાય પાર્ક, બાલવાટીકા, નગીનાવાડી પણ રહેશે ખુલ્લા ઉનાળુ વેકેશનને લઈ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કાંકરિયા એક એવી જગ્યા છે જે અમદાવાદની શાન ગણાય છે, બહારથી પણ મુલાકાતીઓ આ લેકની મુલાકાત લેવા માટે આવતા હોય છે, સોમવારે કાંકરિયા બંધ હોય છે, પણ ઉનાળુ વેકેશનને લઈ સોમવારે કાંકરિયા ખુલ્લુ રાખવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે.

 

જાણો કાંકરિયામાં શું શું ખુલ્લુ રહેશે

 

આમ તો દર સોમવારે કાંકરિયા બંધ હોય છે, પણ શાળામાં ઉનાળુ વેકેશનને લઈ સોમવારે કાંકરિયાની તમામ

 

એવકિટવિટીઝ ચાલુ રેહશે. પ્રાણી સંગ્રહાલય, નગીના વાડી, બટરફ્લાય પાર્ક, નોક્ટર્નલ ઝૂ, અટલ એક્સપ્રેસ અને કિડસસિટીની તમામ એકિટવિટીઝ ચાલુ રહશે, સાથે સાથે તમામ એક્ટિવિટીની ટિકિટો ઓનલાઈન પણ ખરીદી શકાશે, સામાન્ય રીતે

 

દર સોમવારે મેઈન્ટેનન્સ માટે કાંકરિયાને બંધ રાખવામાં આવે છે. બોટિંગની એકિટવિટી રહેશે બંધ

 

વેકેશનના સમયમાં કાંકરિયામાં બોટિંગની મજા માણતા જતાં માટે આસમાચાર મહત્વના છે. જો આપ બોટિંગ માટે કાંકરિયા જઈ રહ્યાં હો તો

 

આ બોટિંગ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે વેકેશનના સમયમાં કાંકરિયામાં બોટીંગ બંધ રહેશે. હાઈકોર્ટના આદેશ અનુસાર નવા ધારા ધોરણના પાલન માટે પોલીસ કમિશનરના આદેશ અનુસાર કાંકરીયા લેક ફ્રન્ટમાં ૪૦ વર્ષથી

 

ચાલતા બોટિંગ સર્વિસને બંધ કરવામાં આવી છે. હવે નવેસરથી એમઓયુ કરાયા બાદ બોટિંગ સુવિધા શરૂ કરાશે.

 

જાણો ટિકીટના ભાવ કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે કુલ ૭ પ્રવેશદ્વાર પરથી મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મુલાકાતીઓને પ્રવેશ મેળવવા માટે જે-તે પ્રવેશદ્વાર પર આવેલી ટિકિટબારીએથી નિયત કરેલા ૧૨ વર્ષ સુધીના મુલાકાતી માટે વ્યક્તિ દીઠ રૂ ૫/-મુજબ તેમજ ૧૨ વર્ષથી મોટી ઉંમરના મુલાકાતી માટે વ્યકિત દીઠ રૂ. ૧૦/-મુજબ પ્રવેશ ફી ચૂકવી ટિકિટ લઈ પ્રવેશ મેળવવાનો હોય છે. આ ઉપરાંત કાંકરિયા લેક ફ્રન્ટ ખાતેના અન્ય આકર્ષણો જેવા કે કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા અને બટરફલાય પાર્કની મુલાકાત લેતા મુલાકાતીઓને નિયત કરેલ ફી ચૂકવી ટિકિટ ખરીદ કરવી પડતી હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button