નિસાન મોટર ઇન્ડિયા અને પ્રમુખ નિસાન દ્વારા એક જ દિવસમાં 50 નવી નિસાન મેગ્નાઈટ SUV ની ડિલિવરી સાથે દશેરાની ભવ્ય ઉજવણી

નિસાન મોટર ઇન્ડિયા અને પ્રમુખ નિસાન દ્વારા એક જ દિવસમાં 50 નવી નિસાન મેગ્નાઈટ SUV ની ડિલિવરી સાથે દશેરાની ભવ્ય ઉજવણી
સુરત : 2 ઓક્ટોબર, 2025 : નિસાન મોટર ઇન્ડિયાએ, પ્રમુખ નિસાન સાથે મળીને, સુરતમાં એક જ દિવસમાં ગ્રાહકોને 50 નવી નિસાન મેગ્નાઈટ SUV સોંપીને દશેરાના તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. આ ઈવેન્ટ સાથે, કંપનીએ આ પ્રદેશમાં ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ કાર્યક્રમ સુરતના વેસુ સ્થિત ડ્રિફ્ટ ટર્ફ ખાતે યોજાયો હતો, જ્યાં ગ્રાહકોને તેમની નવી SUV સોંપવાની સાથે જ ઉત્સવના વાતાવરણમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારંભ સાથે, પ્રમુખ નિસાને એક સરળ અને યાદગાર ડિલિવરી અનુભવ સુનિશ્ચિત કર્યો હતો, જે ગ્રાહક સંતોષ અને સમુદાયિક જોડાણ પ્રત્યે ડીલરશીપનું સમર્પણ દર્શાવે છે. આ ડિલિવરી નિસાન મોટર ઇન્ડિયાના સેલ્સ ડિરેક્ટર વિવેક પાલીવાલ અને પ્રદ્યુમનસિંહ આર. જાડેજા, અધ્યક્ષ, પ્રમુખ નિસાન ની હાજરીમાં કરવામાં આવી હતી.
નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સએ જણાવ્યું હતું કે, “દશેરા એ વિજય, આનંદ અને એકતાની ઉજવણીનો સમય છે અને ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાતમાં હોવું, એ અમારી માટે ખરેખર ખુબજ સમ્માનીય અનુભવ છે. સુરતમાં અમારા ગ્રાહકો સાથે આ દિવસની ઉજવણી, નિસાન પરિવાર માટે આ ઉત્સવને વધુ ખાસ બનાવે છે. પ્રમુખ નિસાન જેવા અમારા મુખ્ય ડીલરો સાથે આવા કાર્યક્રમો દ્વારા, અમે અમારા ગ્રાહકોને યાદગાર અનુભવ આપવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. નવી નિસાન મેગ્નાઈટ, તેની મજબૂતી, વૈશ્વક સ્તરે 200,000 થી વધુ યુનિટ્સના વેચાણ, સેગમેન્ટ-ફર્સ્ટ 10-વર્ષની વોરંટી અને GST કિંમતના ફાયદા સાથે, ભારતીય કાર ખરીદદારોને ગુણવત્તા, મૂલ્ય અને મનની શાંતિ આપતી રહેશે. તાજેતરમાં લોન્ચ કરાયેલ મેગ્નાઈટ KURO એડિશન અને નવા મેટાલિક ગ્રે કલર વિકલ્પ સાથે, અમે આ નવરાત્રી પર્વની ઊજવણી દરમિયાન, સુરતમાં ગ્રાહકો તરફથી મળેલા શાનદાર પ્રતિસાદથી ખરેખર ખુબજ ખુશ છીએ.”
આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ, સુરત અને ગુજરાત રાજ્યમાં પ્રમુખ નિસાનનું મજબૂત નેતૃત્વ દર્શાવે છે તેમજ ઓટોમોટિવ ક્ષેત્રમાં ગ્રાહક જોડાણ અને ઉત્સવોની ઉજવણી માટે એક બેંચમાર્ક સ્થાપિત કરે છે. આ પ્રકારની પહેલ સાથે, નિસાન મોટર ઇન્ડિયા અને તેનું ડીલર નેટવર્ક, ગ્રાહકો સાથેના તેમના સંબંધને મજબૂતી આપે છે અને ખાસ પ્રસંગોએ તેમની સાથે પર્વની ઉજવણી કરીને તેમનો ઉત્સાહ વધારે છે.
બધા વેરિઅન્ટ્સમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ હોવાની સાથે, નવી નિસાન મેગ્નાઈટને સૌથી સુરક્ષિત B-SUV તરીકે માન્યતા મળી છે. GNCAP તરફથી તેને સમગ્ર રીતે મુસાફરોની સલામતીમાં પ્રતિષ્ઠિત 5-સ્ટાર રેટિંગ મળ્યું છે, જેમાં એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન (AOP) માં સંપૂર્ણ સ્કોર અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન (COP) માં 3-સ્ટાર રેટિંગ સામેલ છે. ગ્રાહકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવતા, નિસાન મોટર ઇન્ડિયાએ નવી મેગ્નાઈટ માટે એક યુનિક 10-વર્ષની એક્સટેંડેડ વોરંટી યોજના રજૂ કરી છે. તે આ સેગમેન્ટમાં પ્રથમ એવી પહેલ છે, જે લાંબાગાળાની માનસિક શાંતિ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે.
તેના આકર્ષણમાં વધારો કરતા, નિસાને બહુપ્રતિક્ષિત મેગ્નાઈટ KURO સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યું છે. જે “બોલ્ડેસ્ટ બ્લેક” ફિલોસોફી/થીમને ધ્યાનમાં લઇને એક્સક્લુઝિવ બ્લેક એક્સટીરિયર, શાનદાર ઇન્ટીરિયર અને જાપાની સ્ટાઇલ પ્રેરિત અલગ ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવી છે. આની સાથે જ, ટેકના, ટેકના+ અને N-કનેક્ટા વેરિઅન્ટ્સમાં એક નવા મેટાલિક ગ્રે કલર વિકલ્પ સાથે ગ્રાહકોને, તેમની વ્યક્તિગત શૈલી સાથે સુસંગત વધુ વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.
નવી નિસાન મેગ્નાઈટ B-SUV ની બોલ્ડ અને સ્ટાઇલિશ ડિઝાઇન અને રોડ પર તેની શાનદાર હાજરી, સેગમેન્ટમાં સૌથી પ્રથમ અને શ્રેષ્ઠ 20 થી વધુ ફીચર્સ તેમજ 55+ સેફ્ટી ફીચર્સ તેને કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં એક અદભુત અને ખાસ પસંદગી બનાવે છે. તેના પ્રીમિયમ ફીચર્સ અને સતત વધતી વૈશ્વિક પહોંચ સાથે, નવી નિસાન મેગ્નાઈટ હવે, રાઇટ-હેન્ડ ડ્રાઇવ અને લેફ્ટ-હેન્ડ ડ્રાઇવ એમ બંને માર્કેટોમાં 65 થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે.