પ્રાદેશિક સમાચાર
બ્રિજ સીટી તરીકે જાણીતા એવા સુરત શહેર માં વધુ 121 માં બ્રિજ નું આજે CM ના હસ્તે લોકાર્પણ થશે.
વાલક અને અબ્રામા ને જોડતા તાપી નદી પર 179 કરોડ ના ખર્ચે બનાવેલા નવનિર્મિત બ્રિજ ને લોકો માટે આજે ખુલ્લો મુકાશે.
મુખ્યમંત્રીના હસ્તે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રૂ.403.03 કરોડના ખર્ચે નિર્મિત રિંગ રોડ અને તાપી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. સુરત શહેરી વિકાસ સતામંડળના કુલ 20.66 કરોડના ખર્ચે 13 કામોનું લોકાર્પણ કરાશે. અર્બન રિંગ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા 223.72 કરોડના ખર્ચે વરિયાવ જંકશનથી કોસાડ ગામમાં 5.024 કિ.મી, ભરથાણા ગામથી અબ્રામા રોડ 3.270 કિ.મી, ખડસદ રોડથી સણિયા હેમાદ ગામ 2.250 કિ.મી અને સણિયા હેમાદગામથી સુરત કડોદરા રોડ 2.40 કિ.મી મળી કુલ 12.944 લંબાઈના આઉટર રિંગ રોડ તેમજ રૂ.179.31 કરોડના ખર્ચે તાપી નદી પરના નવનિર્મિત 1.65 કિમી લંબાઈના રિવરબ્રિજનું લોકાર્પણ કરાશે..