શ્રી અમદાવાદ–ગાંધીનગર આહીર સમાજ દ્વારા વાર્ષિક રાસ–ગરબા મહોત્સવ “આહીરોત્સવ–૨૦૨૫” ભવ્ય રીતે ઉજવાયો

શ્રી અમદાવાદ–ગાંધીનગર આહીર સમાજ દ્વારા વાર્ષિક રાસ–ગરબા મહોત્સવ “આહીરોત્સવ–૨૦૨૫” ભવ્ય રીતે ઉજવાયો
આહીરોત્સવ-૨૦૨૫ માં આહીર સમાજના ૮૦૦૦થી વધુ ભાઈઓ અને બહેનો ગરબે ઘૂમ્યા
અમદાવાદ : શરદપૂનમની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે તારીખ ૬ઠ્ઠી ઓકટોબર, સોમવારના રોજ શ્રી અમદાવાદ-ગાંધીનગર આહીર સમાજ દ્વારા અનેરી પાર્ટી પ્લોટ, ગાંધીનગર ખાતે રાત્રે ભવ્ય ૨૫મો વાર્ષિક રાસ-ગરબા મહોત્સવ “આહીરોત્સવ-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ૮૦૦૦ થી પણ વધારે આહીર સમાજના ભાઈ-બહેનો ભાતીગળ અને પારંપારિક પરિધાન સાથે ઉપસ્થિત રહી મન મૂકીને ગરબા રમ્યા હતા. જેમાં મોટા ભાગની બહેનો આહીરાણીના પોષાકમાં ઉપસ્થિત રહેતાં ગાંધીનગરના આંગણે સૌરાષ્ટ્રની પરંપરાગત સંસ્કૃતિ જીવંત થઇ હતી.
શરદપૂનમની રઢીયાળી રાત્રે સુપ્રસિદ્ધ લોકગાયક બાબુ આહીર (વાગડનો મોરલો), ભાવેશ આહીર, જુલી આહીર, ગૌતમ આહીર, કલ્પેશ ડેર, રંજુ આહીર વગેરેએ ગરબાના તાલે ખેલૈયાઓને રાસ રમાડયા હતા. મુખ્ય મહેમાનમાં તલાળાના ધારાસભ્યશ્રી ભગાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજશીભાઈ જોટવા સહીતના આહીર અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. “આહીરોત્સવ-૨૦૨૫” માં અમદાવાદ-ગાંધીનગર શહેરમાં રહેતા ઉચ્ચ સરકારી અધિકારીઓ, સમગ્ર પોલીસ પરિવાર સાથે ડોક્ટરો, પ્રોફેસરો, શિક્ષકો, પદાધિકારીઓ, દાતાશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતાં. આ તકે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ખેલૈયાઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા. સાથે પ્રમુખશ્રીએ ઉપસ્થિત તમામ સમાજબાંધવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આયોજનને સફળ બનાવવા માટે શ્રી અમદાવાદ-ગાંધીનગર આહીર સમાજના પ્રમુખશ્રી વજસીભાઈ આંબલીયા તેમજ ઉપ-પ્રમુખશ્રીઓ જેન્તી આંબલીયા, ભાર્ગવ બલદાણીયા, મંત્રીશ્રી અશોક પરડવા, ખજાનચી પ્રવીણ ભાદરકા, સહ-ખજાનચી રમેશ લાડુમોર, સહ-મંત્રીશ્રીઓ નયન કરમુર, સંજય છૈયા, અશોક ચંદ્રવાડીયા, રમેશ બલદાણીયા, શામજી જીંજાળા, તેમજ માલદેભાઈ વારોતરીયા, કરસનભાઇ ભોચિયા, પ્રતાપભાઈ ડેર, મયુરભાઈ કંડોરિયા, તમામ કારોબારી સભ્યશ્રીઓ, પૂર્વપ્રમુખશ્રીઓ, દાતાશ્રીઓ, આઈ.ટી. ટીમ વગેરેએ જહેમત ઉઠાવી હતી.