શિક્ષા

પુનિયાદની દીકરી ન્યાશા પટેલે CBSE ધોરણ 10માં 92.60% મેળવી સમાજનું નામ રોશન કર્યું

પુનિયાદની દીકરી ન્યાશા પટેલે CBSE ધોરણ 10માં 92.60% મેળવી સમાજનું નામ રોશન કર્યું

​શિનોર:તાલુકાના પુનિયાદ ગામના વતની અને હાલ કરજણ ખાતે સ્થાયી થયેલા પરિવારની દીકરીએ શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. સ્વપ્નિલ પટેલની પુત્રી ન્યાશા પટેલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાયેલી સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન-2026 માં 92.60% ગુણ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે.

​ન્યાશાએ આ ઉચ્ચ પરિણામ મેળવીને પોતાની શાળા માનવ કેન્દ્ર જ્ઞાનમંદિર (MKG) સ્કૂલ, કંડારી નું ગૌરવ વધાર્યું છે. તેની આ સિદ્ધિથી માતા મીરાબેન અને પિતા સ્વપ્નિલભાઈ સહિત કેનેડા સ્થિત મામા ધ્રુવ પટેલનું નામ પણ રોશન થયું છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારે દીકરીની આ સફળતાને હર્ષભેર વધાવી લીધી છે. આ સિદ્ધિ બદલ બાર ગામ પાટીદાર સમાજ અને બારગામ યુવા સંગઠન દ્વારા ન્યાશાને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સમાજના અગ્રણીઓ, સ્નેહીજનો અને કુટુંબીજનોએ ન્યાશા પટેલની મહેનતને બિરદાવી તેને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ પાઠવી છે. મધ્ય ગુજરાતના પાટીદાર સમાજમાં આ તેજસ્વી તારલાની સફળતા અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે.ન્યાશાને તેની આ શાનદાર સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button