વ્યાપાર

અદાણી એનર્જી સોલ્યુશન્સની વૃધ્ધિ તરફની એકધારી રફતાર

અદાણી એનર્જી સોલ્યુશન્સની વૃધ્ધિ તરફની એકધારી રફતાર

વાર્ષિક ધોરણે ત્રીજા ત્રિમાસિકમાં કર બાદનો નફો(PAT)80% વધીરુ.625કરોડ
રુ.440 કરોડમાંસમાયોજિતવાર્ષિકધોરણેત્રિમાસિકમાં વન-ટાઇમટેક્સરિવર્સલસિવાયPAT 26% વધુ
ત્રિમાસિકમાંEBITDA 6% વધીરૂ.1,831 કરોડ
અમદાવાદ, 23જાન્યુઆરી2025: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અને વિશાળ સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિયો સાથેની ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ 31 ડિસેમ્બર- 2024ના પૂરા થયેલા ક્વાર્ટર અને નવ મહિના દરમિયાનની તેની નાણાકીય અને ઓપરેશનલ કામગીરીની આજે જાહેરાત કરી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઇ.ઓ. શ્રી કંદર્પ પટેલે કહ્યું કે વૃદ્ધિની એકધારી ગતિ ચાલુ રાખીને AESL એ ઓપરેટિંગ અને નાણાકીય મેટ્રિક્સ બંને પર બીજા ત્રિમાસિક ગાળામાં મજબૂત પ્રદર્શન કર્યું છે.કંપની પ્રકલ્પનો સમયસર આરંભ તેમજ ઓપરેટિંગ કાર્યક્ષમતા હાંસલ કરવાને ટોચ અગ્રતા આપેે છે. આ ત્રિમાસિક ગાળાની મુખ્ય વિશેષતા AESLએ મેળવેલા નવા પ્રોજેક્ટની જીત રહી છે, જે માત્ર બજાર હિસ્સો મેળવવામાં જ મદદ કરે છે એટલું જ નહી પણ ભારતમાં સૌથી મોટા ખાનગી ટ્રાન્સમિશન પ્લેયર તરીકે AESLની ધ્રુવ સ્થિતિને પણ સુદ્રઢ બનાવે છે.તેમણે જણાવ્યું હતું કે બન્ને યુટિલિટીઝમાં પાવર ડિમાન્ડના વલણો પ્રોત્સાહક છે અને અમે અમારા તમામ કોન્ટ્રાક્ટમાં સ્માર્ટ મીટરની સ્થાપના સાથે પ્રગતિ કરી રહ્યા છીએ અને સરેરાશ દૈનિક ઇન્સ્ટોલેશનમાં સતત સુધારો થઈ રહ્યો છે.શ્રી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટ્રાન્સમિશનમાં રૂ.54,761 કરોડ અને સ્માર્ટ મીટરિંગમાં રૂ.13,600 કરોડની મોટી ઓર્ડર બુક હોવા છતાં કંપની ઓપરેટિંગ અને નાણાકીય બાબતે સંગીન કામગીરી દર્શાવવાનું ચાલુ રાખશે, પ્રોજેક્ટ અને મજબૂત મૂડી વ્યવસ્થાપન કાર્યક્રમ સાથે જોડાયેલી આ અપ્રતિમ ઓપરેટિંગ શ્રેષ્ઠતાને આભારી છે.
નવી કાર્યરત ટ્રાન્સમિશન અસ્કયામતો (MP પેકેજ-II, KVTL, KBTL, WKTL લાઇન), તેમજ હસ્તગત કરેલ સિપત મહાન લાઇનના યોગદાન અને સાતત્યપૂર્ણ કામકાજ તથા મુંબઈ અને મુન્દ્રા ખાતે ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાયની માંગમાં વૃદ્ધિ અને સ્માર્ટ મીટરિંગ વ્યવસાયમાંથી વધેલા યોગદાનના કારણે ઉર્જા વેચાણમાં વધારો થવાથી કુલ આવકમાં 24% ની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. પોર્ટફોલિયો સ્તરે 99.7% ની મજબૂત ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપલબ્ધ હોવાથી AEML મુંબઈના વિતરણ વ્યવસાયમાં 3% જેટલો ઉર્જાનો વધારો જોવા મળ્યો છે. તેની વિતરણ ખોટ 4.66% ઓછો રહ્યો છે અને વિશ્વસનીય અને પોસાય તેવા વીજ પુરવઠાને કારણે યુટિલિટીએ નવા ગ્રાહકો ઉમેરતા તેનો આંક 3.17 મિલિયને પહોંચ્યો છે.
તમામ સેગમેન્ટમાં મજબૂત આવક વૃદ્ધિ, ટ્રાન્સમિશનમાંથી ઊંચી EPC આવક, ટ્રેઝરી આવક અને વિતરણ વ્યવસાયમાંથી સતત નિયંત્રિત EBITDAના પરિણામે આ ક્વાર્ટરમાં EBITDA 6% વધીને રૂ.1,831 કરોડ થયો છે. ત્રિમાસિકના અંતે ઓપરેશનલ EBITDA 9% વધી રૂ.1,579 કરોડ રહ્યો હતો. ટ્રાન્સમિશન બિઝનેસ ઉદ્યોગનો અગ્રણી ઓપરેટિંગ EBITDA માર્જિન 92% કંપનીએ જાળવી રાખ્યો છે. નાણાકીય વર્ષ-25 ના ત્રીજા ક્વાર્ટરમાં કર બાદનો નફો (PAT) 80% ઊંચો રૂ. 625 કરોડ હતો, જે મજબૂત EBITDA વૃદ્ધિ દર્શાવે છે. મુખ્યત્વે AEMLમાં દહાણુ પ્લાન્ટના વિનિવેશને કારણે રૂ.185 કરોડની ચોખ્ખી વિલંબિત કર જવાબદારીના રિવર્સલ દ્વારા વેગ મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button