નવા વર્ષના પ્રારંભે એમસીએક્સ પર સોનું-મિની, ગોલ્ડ-ગિની, ચાંદીના વાયદામાં નરમાઈઃ ક્રૂડમાં મામૂલી સુધારો

નવા વર્ષના પ્રારંભે એમસીએક્સ પર સોનું-મિની, ગોલ્ડ-ગિની, ચાંદીના વાયદામાં નરમાઈઃ ક્રૂડમાં મામૂલી સુધારો
કોટન-ખાંડી વાયદામાં રૂ.140ની તેજીઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.2907.03 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.18863.92 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 1667.38 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18598 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.21771.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.2907.03 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.18863.92 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18598 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.363.47 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 1667.38 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.76772ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.76930 અને નીચામાં રૂ.76660ના સ્તરને સ્પર્શી, રૂ.76893ના આગલા બંધ સામે કોઈ ફેરફાર વગર રૂ.76893ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.62050ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.7692ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.76200ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.87300ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.87672 અને નીચામાં રૂ.87160ના સ્તરને સ્પર્શી, રૂ.87578ના આગલા બંધ સામે રૂ.28 ઘટી રૂ.87550ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.19 ઘટી રૂ.87682ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.6 ઘટી રૂ.87680ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. 503.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો 15 પૈસા વધી રૂ.794ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો 30 પૈસા વધી રૂ.279.9ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 5 પૈસા વધી રૂ.241.75ના ભાવ થયા હતા. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 10 પૈસા વધી રૂ.177.7ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 734.30 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.6186ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6186 અને નીચામાં રૂ.6154ના સ્તરને સ્પર્શી, રૂ.6171ના આગલા બંધ સામે રૂ.1 વધી રૂ.6172ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.4 વધી રૂ.6177ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ 80 પૈસા વધી રૂ.316ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.1 વધી રૂ.316.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.