અન્નમય્યામાં હાથીઓના ટોળાએ હુમલો કરીને ૫ લોકોને મારી નાખ્યા

અન્નમય્યામાં હાથીઓના ટોળાએ હુમલો કરીને ૫ લોકોને મારી નાખ્યા
આંધ્રપ્રદેશના અન્નમય્યા જિલ્લામાંથી મોટા સમાચાર આવ્યા છે. અહીં હાથીઓના ટોળાએ હુમલો કરીને ૫ લોકોને મારી નાખ્યા. જિલ્લાના તાલકોનામાં ભગવાન શિવ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું જેમાં ઘણા ભક્તો ભાગ લેવાના હતા. આ દરમિયાન હાથીઓના ટોળાએ હુમલો કર્યો. આમાં ૫ લોકોના ઘટનાસ્થળે જ અવસાન થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત મંગળવારે સવારે ૫ઃ૩૦ વાગ્યાની આસપાસ થયો હતો.
એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, એક ભક્તે બૂમો પાડીને હાથીઓના ટોળાને ડરાવવાનો પ્રયાસ કર્યો. આનાથી ટોળું ગુસ્સે થયું અને તેણે લોકો પર હુમલો કર્યો. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૨ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકો રેલ્વે કોડુરુ મંડળના ઉરાલગડાપાડુ ગામના રહેવાસી હતા.
૧૭ ફેબ્રુઆરીના રોજ, કેરળના કોઝિકોડ જિલ્લામાં એક મંદિર ઉત્સવ દરમિયાન હાથીઓએ પણ વિનાશ મચાવ્યો હતો. બે હાથીઓ બેકાબૂ થઈ ગયા, જેના કારણે ત્રણ લોકોના મોત થયા. સરકારે મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. કોયિલેન્ડી નજીક બનેલી ઘટના બાદ, પોલીસે કહ્યું હતું કે મનકુલંગરા મંદિરમાં ઉત્સવ માટે લાવવામાં આવેલા હાથીઓએ ફટાકડા ફોડ્યા પછી તોફાન મચાવ્યું હતું. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.