સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલ્લ શિરોયા ના અધ્યક્ષ સ્થાને ૧૪૫૦ હોમગૌર્ડ્ઝ યોગ મા જોડાયા
સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલ્લ શિરોયા ના અધ્યક્ષ સ્થાને ૧૪૫૦ હોમગૌર્ડ્ઝ યોગ મા જોડાયા
સુરત શહેર ના ૧૪૫૦ હોમગાર્ડ્સ દ્વારા ગોડાદરા પરેડ મેદાન પર યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
ડો. સિરોયા એ જણાવ્યુ હતું કે ૫૦૦૦ વર્ષ પહેલા ભારતમાં ઉજવ્યો યોગ ઋષિ-મુનિઓ દ્વારા શારીરિક અને માનસિક શક્તિ વધારવા માટે વિકસાવવામાં આવ્યો હતો.
આ વર્ષે યોગ દિવસની થીમ છે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય “ યોગનો અભ્યાસ કરીને પ્રકૃતિ સાથે જોડાઈને આપણે પૃથ્વી માટે સ્વસ્થ અને ટકાઉ ભવિષ્ય બનાવવામાં યોગદાન આપી શકીએ છીએ.
યોગના ફાયદા શારીરિક માનસીક તેમજ આધ્યાતમિક ,સ્વાસ્થય તેમજ તણાવ ઘટાડી સારું જીવન જીવવામાં મદદ કરે છે.
સચિન યુનિટ ના પ્રકાશ મોર્યા દ્વારા યોગ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર ની પ્રક્રિયા કરવામાં આવી હતી.
સેકન્ડ કમાન્ડર પ્રણવ ઠક્કર ,સ્ટાફ ઓફિસર ટ્રેનીંગ મેહુલ મોદી એ પણ યોગ માં ભાગ લીધો
સી.ઝોન યુનિટના ઓફિસર ગીરીશભાઇ પટેલ સચિન યુનિટ ના ઓફિસર થોમસભાઈ પથારે અને બી. ઝોન યનીટ ના ઓફિસ વિજય રાઠોડ ,એ ઝોન ઓફિસર દિનેશભાઇ પરમાર, રાંદેર યનીટના ઓફિસ રાકેશ ઠક્કર, ડી ઝોન ઓફિસર જયંતિભાઈ દવે ,મહિલા યુનિટ અધિકારી સંજય પાનવાલા તેમજ અધિકારી, એનટસીઓ અને હોમ ગાર્ડઝ મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.